AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 મેના મહત્વના સમાચાર : એકતાનગરમાં 17 ઓક્ટોબરથી ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો થશે પ્રારંભ, SOU ખાતે ત્રણ મહિના સુધી યોજાશે રોશની મહોત્સવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2026 | 8:23 AM
Share

આજે 16 ઓક્ટોબરને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 મેના મહત્વના સમાચાર : એકતાનગરમાં 17 ઓક્ટોબરથી ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો થશે પ્રારંભ, SOU ખાતે ત્રણ મહિના સુધી યોજાશે રોશની મહોત્સવ

LIVE NEWS & UPDATES

  • 16 Oct 2026 08:23 AM (IST)

    જૂનાગઢમાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ

    જૂનાગઢ: જૂનાગઢના મધુરમ વિસ્તારમાંથી બાંગ્લાદેશની એક યુવતી ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. યુવતી નેપાળની નાગરિક હોવાની ખોટી ઓળખ આપી રહેતી હોવાનો ખુલાસો થયો છે. ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખ છુપાવીને રહેતી આ યુવતીએ મહારાષ્ટ્ર અને સુરત બાદ જૂનાગઢમાં પોતાનું સરનામું બદલ્યું હતું. જૂનાગઢમાં તે છૂટક બ્યુટી પાર્લરમાં કામ કરતી હોવાની માહિતી સામે આવી છે. સી ડિવિઝન પોલીસે યુવતી પાસેથી મોબાઈલ ફોન સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ત્યારબાદ તેને મહિલા વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. આ મામલે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને યુવતીની ઓળખ તથા ભારતમાં રહેવા સંબંધિત વિગતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 16 Oct 2026 08:18 AM (IST)

    જાફરાબાદમાં સરકારી શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ

    અમરેલી: જાફરાબાદમાં ચાર સગીર વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણ કર્યાના આરોપસર સરકારી શિક્ષક રામશંકર પંડ્યા સામે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપ છે કે શિક્ષક છેલ્લા પાંચ મહિનાથી વિદ્યાર્થિનીઓનું શોષણ કરતો હતો અને તેમની સાથે અડપલાં પણ કરતો હતો. આરોપી અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદના આધારે જાફરાબાદ પોલીસે તપાસ શરૂ કરી આરોપી શિક્ષકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી SPએ આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

  • 16 Oct 2026 08:18 AM (IST)

    ડીસામાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો

    બનાસકાંઠા: ડીસાના લાઠીબજાર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી જાણીતી બ્રાન્ડના શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અંદાજિત લાખોની કિંમતના ઘીના 80 બોક્સ મળી આવતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડીસામાં બે દિવસમાં ફૂડ વિભાગ દ્વારા બે દરોડા પાડવામાં આવતાં કાર્યવાહી વધુ તેજ બની છે. શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતાં વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી નકલી ઘી બનાવતા અને વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

  • 16 Oct 2026 08:07 AM (IST)

    એકતાનગરમાં 17 ઓક્ટોબરથી પ્રકાશ પર્વ

    નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓક્ટોબરથી ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો પ્રારંભ થશે, જે 15 જાન્યુઆરી, 2027 સુધી ત્રણ મહિના ચાલશે. આ અંતર્ગત એકતાનગરમાં 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવશે. દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો અને સરદાર સરોવર ડેમ ખાતે ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાની ઝાંખી દર્શાવાશે. બાળકો માટે પશુઓ, મશરૂમ અને જળચર દુનિયા આધારિત લાઇટિંગ પણ ગોઠવાશે. ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ત્રણ મહિના સુધી પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે 16 ઓક્ટોબરને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 16,2026 7:42 AM

Follow Us
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
વેપારમાં નવી ભાગીદારી અને ધનલાભના શુભ યોગ, જુઓ આજનું રાશિફળ
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
g clip-path="url(#clip0_868_265)">