15 મેના મહત્વના સમાચાર : બોટાદ શહેર અને આસપાસના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ
આજે 15 મે 2025ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 15 મે 2025ને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બોટાદ શહેર અને આસપાસના ગામોમાં પવન સાથે વરસ્યો વરસાદ
બોટાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સાળંગપુર રોડ, દીનદયાળ ચોક, હવેલી ચોક, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાઠીદડ, સમઢીયાળા, સેથળી, ખસ-બગડ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે.
-
અદાણી સંચાલિત એરપોર્ટ ઉપર હવેથી ડ્રેગનપાસ ધરાવતા મુસાફરોને લાઉન્જની સુવિધા નહીં મળે
એરપોર્ટ લાઉન્જની સુવિધા પૂરી પાડતા ડ્રેગનપાસ સાથેના અમારા જોડાણને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવ્યું છે. ડ્રેગનપાસના ગ્રાહકોને હવે અદાણી-સંચાલિત એરપોર્ટ પર લાઉન્જની સુવિધા મળશે નહીં. આ ફેરફારથી એરપોર્ટ લાઉન્જ અને અન્ય ગ્રાહકો માટે મુસાફરીના અનુભવ પર કોઈ અસર થશે નહીં.
-
-
ભાવનગરમાં શ્વાને ફાડી ખાધેલી હાલતમાં નવજાત શિશુ મળ્યું
ભાવનગર શહેરમાંથી શ્વાનએ ફાડી ખાધેલી હાલતમાં નવજાત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરના તિલકનગર વિસ્તારમાં નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું છે. રોડ પરથી નવજાત ફાડી નાખેલી હાલતમાં મળતા પોલીસ દોડતી થઈ છે. નવજાતનો મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. નવજાત શિશુના વાલી કોણ છે?, શ્વાન ક્યાંથી નવજાત શિશુને લાવ્યું?, નવજાત શિશુ જો મૃત હોય અને તેની દફનવિધિ કરેલી હોય તો ત્યાંથી શ્વાન લઈ આવ્યું છે કે કેમ એ સમગ્ર મામલે ભાવનગરની ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
-
તુર્કિમાં આવ્યો ભૂકંપ, 5.2 ની નોંધાઈ તીવ્રતા
તુર્કિમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.
-
ભરૂચ જિલ્લા યુવા ભાજપ પ્રમુખે ચાવાળાને માર માર્યો, વીડિયો વાયરલ
ભરૂચ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલનો, ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલક સાથેની મારામારીના વીડિયો વાયરલ થયા છે. ઋષભે તેના વૃદ્ધ પિતાને માર મારવામાં આવ્યો હોવાનું ઉપરાણું લઇ તકરાર કરી હોવાનું નિવેદન આપ્યું હતું. આ મામલે સામસામે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે.
-
-
મારવાડી યુનિ.ના પ્રોફેસર વીડિયો કોલમાં મહિલા સાથે અશ્લિલ-અભદ્ર ચેષ્ટા કરતા ઝડપાયા !
સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી આવી ફરી એકવાર વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્રની ખાનગી યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી શિક્ષણ કે વિદ્યાર્થીઓને લઈને નહીં પરંતુ પ્રોફેસરની અશ્લિલ હરકતને લઈને વિવાદમાં આવી છે. કોમ્યુટર વિભાગના પ્રોફેસર મોબાઈલ વીડિયો કોલ દ્વારા એક મહિલા સાથે અભદ્ર અને અશ્લિલ વાતચીત અને ડાન્સ કરતા ઝડપાયા છે. જે વ્યક્તિએ વિદ્યાર્થીઓને સારા ઘડતર અને વિદ્યા આપવાનું કામ કરવાનુ હોય છે તેવા પ્રોફેસર જ અશોભનીય અને તેમના પદ અને ગરિમાને લાંછન લાગે તેવી ચેષ્ટા કરતા ઝડપાઈ ગયા છે.
-
મેશ્વો અને ખારી નદી પર બાંધેલા 6 ચેકડેમનું લોકાર્પણ, 30થી વધુ ગામની 350 હેકટર જમીનને મળશે સિંચાઈનો લાભ
દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત 06 ચેકડેમોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધારીસણા ગામ નજીક ખારી નદી પર રૂ. 2.33 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી તાલુકામાંથી પસાર થતી મેશ્વો અને ખારી નદી પર રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે કુલ ૬ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
-
ગુજરાત સરકારે 20 જિલ્લામાં પ્રાથમિક સર્વે કરવાની આપી સૂચના
રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને પગલે 33માંથી 20 જિલ્લામાં કૃષિ વિભાગે પ્રાથમિક તબક્કાનો સર્વે કરાવવાનો નિર્ણય લીધો છે, જેમાં અંદાજે 1.93 લાખ હેક્ટર ખેતી અને 88 હજાર હેક્ટર બાગાયત પાકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે; આ સર્વે માટે રાજ્યભરમાં 474 ટીમો તૈનાત કરવામાં આવશે અને આ કામગીરી આગામી સપ્તાહથી શરૂ થશે.
-
રાજ્યમાં હજુ માવઠાનું સકંટ રહેશે યથાવત્
રાજ્યમાં હજુ માવઠાનું સકંટ યથાવત્ રહેશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડશે. આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
-
આતંકવાદનો સંપૂર્ણ નાશ કરીશુ-રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે આજે શ્રીનગર પહોંચીને સેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. અહીંથી રાજનાથ સિંહે જણાવ્યુ કે આતંકવાદી હુમલાને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે, પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો IAEA ની દેખરેખ હેઠળ લેવામાં આવશે.
Pakistan’s nuclear weapons should be taken under the supervision of International Atomic Energy Agency (IAEA): Defence Minister Rajnath Singh #OperationSindoor #IndiaPakistanWar2025 #IndiaPakistanWar #IndianArmy #IndianNavy #IndianAirForce #TV9Gujarati pic.twitter.com/lWlf517Wpo
— Tv9 Gujarati (@tv9gujarati) May 15, 2025
-
ભરૂચઃ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી
ભરૂચઃ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક શકમંદની અટકાયત કરાઈ, દહેજ બાયપાસ રોડ ઉપરથી કૉલ કરાયા હોવાની માહિતી છે. ધમકીનો કૉલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન છે.
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ પહોંચ્યા છે. ઑપરેશન સિંદૂર બાદ પહેલી વખત જમ્મુના પ્રવાસે છે. LOC પર રહેતા લોકો સાથે પણ મુલાકાત કરશે. જમ્મુ-કાશ્મીરના LG પણ હાજર છે.
-
પાકિસ્તાન: બલૂચિસ્તાનના પંજગુરમાં પાકિસ્તાની સેના પર હુમલો
પાકિસ્તાન: બલૂચિસ્તાનના પંજગુરમાં પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીનો સૈન્ય કાફલા પર ઘાતક હુમલો કર્યો. જેમાં BLAના હુમલામાં 14 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, તો અનેક ઘાયલ થયા છે. જેનો BLA દ્વારા વીડિયો જાહેર કરાયો, ઘટના 9મેની હોવાનો દાવો છે. આર્મીના વાહનોને પણ BLAએ ઉડાવી મૂક્યા. પાકિસ્તાને જાનહાનિના આંકડા છૂપાવ્યાનો દાવો છે.
-
જમ્મુકાશ્મીરના ત્રાલમાં બે આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
-
અમદાવાદઃ રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલિશન
અમદાવાદઃ રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલિશન હાથ ધરાયુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું. હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું. કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉ 2008માં પણ દબાણો દૂર કર્યા છતાં બાંધકામ થયું. મિલ મજૂરો માટેની સ્કીમમાં ગેરકાયદે બાંધકામ કરી દેવાયું. પ્લોટ પર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી દેવાઈ હતી.
-
અમદાવાદ: થલતેજ અંડરબ્રિજ ખાતે બે અકસ્માતની ઘટના
અમદાવાદ: થલતેજ અંડરબ્રિજ ખાતે બે અકસ્માતની ઘટના સામે આવી છે. પેલેડિયમ મોલ પાસે કારચાલકે બાઈકને અડફેટે લીધી. કારની અડફેટે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, ઘટનાસ્થળે ઉભેલા ટોળાને પણ અકસ્માત નડ્યો છે. પૂરઝડપે આવી રહેલો એક્ટિવાચાલક ટોળામાં ઘૂસ્યો હતો. ટોળામાં એક્ટિવા ઘૂસતા ત્રણ લોકોને સામાન્ય ઈજા થઇ. બન્ને અકસ્માતમાં જુદી-જુદી પોલીસ ફરિયાદ દાખલ કરાઇ.
-
દેવભૂમિ દ્વારકા: પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા શખ્સો સકંજામાં
દેવભૂમિ દ્વારકા: પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા શખ્સો સકંજામાં છે. પાકિસ્તાન વિરૂદ્ધની રીલ ન જોવા વ્યક્તિને ધમકી આપી હતી. પાક. વિરૂદ્ધના વીડિયો જોશે તો મારી નાંખવાની આપી હતી ધમકી ફરિયાદ નોંધાતા ભાણવડ પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને શખ્સોના મોબાઈલ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી. પાકિસ્તાનીઓ સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક હોવાના પુરાવા મળ્યા. બંને શખ્સોને ભાણવડ પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી.
Published On - May 15,2025 7:41 AM





