AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસ્યો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2026 | 8:01 AM
Share

Gujarat Live Updates આજ 13 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસ્યો વરસાદ

LIVE NEWS & UPDATES

  • 13 Sep 2026 08:01 AM (IST)

    વરસાદની આગાહી વચ્ચે અમરેલીના લાઠી, રાજુલા, જાફરાબાદ પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ

    અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી વચ્ચે સવારથી જ વરસદી માહોલ સર્જાયો છે. અમરેલીના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. રાજુલા, જાફરાબાદ પંથકમાં શહેર અને આસપાસ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વહેલી સવારે મોટાભાગે વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

  • 13 Sep 2026 07:59 AM (IST)

    ભાવનગરમાંથી નકલી PSI ઝડપાયા

    ભાવનગરના જવાહર મેદાનમાં નકલી પોલીસનો પર્દાફાશ, નકલી આઈકાર્ડ સાથે શખ્સ ઝડપાયો, ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળામાં નકલી પોલીસ બનીને ફરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગુજરાત પોલીસના આઈકાર્ડ સાથે એક શખ્સ મેળામાં ફરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • 13 Sep 2026 07:21 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વઘુ ઉકાઈમાં 12 ઈંચ

    ગુજરાતમાં શનિવાર 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ સવારના 6 વાગ્યાથી રવિવાર 13 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ઉકાઈમા્ં 12 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સાડા આઠ ઈંચ વરસાદ નોધાયો છે.

આજે 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Sep 13,2026 7:19 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">