Anand Rain : બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર, જુઓ Video
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બોરસદના ગાજણા ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા 13 લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે.
Anand Rain : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બોરસદના ગાજણા ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા 13 લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો : Rain effect : આણંદના કહાનવાડી ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા, 50 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video
ફસાયેલા 13 લોકોને એરફોર્સ દ્વારા બચાવવામાં મદદ લેવાશે તો આંકલાવાના ચમારા ગામમાં પણ 8 લોકો નદીના તટમાં ફસાયા છે. તંત્ર પાસે ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી છે. મહીનદીના પાણી ખેતરમાં ફરી વળ્યાં છે. જેના પગલે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પરંતુ અત્યાર સુધી હજુ તંત્ર મદદે પહોંચ્યુ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો