14 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમેરિકામાં ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત મોકલાશે, જે પૈકી 8 ગુજરાતી પરત આવશે
આજે 14 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 14 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મહારાષ્ટ્ર અને આસામ પોલીસે Indias Got Latent વિવાદ પર સમન્સ મોકલ્યા
Indias Got Latent કેસમાં મહારાષ્ટ્ર સાયબર સેલ અને આસામ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ મખીજા, આશિષ ચંચલાની અને સમય રૈનાને 18 ફેબ્રુઆરીએ તેમના નિવેદનો નોંધાવવા માટે બોલાવ્યા છે. આસામ પોલીસે પણ ચારેયને ગુવાહાટી પોલીસ મુખ્યાલયમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. બંને રાજ્યોમાં આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં કરી પૂજા
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા અને પુત્રી દિવિજા સાથે ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે સંગમમાં સ્નાન કર્યું અને શ્રદ્ધાપૂર્વક પોતાની ધાર્મિક માન્યતાઓ રજૂ કરી. મહાકુંભના ધાર્મિક મહત્વને સમજીને ફડણવીસ પરિવારે આ પ્રસંગે ખાસ પૂજા કરી.
-
-
હિંમતનગરનાં સાંચોદરનાં લંપટ શિક્ષકની ધરપકડ
સાબરકાંઠા: હિંમતનગરનાં સાંચોદરનાં લંપટ શિક્ષકની ધરપકડ, આરોપી શિક્ષકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, જન્મદિવસની ઉજવણીને નામે સગીરાને લઇ ગયો હતો હોટલમાં, હોટલમાં વિદ્યાર્થીનીને લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, લંપટ શિક્ષકને મદદ કરનાર અન્ય એક આરોપીની શોધખોળ
-
સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધશે! ગૃહ મંત્રાલયનો રાષ્ટ્રપતિને પત્ર
ગૃહ મંત્રાલયે AAP નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી માંગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી મળેલી સામગ્રીના આધારે, સત્યેન્દ્ર કુમાર જૈન (60) વિરુદ્ધ આ કેસમાં કાર્યવાહીની મંજૂરી આપવા માટે પૂરતા પુરાવા મળ્યા છે.
-
RBIએ ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર લગાવી રોક
RBIએ ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર 6 મહિના માટે પ્રતિબંધ મુકી દીધો છે. RBIના એક્શન બાદ ગ્રાહકોના નાણા બેંકમાં ફસાયા છે. ન્યુ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક સુરક બ્રાંચ પર ગ્રાહકોએ હોબાળો કર્યો હતો. રિંગરોડ અને વરાછાની બ્રાંચ પર ગ્રાહકોના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. બેંકના ટ્રાન્જેક્શન બંધ હોવાથી ઓનલાઇન વ્યવહારો પણ અટવાયા છે. ગ્રાહકોને બેંકમાં જમા નાણા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
-
-
અમદાવાદઃ ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને લઇ મોટો સમાચાર
અમદાવાદઃ ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ ગેરકાયદે બંધાઇ હોવાનો ખુલાસો થયો છે. તંત્રની તપાસમાં સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે. સરકારી સરવે નંબર 53 પર સ્કૂલનું બાંધકામ તાણી દેવાયું હતું. મામલતદારે DEOને જાણ કરતા શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરી છે. શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને DEOએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ મહિનામાં તોડી પાડવા આદેશ આપ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતા 495 વિદ્યાર્થીઓના ભાવિ સામે સંકટ ઊભુ થયુ છે.
-
બનાસકાંઠા : અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત
બનાસકાંઠા : અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રિશુલિયા ઘાટમાં અકસ્માત થયો છે. જેમાં 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા છે.
-
જામનગર : જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે રિપોર્ટ રજૂ
જામનગર : જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીના મામલામાં ડીન દ્વારા તપાસ રિપોર્ટ કમિટીને રજૂ કરાયો છે. એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. રિપોર્ટના નિરિક્ષણ બાદ આ અંગે નિર્ણય લેવાશે. વોટ્સઅપ ગ્રુપમાં તબીબી વિદ્યાર્થીની પર ડોક્ટરે ટિપ્પણી કરી હતી. ડોક્ટરે લખ્યું હતું કે ” તું બહુ રૂપાળી લાગે છે”.
-
અમેરિકામાં ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત મોકલાશે
અમેરિકામાં ગેરકાયદે રહેતા વધુ 119 ભારતીયોને પરત આવશે. અમેરિકાથી મોકલવામાં આવતા ભારતીયોમાં 8 ગુજરાતી સામેલ છે. શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે ફલાઈટ. ફલાઈટમાં સૌથી વધુ 67 પંજાબના લોકો સામેલ છે. ભારત પરત ફરનાર લોકોમાં હરિયાણાના 33 લોકો સામેલ છે.
-
જામનગર: દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર
જામનગર: દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું છે. મનપાની જગ્યામાં ગેરકાયદે દુકાનો ખડકાઈ હતી. મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી 45 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યુ. બાગ-બગીચા માટે રીઝર્વ રખાયેલી મનપાની જગ્યા ખાલી કરાવવા કવાયત હાથ ધરાઇ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી કરી.
-
કચ્છ: કંડલા ઝોનની ખાનગી કંપનીમાં લાગી આગ
કચ્છ: કંડલા ઝોનની ખાનગી કંપનીમાં આગ લાગી છે. કાસેઝના યુનિટમાં આગ લાગતાં દોડાદોડી થઇ. મહાનગરપાલિકા સહિતના ઉાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પાંચ વધુ ફાયર ફાયટર આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ છે.
-
મહેસાણા: નાગલપુરમાં મંદિરની મૂર્તિઓ ખંડિત કરનાર સામે ફરિયાદ
મહેસાણા: નાગલપુરમાં મંદિરની મૂર્તિઓ ખંડિત કરનાર સામે ફરિયાદ દાખલ થઇ છે. ગામના તળાવ પાસે અજાણ્યા ઈસમે મંદિરની મૂર્તિઓ ખંડિત કરી હતી. હનુમાન મંદિર અને સાંઈ બાબા મંદિરની મૂર્તિઓ ખંડિત કરાઈ હતી. ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ. લોકોની લાગણી દુભાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. બી -ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી.
-
સુરત: ડિંડોલીમાં પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને સજા
સુરત: ડિંડોલીમાં પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને સજા ફટકારાઇ છે. કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. પિતા-પુત્રીના સંબંધોને લજવે તેવું ધ્રુણાસ્પદ કૃત્ય હોવાનું કોર્ટે જણાવ્યુ છે. કોર્ટે કહ્યુ આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઈ શકાય. નરાધમે પોતાની જ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતુ. કોર્ટ દ્વારા દાખલા રૂપ સજા ફટકારવામાં આવી.
-
ટ્રમ્પ અને PM મોદીએ વ્હાઈટ હાઉસમાં કરી મુલાકાત
અમેરિકા મુલાકાત બાદ મોદી ભારત આવવા રવાના થયા છે. ટ્રમ્પને ભારત આવવા માટે વડાપ્રધાને આમંત્રણ આપ્યું. ટ્રમ્પ અને મોદીએ વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી. ટ્રમ્પે ભારત અને નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી. PM અને ટ્રમ્પ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બાંગ્લાદેશ, ટેરિફ, AI, સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા થઇ. વડાપ્રધાને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી. 2030 સુધી 500 બિલિયન ડૉલરના વેપાર અંગે સહમતિ થઇ.
-
ભરૂચઃ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસને અલવિદા કરી
- ભરૂચઃ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસને અલવિદા કરી
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જાહેરાત કરી
- તેમને સપોર્ટ કરનાર કાર્યકરોનો પણ આભાર માન્યો
- પીડા અને વેદનાથી કોંગ્રેસ છોડ્યાની કરી વાત
-
બોટાદઃ મુખ્ય બજારમાં વેપારીઓ વચ્ચે માથાકૂટ
બોટાદઃ મુખ્ય બજારમાં વેપારીઓ વચ્ચે માથાકૂટ થયાનું સામે આવ્યુ છે. ગાંધી વડીયા શોપીંગમાં વેપારી વચ્ચે બબાલ થઇ છે. બોલાચાલી બાદ વેપારી સાથે મારામારી થઇ. મારામારીમાં પિતા-પુત્ર સહિત 3 લોકોને ઈજા થઇ છે. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. બન્ને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની પ્રાથમિક માહિતી છે.
Published On - Feb 14,2025 7:25 AM





