AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં તિરંગા યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યની તબિયત લથડી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2025 | 9:57 PM

આજે 13 મે 2025ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 મેના મહત્વના સમાચાર : અમદાવાદમાં તિરંગા યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યની તબિયત લથડી

આજે 13 મે 2025ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 May 2025 08:17 PM (IST)

    અમદાવાદમાં તિરંગા યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યની તબિયત લથડી

    અમદાવાદમાં ભાજપના ઉપક્રમે યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન, ધારાસભ્યની તબિયત લથડી છે. વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની તબિયત એકાએક લથડવા પામી હતી. વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ચેક અપ કરવામાં આવ્યું હતું.

  • 13 May 2025 08:16 PM (IST)

    ડાંગના વઘઈ, આહવા તેમજ સાપુતારામાં વરસ્યો વરસાદ

    ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વઘઈ, આહવા તેમજ સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અસહય ગરમી બાદ સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

  • 13 May 2025 07:11 PM (IST)

    અમદાવાદમાં વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવીને તિરંગા પદયાત્રામાં જોડાતા CM ભૂપેન્દ્ર પટેલ

    જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા માટે ભાજપના ઉપક્રમે દેશભરમાં આજે 13મી મે થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાનગરપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી- ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા.

  • 13 May 2025 06:33 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને મળ્યાં હંગામી જામીન

    અમદાવાદની કુખ્યાત થયેલી ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે. કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે, કાર્તિક પટેલની હંગામી જમીન અરજી મંજૂર કરી છે. કાર્તિક પટેલે પોતાની જમીન વેચવા માટે હંગામી જામીન માંગ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે.

  • 13 May 2025 05:52 PM (IST)

    કાશ્મીર મુદ્દે ત્રીજા દેશની મધ્યસ્થતાની જરૂર નથી, પાકિસ્તાન PoK ભારતને સોંપેઃ વિદેશ વિભાગ

    ઓપરેશન સિંદૂરથી તબાહ થઈ ચૂકેલા પાકિસ્તાનને ભારતે આજે સ્પષ્ટ પણે જણાવી દિધુ છે કે, પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મીરનો હિસ્સો ( PoK) ભારતને પાછો સોંપી દે. વિદેશ વિભાગના પ્રવકત્તા જયસ્વાલે આજે ડીજીએમઓ દ્વારા થયેલ વાતચીતનો ચિતાર આપી રહ્યાં હતા. તેમણે અમેરિકાનુ નામ લીધા કહ્યું કે, કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે, આ મુદ્દે ત્રીજા દેશની મધ્યસ્થતાની કોઈ જ જરૂર નથી.

  • 13 May 2025 03:57 PM (IST)

    જો ફરી આતંકી હુમલો થયો તો પાકિસ્તાનને દાખલો બેસે તેવો હુમલો કરાશે

    જો પાકિસ્તાને ફરી આતંકી ગતીવિધિ કે સૈન્ય દુસાહસ દેખાડ્યુ તો જડબાતોડ જવાબ અપાશે. આ જવાબ આપણી રીતે  અપાશે. શૌર્ય, સાહસથી આપવામાં આવશે. દુશ્મનને યાદ અપાવવુ પડશે કે આ નવું ભારત છે. શાંતિ ઈચ્છે છે પણ માનવતા પર હુમલો થશે તો પ્રતિ હુમલો કરાશે.

  • 13 May 2025 03:55 PM (IST)

    આપણા હથિયારો-સાધનોનો મુકાબલો પાકિસ્તાન કરી શકે તમ નથીઃ પીએમ મોદી

    ઓપરેશનની સાથે જોડાયેલા તમામને જીતનો શ્રેય થાય છે. આજે આપણી પાસે એવા સાધનો છે જેનો પાકિસ્તાન મુકાબલો કરી શકે તેમ નથી. એરફોર્સ સહિત સેના પાસે દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી પહોચી છે. તેમે સિધ્ધ કરી આપ્યું છે કે તમે શ્રેષ્ઠ છો. હથિયારો જ નહી ડેટા અને ડ્રોન પણ દુશ્મનને થકવવા માટે કાર્યરત છે.

  • 13 May 2025 03:53 PM (IST)

    એસ 400 ભારતની નવી ઓળખ બની ચૂકયું છેઃ પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં મેનપાવરની સાથેસાથે મશીનનો સંયોગ પણ અદભૂત રહ્યો છે. આકાશ જેવા મેડ ઈન ઈન્ડિયા જેવા પ્લેટફોર્મ, એસ 400 જેવા ડિફેન્સ ક્ષેત્રે મજબૂત સુરક્ષા કવચ ભારતની ઓળખ બની ચૂક્યું છે.

  • 13 May 2025 03:51 PM (IST)

    હવે આતંકના આકાઓને અલગથી જોવામાં નહીં આવે

    ભારત પર હુમલાનો જવાબ ભારત એની રીતે આપશે. અણુબોંબની ધમકીને વશ નહીં થવાય, આતંકના આકાઓને અલગ અલગ નહીં જોવામાં આવે. દુનિયા પણ આ રીતે જ આગળ વધી રહી છે. સેનાએ સરહદ પર અને નેવીએ દરિયામાં મજબૂતી દર્શાવી, વાયુસેનાએ હુમલો કર્યો. બીએસએફ અદભુત ક્ષમતાનો દેખાવ કર્યો છે.

  • 13 May 2025 03:49 PM (IST)

    આતંક વિરુદ્ધ ભારતની લક્ષ્મણ રેખા હવે સ્પષ્ટ છે, જો ફરી હુમલો થશે તો ભારત ચોક્કસ જવાબ આપશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડ્રોન, યુએવી, મિસાઈલ આપણી એર ડિફેન્સ સિસ્ટમ સામે ઢેર થઈ ગયા. ભારતીય વાયુસેનાના વોરિયર્સનો હ્રદયથી આભાર માનુ છુ. તમે શાનદાર કામ કર્યું છે. આતંક વિરુદ્ધ ભારતની લક્ષ્મણ રેખા હવે એકદમ સ્પષ્ટ છે. હવે જો ફરી હુમલો થશે તો ભારત જવાબ આપશે ચોક્કસ જવાબ આપશે.

  • 13 May 2025 03:46 PM (IST)

    પાકિસ્તાનના નાપાક ઈરાદા-દુસાહસની હાર થઈ છેઃ પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝ પર વાયુસેનાના સૈનિકોને સંબોધતા કહ્યું કે, આપણુ લક્ષ્યાંક ટેરર હેડક્વાટર્સને ટાર્ગેટ કરવાનું હતું. પરંતુ પાકિસ્તાને સિવીલ એરલાઈન્સની ઢાલ બનાવી હતી. સિવીલ એરલાઈન્સને નિશાન બનાવ્યા વિના પાકિસ્તાનમાં તમે કમાલ કરી દેખાડી. લક્ષ્ય પર ખરા ઉતર્યા છો. આતંકી ઠેકાણો અને એરબેઝ જ તબાહ નથી થયા, નાપાક ઈરાદા, દુસાહસની હાર થઈ છે.

  • 13 May 2025 03:44 PM (IST)

    પાકિસ્તાનમાં આતંકીઓ રાહતનો શ્વાસ લઈ શકે તેવી એક પણ જગ્યા બાકી નથી રાખી, આખુ પાકિસ્તાન આપણા ડ્રોન-મિસાઈલના નિશાને છે

    ઓપરેશન સિંદૂરે સાબિત કરી આપ્યું છે કે, પાકિસ્તાનમાં હવે એક એવી પણ જગ્યા નથી કે જ્યા બેસીને રાહતનો શ્વાસ લઈ શકે. ઘરમાં ઘૂસીને મારીશુ. આપણા ડ્રોન, મિસાઈલ બાબતે વિચારીને કેટલાક દિવસ તો ઊંધ જ ના આવી. આપણી વાયુસેનાએ પાકિસ્તાનમાં એટલા અંદર જઈને ટાર્ગેટ કર્યા છે કે માત્ર 25 મીનીટમાં બધુ તબાહ કરી નાખ્યું.

  • 13 May 2025 03:41 PM (IST)

    ભારત તરફ નજર ઉઠાવવાનો અંજામ તબાહી, વિનાશ અને મહાવિનાશ છે

    ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને કચડી નાખ્યા, તેઓ કાયરની માફક સંતાઈ ગયા પણ તેમણે જેમને લલકારી છે તે હિંદની સેના છે. તમે સામેથી હુમલો કરીને માર્યા છે. આતંકના તમામ મોટા અડ્ડાઓને માટીમાં મેળવી નાખ્યા.  9 અડ્ડાઓ નષ્ટ કર્યા. 100 જેટલા આતંકી માર્યા ગ્યા. આતંકના આકાઓને હવે ખબર પડી ગઈ છે કે,  ભારત તરફ નજર ઉઠાવવાનો હવે એક જ અંજામ હશે તબાહી. વિનાશ અને મહાવિનાશ.

  • 13 May 2025 03:38 PM (IST)

    તમારા પરાક્રમને કારણે ઓપરેશન સિંદૂરની ગુંજ ખૂણે ખૂણે સંભળાઈ રહી છેઃ પીએમ મોદી

    તમારા પરાક્રમને કારણે ઓપરેશન સિંદૂરની ગુંજ દરેક ખૂણે સંભળાઈ રહી છે, તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ કોઈ સામાન્ય સૈન્ય અભિયાન નથી. ઓપરેશન સિંદૂર એ ભારતની નવી નીતિ, નિર્ણય અને નિયતનો ત્રીવેણી સંગમ છે. ભારત એ બુદ્ધની સાથે સાથે ગુરુ ગોવિંદસિંહની પણ ધરતી છે.

  • 13 May 2025 03:35 PM (IST)

    અનેક દશક બાદ ભારતના પરાક્રમની ચર્ચા થશે ત્યારે તમારી ચર્ચા થશે

    દરેક ભારતીયોનમ માથુ ગર્વથી ઉચુ કરી દીધુ છે. તમે ઈતિહાસ રચી દિધો છે. વીરના પગ ધરતી પર પડે છે તો ઘરતી ધન્ય થઈ જાય છે. જ્યારે વીરોના દર્શન કરાવની તક મળે ત્યારે જીવન ધન્ય થઈ જાય છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું. આજથી અનેક દશક બાદ જ્યારે ભારતના પરાક્રમની ચર્ચા થશે ત્યારે સૌથી પ્રમુખ અધ્યાય તમે અને તમારા સાથી હશે.

  • 13 May 2025 03:33 PM (IST)

    મિસાઈલ ટાર્ગેટ પર ત્રાટકે ત્યારે દુશ્મનને સંભળાય છે ભારત માતા કી જય : PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના આદમપુર એરબેઝ ખાતે જઈને વાયુસેનાના સૈનિકોને મળ્યા હતા. મોદીએ વાયુસેનાના જવાનોને સંબોધતા કહ્યું ખે, આપણી મિસાઈલ જ્યારે ટાર્ગેટ પર ટકરાય છે ત્યારે દુશ્મનને ભારત માતા કી જય સંભળાય છે.

  • 13 May 2025 02:58 PM (IST)

    ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાનોને દિલ્હીથી આવ્યું તેડું

    ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાનોને દિલ્હીથી આવ્યું તેડું. આગામી 25 મે દિલ્હી ખાતે ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા મંત્રીરાજસિંહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યપ્રધાનોને વડાપ્રધાન કરશે સંબોધન.

  • 13 May 2025 02:23 PM (IST)

    દેવભૂમિદ્વારકામાં વીજ પોલ પડતા બે શ્રમિકોના મોત

    દેવભૂમિદ્વારકા:વીજ પોલ પડતા બે શ્રમિકોના મોત થયા છે. દ્વારકા જિલ્લાના બજાણા ગામમાં વીજ પોલ ઉભો કરતી સમયે દુર્ઘટના બની. વીજ કંપનીનો પોલ અકસ્માતે શ્રમિક પર પડ્યો. અન્ય બે શ્રમિકો પણ ઘટનામાં ઘવાયા.

  • 13 May 2025 02:00 PM (IST)

    સાબરકાંઠાઃ હિંમતનગરમાં રોકડ ભરેલા થેલાની ચોરી

    સાબરકાંઠાઃ હિંમતનગરમાં રોકડ ભરેલા થેલાની ચોરી થઇ છે. ધોળે દિવસે 82 હજાર ભરેલા થેલાની ચોરી થઈ. નિવૃત્ત કર્મીઓના પેન્શનની રકમ, મંદિર ટ્રસ્ટની રકમની ચોરી થઇ. થેલાને મોપેડ પર મુકીને પાર્લર પર ખરીદી કરવા જતાં તે સમયે ચોરી થઇ. અજાણ્યો યુવક તકનો લાભ ઉઠાવી થેલો ઉઠાવી ફરાર થયો.

  • 13 May 2025 01:27 PM (IST)

    સુરક્ષાદળોએ લશ્કરે તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા

    જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઇ. જેમાં સુરક્ષાદળોએ લશ્કરે તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા. શોપિયાંમાં અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. સુરક્ષાદળ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ.

  • 13 May 2025 12:49 PM (IST)

    ખાણ ખનીજ વિભાગનાં બે અધિકારી લાંચ લેતા પકડાયા

    ખાણ ખનીજ વિભાગનાં બે અધિકારી લાંચ લેતા પકડાયા. રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે લાંચ માગી હતી. બે લાખની લાંચ લેતા બંને અધિકારી રંગેહાથ ઝડપાયા. લાંચિયા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી. આઇટી કર્મચારી કિરણ પરમાર પણ લાંચ લેતા ઝડપાયો. ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રીનું પણ નામ ખુલ્યું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ લાંચની રકમમાં ભાગ હોવાનું ખુલ્યું. ACBએ 2ની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા. લાંચિયા અધિકારીઓનાં ઘરે એન્ટી કરપ્શન બ્યુરો સર્ચ કરશે.

  • 13 May 2025 11:38 AM (IST)

    CBSE ધોરણ-12નું રિઝલ્ટ જાહેર, દીકરીઓએ મારી બાજી

  • 13 May 2025 11:19 AM (IST)

    મુંબઈઃ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

    મુંબઈઃ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા. ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા, વડાલા, વિક્રોલી, પવઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. માવઠાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટ્રાફિક જામને કારણે મુંબઈગરાઓને હાલાકી થઇ રહી છે. આગામી 24 કલાક મધ્યમથી હળવા વરસાદી ઝાપટાંની આગાહી છે.

  • 13 May 2025 10:23 AM (IST)

    પંજાબના અમૃતસરમાં પાંચ ગામોમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત

    પંજાબઃ અમૃતસરના મજીઠામાં ઝેરી દારૂ કાંડ થયો છે. પાંચ ગામોમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા. છ લોકોને ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે. પંજાબ પોલીસ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ચેકિંગ હાથ ધરાયુ છે. ઝેરી દારૂ કાંડના મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને સકંજામાં લીધા.

  • 13 May 2025 10:22 AM (IST)

    કચ્છઃ નખત્રાણામાં સમૂહલગ્નમાં મહંત પર જીવલેણ હુમલામાં 7 સામે ફરિયાદ

    કચ્છના નખત્રાણામાં ગુરુ ગરવા સમાજના સમૂહલગ્ન કાર્યક્રમ દરમિયાન મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હજારોની ભીડ વચ્ચે 7 શખ્સોએ મળીને મહંત પર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી તરીકે એડવોકેટ રમણિક ગરવાના નામ સહિત સાત વ્યક્તિઓ સામે નખત્રાણા પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

  • 13 May 2025 09:21 AM (IST)

    દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલી આશરે 135 ફ્લાઇટ્સ કેન્સલ

    ભારત-પાકિસ્તાન ટેન્શન વચ્ચે દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલી આશરે 135 ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. જેમાં 65 આવનારી અને 66 જનારી ઉડાનો હતો. વિદેશી એરલાયન્સ, જેમ કે અમેરિકી એરલાયન્સે પણ પોતાની કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને રદ્દ કરી છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે એરપોર્ટના ચાર રનવે અને બધા ટર્મિનલ કામ કરી રહ્યાં છે, પરંતુ એરસ્પેસમાં ફેરફારને કારણે ઘણી ફ્લાઇટ્સ પર અસર પડી છે. જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, ચંદીગઢ, જોધપુર, ધર્મશાલા જેવા નોર્થ ઈન્ડિયાના એરપોર્ટ પરથી ઉડાનો 10 મે સુધી રદ્દ કરી છે. એર ઈન્ડિયાએ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પણ દિલ્હી ડાયવર્ટ કરાઈ છે.

  • 13 May 2025 08:21 AM (IST)

    જામનગરમાં નાધેડી ગામમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી

    યુદ્ધની સ્થિતિ વચ્ચે સીઝફાયર છે.. જો કે, હજુ એલર્ટમોડ યથાવત્ છે. જામનગરમાં નાધેડી ગામમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. આકાશમાં શંકાસ્પદ રોશની દેખાતા ગામલોકોએ ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં, તેઓ દોડતા થયા હતા. જો કે, કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોને ગામના ખુલ્લા આકાશમાં ડ્રોન જેવી રોશની દેખાઈ હતી.. જે બાદ તેમણે સરપંચને જાણ કરી હતી. શંકાસ્પદ હિલચાલ અંગે સરપંચે સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં, જવાનો ત્વરિત સ્થળ પર પહોંચ્યા હતા. જો કે, આ કોઈ ડ્રોન ન હોવાની ખાતરી સુરક્ષા એજન્સીએ કરતાં ગામલોકોએ પણ રાહત અનુભવી. જો કે, લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઈ છે. સાથે જ ખોટી અફવા ન ફેલાવવાની પણ અપીલ કરી છે.

  • 13 May 2025 07:38 AM (IST)

    જૂનાગઢના ચોરવાડમાં થયેલી 2 ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો

    જૂનાગઢના ચોરવાડમાં થયેલી 2 ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. થોડા દિવસ પહેલા શાંતિપરા અને ગડુ ગામમાં થયેલી ચોરીના કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઇ છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 ચાંદીના સિક્કા, 6 મોબાઇલ અને ₹ 20 હજાર જપ્ત કર્યા છે. આરોપીઓએ 5 મેના રોજ ગડુ ગામે 77 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો  અને 7 મેના રોજ શાંતિપરા ગામે ઘરફોડ ચોરી કરી હતી.  જેની તપાસ કરતા આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે.

  • 13 May 2025 07:37 AM (IST)

    મહેસાણા : ફરી ખુલશે IELTS કૌભાંડ કેસ, ફરી થશે તપાસ

    મવર્ષ 2022 માં થયેલ IELTS કૌભાંડ કેસ થશે રિઓપન, તપાસ માટે સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે. તપાસ અધિકારી ડી એમ ચૌહાણ એ બી સમરી ભરી હતી. તપાસ અધિકારી વિરુદ્ધ પણ તપાસના આદેશ કરાયા. DGP દ્વારા કોમ્પેન્ટન્ટ પીઆઈ અથવા dysp ને વધુ તપાસ સોંપવા આદેશ. જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી કેસ રિઓપન કર્યો. તત્કાલીન એસપી અચલ ત્યાગીએ સમરીના હુકમને ચેલેન્જ કરવા આદેશ કરેલો.

Published On - May 13,2025 7:32 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">