AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 મેના મહત્વના સમાચાર : યુદ્ધવિરામની પહેલી જાહેરાત આપણા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ કરી ? કોંગ્રેસે ઉભા કર્યા પ્રશ્નો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2025 | 10:20 PM

આજે 14 મે 2025ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 મેના મહત્વના સમાચાર : યુદ્ધવિરામની પહેલી જાહેરાત આપણા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ કરી ? કોંગ્રેસે ઉભા કર્યા પ્રશ્નો

આજે 14 મે 2025ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 May 2025 07:55 PM (IST)

    યુદ્ધવિરામની પહેલી જાહેરાત આપણા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ કરી ? કોંગ્રેસે ઉભા કર્યા પ્રશ્નો

    કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકા શા માટે? પીએમ અને વિદેશ મંત્રી કેમ ચૂપ છે ?

  • 14 May 2025 07:30 PM (IST)

    કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, સાંજે 6.55 કલાકે આવ્યો ધરતીકંપ

    કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે સાંજે 6.55 કલાકે આવેલા ભૂકંપના આંચકાથી કચ્છના ભચાઉ અને તેની આજૂબાજૂની જમીન કાંપી ઉઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉ નજીક નોંધાયો હતો. સાંજના6.55 કલાકના સુમારે 3.4 ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી 12 કિમી ઉતર, ઉતર પૂર્વ દિશીમાં નોંધાયું હતું.

  • 14 May 2025 06:17 PM (IST)

    શ્રીનગર એરપોર્ટ ફરીથી ધમધમુ થયું

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા તણાવને કારણે શ્રીનગરમાં ફ્લાઇટ્સ સેવા ખોરવાઈ ગઈ હતી. આજે શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ફ્લાઇટે ઉડાન ભરી હતી.

  • 14 May 2025 06:14 PM (IST)

    સુરતમાં યોજાશે તિરંગા યાત્રા

    ભારતીય સેનાના સન્માનમાં સુરતમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગળથી કિલ્લા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલ તિરંગા યાત્રામાં જોડાશે. સુરતના ધારાસભ્યો અને સાંસદ પણ હાજર રહેશે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેનારી ભારતીય સેનાનું સન્માન. રાજકીય નેતાઓ, NGO, વિદ્યાર્થી-શિક્ષકો, તબીબો, બિલ્ડરો તિરંગા યાત્રામાં જોડાશે. સમગ્ર દેશ સાથે સુરતમાં આજે તિરંગા યાત્રા યોજાશે.

  • 14 May 2025 04:21 PM (IST)

    ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત, રાજ્યમાં 14895 MCFT પાણીની જરૂરીયાત સામે 2.23 લાખ MCFT જથ્થો ઉપલબ્ધ

    ગુજરાતમાં કુલ 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. જ્યારે, હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના 14895 MCFT પાણીની જરૂરીયાત સામે આ જળાશયોમાં કૂલ 2,23,436 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સ્થિતીએ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિતના કુલ 207 જળાશયોમાં પણ કૂલ 4,39,129 MCFT જેટલુ પાણી સંગ્રહિત છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ 06 ટકા જેટલું વધુ છે.

  • 14 May 2025 03:48 PM (IST)

    અમદાવાદમાં કોર્પોરેટરના લેટરપેડ પર બાંગ્લાદેશીઓના બનાવ્યા ખોટા ડોક્યુમેન્ટ

    ગેરકાયદેસર બાંગ્લાદેશી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા છે. કોર્પોરેટર શેજાદખાન પઠાણ, ગીતાબેન સોલંકી અને કમરુદ્દીનના લેટરપેડ પર ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે. શેહઝાદખાન પઠાણના લેટરપેડ થી 4 ડોક્યુમેન્ટ બનાવ્યા છે. ગીતાબેન પરમારના લેટરપેડ પર 15 ડોક્યુમેન્ટ બનાવ્યા છે. કમરૂદ્દીન ના લેટરપેડ પર 2 ડોક્યુમેન બનાવ્યા છે.

    એટીએસ એ ગેરકાયદેસર રહેતા રાણા સરકાર નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. રાણા સરકાર નકલી પાસપોર્ટ આધારે અમદાવાદમાં રહેતો હતો. રાણા સરકારની દુકાનમાં એટીએસએ તપાસ શરૂ કરી છે. રાણા સરકાર, રિન્યુઅલ ઈસ્લામ અને સોએબ મહમદ ખોટા ડોક્યુમેન્ટ્રી બનાવે છે. મોબાઈલ શોપમાં આરોપીઓ અન્ય બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતા. દુકાન માંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.

    શોએબ કુરેશીની દુકાનમાંથી ખોટા આધારકાર્ડ અને નકલી સર્ટીની 22 નકલો મળી આવી છે. કોમ્પ્યુટરમાંથી આશરે 300 થી વધારે ખોટા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ત્રણેય આરોપીઓએ 17 બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટ્રી આધારે પાસપોર્ટ બનાવી આપ્યા છે. એટીએસએ મોહમ્મદ ઉર્ફે રાણા સરકાર અને સોએબ મોહમ્મદ ની ધરપકડ કરી.

  • 14 May 2025 02:31 PM (IST)

    રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

    રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે. તેઓ 16 અથવા 17 મેના રોજ  ભુજ એરબેઝમાં જવાનોને મળશે.

  • 14 May 2025 02:09 PM (IST)

    અમદાવાદમાં શ્વાનના હુમલાની ઘટનાના કેબિનેટમાં પડઘા

    અમદાવાદમાં શ્વાનના હુમલાની ઘટનાના કેબિનેટમાં પડઘા પડ્યા છે. પાલતુ શ્વાનના હુમલામાં બાળકીના મોત મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઇ. શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં હિંસક પ્રાણીઓને હવે નહીં રાખી શકાય. કેબિનેટ બેઠકમાં સરકારે વહીવટીતંત્રને આપી સૂચના. હાઇકોર્ટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરાવવા તંત્રને સૂચના અપાઇ.

  • 14 May 2025 01:41 PM (IST)

    મોરબી: વાંકાનેરમાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાને જાહેર નોટિસ

    મોરબી: વાંકાનેરમાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાને જાહેર નોટિસ અપાઈ. સરધારકા તાલુકા શાળાની શિક્ષિકાને અખબારમાં નોટિસ અપાઈ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષિકાને  અનેક નોટિસ છતાં જવાબ ન આપતા અખબારમાં નોટિસ આપી. ગેરહાજર શિક્ષિકાને અનેક નોટિસ છતાં કોઈ જવાબ આપ્યો નહીં. નોટિસના 10 દિવસમાં અનિયમિતતા અંગે ખુલાસો કરવાનું ફરમાન હતુ, નિયત સમયમાં ખુલાસો નહીં અપાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

  • 14 May 2025 11:57 AM (IST)

    ત્રણેય સેના પ્રમુખે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે કરી મુલાકાત

    ત્રણેય સેના પ્રમુખે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી.

  • 14 May 2025 11:34 AM (IST)

    BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ અટારી બોર્ડરથી પરત ફર્યા

    BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ પાકિસ્તાનથી અટારી બોર્ડર થઈને ભારત પરત ફર્યા છે. આ સૈનિકને પાકિસ્તાને પકડ્યો હતો જ્યારે BSF એ પાકિસ્તાન રેન્જર્સના એક સૈનિકને પકડ્યો હતો. સૈનિકનું નામ પીકે સાહુ છે, જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે આજે સવારે અટારી બોર્ડર પર આવ્યો હતો. ભારતે પાકિસ્તાન રેન્જર્સના સૈનિકને પણ મુક્ત કરી દીધો છે.

  • 14 May 2025 11:33 AM (IST)

    સુરેન્દ્રનગર:મૂળીમાં ખનીજ માફિયાઓ પર તવાઈ

    સુરેન્દ્રનગર:મૂળીમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવાઇ. પ્રાંત અધિકારીની ટીમે ભેટ ગામમાં દરોડા પાડ્યા. 100 મેટ્રીક ટન કારર્બોશેલ, 2 ચરખી, બેકેટ નંગ 7 જપ્ત કરાયા છે. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

  • 14 May 2025 10:29 AM (IST)

    વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં વધારો

    વિદેશ મંત્રી જયશંકરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જયશંકરને પહેલાથી જ Z સુરક્ષા મળી રહી હતી, હવે તેમના કાફલામાં બુલેટ પ્રૂફ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • 14 May 2025 10:27 AM (IST)

    બી.આર ગવઈએ નવા ચીફ જસ્ટિસ તરીકે લીધા શપથ

    જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આજે ભારતના 52મા ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. તેમનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે 1985માં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. 1987માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. અગાઉ તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના pp સ્વર્ગસ્થ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું હતું.

  • 14 May 2025 07:48 AM (IST)

    સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ઝડપાયો દારૂ

    સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી દારૂ ઝડપાયો છે. LPG ટેન્કરમાં છુપાવી દારૂનો જથ્થો લઇ જવાતો હતો. LCB પોલીસે ટેન્કરના ચોરખાનામાંથી દારૂ જપ્ત કર્યો. ટેન્કર સહિત રૂ.1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજસ્થાનથી કચ્છના મુદ્રા ખાતે દારૂ લઇ જવાતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

  • 14 May 2025 07:35 AM (IST)

    24 કલાકમાં પાકિસ્તાની અધિકારીને હાંકી કાઢો: ભારત

    પાકિસ્તાની અધિકારીને દેશનિકાલ કરવા માટે ભારતે 24 કલાકનો સમય આપ્યો.

  • 14 May 2025 07:33 AM (IST)

    સાઉદી અરેબિયામાં ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય ટ્રમ્પે ફરી લીધો

    સાઉદી અરેબિયામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેમના વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધવિરામ કરાવ્યો હતો.

Published On - May 14,2025 7:31 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">