AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 જુલાઈના મહત્વના સમાચાર : વડોદરા ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં તપાસ દરમિયાન નદીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2025 | 9:13 PM
Share

આજે 10 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10 જુલાઈના મહત્વના સમાચાર : વડોદરા ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં તપાસ દરમિયાન નદીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો

આજે 10 જુલાઈને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jul 2025 09:13 PM (IST)

    વડોદરા: ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના, તપાસ દરમિયાન નદીમાંથી મળ્યો વધુ એક મૃતદેહ

    • વડોદરામાં ગંભીર બ્રિજ ધરાશાયી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચ્યો છે.
    • તપાસ દરમિયાન નદીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો.
    • હજુ પણ બે લોકો લાપતા છે.
    • 10થી વધુ ટીમ હાલ સર્ચ ઓપરેશનમાં જોડાઈ.
    • બ્રિજ દુર્ઘટના મામલે 6 સભ્યોની કમિટી ઘટનાની તપાસ કરશે
    • અને 30 દિવસમાં સરકારને અહેવાલ સોંપશે.
  • 10 Jul 2025 06:26 PM (IST)

    અમદાવાદ જિલ્લામાં માર્ગ મકાન વિભાગે હાથ ધરેલા સર્વેમાં 15 બ્રિજ સલામત, 3 ક્ષતિગ્રસ્ત હોવાનો ખુલાસો 

    રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સર્વેમાં અમદાવાદ જિલ્લાના 15 બ્રિજ સંપૂર્ણ સલામત હોવાનો અહેવાલ સોંપવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં આવતા તમામ બ્રિજનો, ચોમાસા પૂર્વે જ પ્રિ મોન્સૂન સર્વે રિપોર્ટ સુપરત કરાયો હતો. આ રિપોર્ટમાં જિલ્લાના 3 બ્રિજ મધ્યમ ક્ષતિગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કરાયો છે. નદી ઉપરના 3 માંથી 2 સ્થળે હાઇલેવલ બ્રિજ બનાવવાની કામગીરીને સરકારની મંજૂરી આપી છે. એ સિવાય 3 માંથી 1 બ્રિજના સ્થળે હાઇ લેવલ બ્રિજ બનાવવાની પ્રક્રિયા મંજૂરી હેઠળ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 18 બ્રિજ આવેલા છે, જેમાંથી 16  મેજર અને 2 માઇનોર બ્રિજ છે. જેમાંથી 4 રેલવે લાઇન ઉપરથી પસાર થાય છે. નદી ઉપર બનાવાયેલા 4 મેજર અને 1 માઇનોર બ્રિજ 50 વર્ષ અને તેથી જૂના હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

  • 10 Jul 2025 06:21 PM (IST)

    જામનગરના ખીજડીયા અભયારણ્યમાં વન કર્મચારીઓ પર પશુપાલકોનો હુમલો, 5ને ઈજા

    જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં, આજ રોજ વન વિભાગના કર્મચારીઓ સાથે પશુ ચરાવવાને લઈ વિવાદ થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બનતાં 4 લોકોએ વન કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વન વિભાગના 5 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વન કર્મચારીઓને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખીજડીયા અભયારણ્ય એ સંવેદનશીલ પક્ષી સંરક્ષણ વિસ્તાર છે. જ્યાં પશુ ચરાવવા પર પ્રતિબંધ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં, પશુ પ્રાણી ચરાવવાના પ્રયાસને રોકવા ગયેલા વન કર્મચારીઓ પર કરાયેલા હુમલાને ગંભીર ગણીને પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.

  • 10 Jul 2025 06:18 PM (IST)

    ગીર સોમનાથના કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખની અધિકારીઓને ચિમકી, કાયદા અને બંધારણ મુજબ વર્તજો

    ગીર સોમનાથના કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખની અધિકારીઓને ચિમકી, કાયદા અને બંધારણ મુજબ વર્તજો, જો કિન્ના ખોરી દાખવશો તો કોંગ્રેસ સાખી નહીં લે. સંગઠીત થઈને લડશે.  આજે પુજા વંશનો જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. પદ ગ્રહણની સાથે જ પુંજા વંશની જિલ્લા વહીવટી તંત્રને જાહેર મંચ પરથી કાયદા અને બંધારણ મુજબ કામગીરી કરવા માટેની ટકોર કરવામાં આવી હતી. પ્રાચી તીર્થ મુકામે ગુરુ પૂર્ણિમાના દિવસે યોજાયો કાર્યક્રમ. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. પુંજા વંશે કાર્યકરોને સંગઠિત થઈ કોંગ્રેસને મજબૂત બનાવવા હાકલ કરી હતી.

  • 10 Jul 2025 03:33 PM (IST)

    ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 16 થયો

    ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થયો છે. આજે સવાર સુધી આ અકસ્માતમા કુલ મૃત્યુઆંક 15 હતો. પરંતુ સતત ચાલી રહેલ શોધખોળને કારણે, મહીસગાર નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પુલ દુર્ઘટનામા માર્યા ગયેલાઓનો આંક 16 થયો છે.

  • 10 Jul 2025 03:31 PM (IST)

    અમદાવાદ શહેરના આ 5 બ્રિજ છે જોખમી, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો

    બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો છે. સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ પુઅર કન્ડિશનમાં હોવાનું જણાવ્યું છે. મહાત્મા ગાંધી જૂનો બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રાક્ચરની હાલત ખરાબ છે. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.

  • 10 Jul 2025 03:08 PM (IST)

    પૂર્વ ધારાસભ્યે કર્યો આક્ષેપ, ચોપડે બ્રિજ બંધ, વાહનવ્યવહાર માટે ચાલુ-ચામડી બચાવવા તંત્રનો કીમિયો

    સુરેન્દ્રનગર જિલ્લાના અનેક બ્રિજ જર્જરિત હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્યે આક્ષેપ કર્યો છે. પાટડી જૈનાબાદ વચ્ચે આવેલો બ્રિજ ચોપડે બંધ પણ વાહનવ્યવહાર માટે ચાલુ હોવાનું તેમણે કહ્યું હતું. પૂર્વ ધારાસભ્યે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર આણંદ-વડોદરાના ગંભીરા પુલ જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન મોરબી તરફ જતા ટ્રેલરો પણ આ ચોપડે બંધ દેખાડેલા બ્રિજ ઉપરથી સડસડાટ પસાર થઈ રહ્યાં છે. તંત્રએ ટેકા માટે બોર્ડ લગાવી દીધું કે આ બ્રિજ ભારે વાહનો માટે બંધ છે પણ તે બોર્ડમાં લખેલ લખાણ કે સુચનાઓનો કોઈ અમલ થતો નથી. મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે એવુ પણ પૂર્વ ધારાસભ્યે જણાવ્યું હતું.

  • 10 Jul 2025 02:45 PM (IST)

    ગંભીરા પુલ તુટી પડ્યા બાદ સુરતના સાંસદ જાગ્યા, ONGC બ્રિજની ચકાસણી કરાવવા તંત્રને લખ્યો પત્ર

    આણંદ વડોદરાના ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે, સુરતના સાસંદે ઓએનજીસી બ્રિજની ચિંતા વ્યક્ત કરી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રમાં પત્ર લખી જણાવ્યું છે કે, ONGC બ્રિજ સાથે નાની મોટી અનેક દુર્ઘટના થયેલ છે. ONGC બ્રિજ સાથે ત્રણ વખત કોલસા ભરેલ જહાજો ટકરાયેલા હતા. ONGC બ્રિજ ના પિલર સાથે જહાજ ટકરાયેલા છે. ભૂતકાળમાં એક ટ્રકે અકસ્માતમાં રેલિંગ તોડી નાખી હતી. ONGC બ્રિજ પરથી અનેક ભારે વાહનો પસાર થાય છે.

  • 10 Jul 2025 02:09 PM (IST)

    વડોદરા: રેસ્ક્યૂ ટીમો માટે ઈમરજન્સી મેડિકલ ટીમ તૈનાત

    વડોદરા: રેસ્ક્યૂ ટીમો માટે ઈમરજન્સી મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય મુજપુરની ટીમ હાલ ઘટનાસ્થળે છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. NDRF, SDRF, સ્થાનિક તરવૈયાઓને ઈમરજન્સી સેવા અપાઈ. રેસ્ક્યૂ ટીમોના જવાનોને મેડિકલ ટીમ દ્વારા સેવાઓ પૂરી પડાઈ. જરૂર મુજબ દવાઓ, એનર્જી ડ્રિંક આપવામાં આવ્યા. કેટલાંક જવાનોને ઇજા થતા ટાંકા લેવાની પણ જરૂર પડી હતી.

  • 10 Jul 2025 01:53 PM (IST)

    રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર

    રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. યાંત્રિક રાઇડ્સ વગર જ લોકમેળો યોજાય તેવી શક્યતા છે. રાઇડ્સ સંચાલકો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે.

  • 10 Jul 2025 01:45 PM (IST)

    આગામી 3 દિવસ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે

    હવામાન વિભાગની આગાહી સામે આવી છે.  આગામી 3 દિવસ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 12 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં ગુજરાતને 2 સિસ્ટમ અસર કરશે. જેથી છૂટા છવાયા સ્થળ પર હળવા વરસાદનું અનુમાન છે. સિસ્ટમ નબળી પડતાં આગામી 3 દિવસ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ વરસ્યો છે.

  • 10 Jul 2025 01:08 PM (IST)

    રાજકોટ ડેરીએ વાર્ષિક નફામાંથી 60 કરોડ પશુપાલકોને ચૂકવ્યાં

    રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ડેરીએ વાર્ષિક નફામાંથી 60 કરોડ પશુપાલકોને ચૂકવ્યાં. ડેરીએ દૂધ દ્વારા વર્ષ 2024-25માં 80 કરોડનો નફો કર્યો હતો.નફામાંથી ડેરીએ 60 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવ્યાં. સંઘ સાથે જોડાયેલા 821 દૂધ મંડળીના 60 હજાર 590 પશુપાલકને લાભ થશે.પશુપાલકોને કિલો ફેટે 60 રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો.

  • 10 Jul 2025 01:05 PM (IST)

    મહેસાણાઃ બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 6 કિશોર ભાગ્યા

    મહેસાણાઃ બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 6 કિશોર ભાગી ગયા છે. હત્યા અને દુષ્કર્મમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ભાગ્યા. સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી કિશોર નાસી છૂટ્યા. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. એક-બે સિક્યુરિટી ગાર્ડના ભરોસે 60 જેટલા કિશોર હોવાનું સામે આવ્યુ છે. સિક્યુરિટી વધારવા અને 2 ગેટ લગાવવાની સૂચનાનો અમલ નહીં. બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો.

  • 10 Jul 2025 12:27 PM (IST)

    વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં

    વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી. CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા CMએ અધિકારીઓને સૂચના આપી. કમિટી બ્રિજ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક અહેવાલ સોંપે તેવી શક્યતા છે.

  • 10 Jul 2025 12:21 PM (IST)

    જામનગર: મીઠાઈના વેપારીએ આપઘાતનો કર્યો પ્રયાસ

    જામનગર: મીઠાઈના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. વેપારીએ પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મંદિરમાં લાયન્સ વાળી બંદૂકથી વેપારી પોતાને ગોળી મારી. વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વેપારીની સ્થિતિ ગંભીર હોવાથી આઈ.સી.યુ.માં દાખલ કરાયા. વેપારીએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તેનું કારણ અકબંધ છે.

  • 10 Jul 2025 11:35 AM (IST)

    ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 8 લોકો હજુ પણ ગૂમ

    વડોદરા: પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ 8 લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થનારાઓમાંથી 4 આણંદ જિલ્લાના બામણગામના વતની છે. ગૂમ થયેલા લોકોની તંત્ર દ્વારા યાદી જાહેર કરાઈ છે. 2ના મૃતદેહ મળ્યા પણ હજુ સુધી ઓળખ થઇ નથી. દુર્ઘટના બાદથી તંત્ર દ્વારા સર્ચ ઑપરેશન યથાવત છે. પરંતુ, હજુ સુધી અનેક લોકોની ભાળ મળી નથી.

  • 10 Jul 2025 10:46 AM (IST)

    ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્લીનું તેડું

    ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મહત્વની બેઠક માટે પહોંચ્યા છે, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને વિપક્ષના પૂર્વ નેતાઓ પણ હાજર રહેશે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ખાલી પડેલા પ્રદેશ અધ્યક્ષ પદ માટે આજની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર દિલ્હી રવાના થયા છે, જ્યારે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે. પાટીદાર અને OBC સમુદાયના આગેવાનો કોંગ્રેસની કમાન તેમના સમાજના નેતાને અપાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે, અને બેઠકમાં ગુજરાત કોંગ્રેસના આગલા સુકાની કોણ બનશે તે અંગે ચર્ચા થવાની સંભાવના છે.

  • 10 Jul 2025 10:09 AM (IST)

    રાજકોટ: તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ફરી ભડકો

    રાજકોટ: તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલમાં ચાર દિવસમાં 80 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2,380થી વધી 2,450 રૂપિયા થયો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,220થી વધી 2,300 રૂપિયા થયો. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં એકાએક કૃત્રિમ તેજી જોવા મળી રહી છે. જૂના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ ન કરવાનો નિયમ લાગુ થયો છે. નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી ઉભી થયાનું અનુમાન છે. નવા ડબ્બાનો પુરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ, મિલમાલિક મુંઝાયા.

  • 10 Jul 2025 10:07 AM (IST)

    ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાના જગતમંદિરે ભક્તોનું ઘોડાપૂર

    ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાના જગતમંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું. ગોમસી સ્નાન માટે પણ હકડેઠઠ માનવ મેદની જોવા મળી રહી છે. 56 સીડીએ ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી.

  • 10 Jul 2025 09:10 AM (IST)

    દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા

    દિલ્હી-NCRમાં સવારે 9 વાગીને 4 મિનિટ પર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઇ છે.

  • 10 Jul 2025 08:55 AM (IST)

    ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ

    વડોદરા: ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે. માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેરનો કમિટીમાં સમાવેશ થયો છે.

  • 10 Jul 2025 08:37 AM (IST)

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઝીંક્યો ટેરિફ બોમ્બ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ટ્રમ્પે 7 દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી. ટ્રમ્પે બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા ટેરિફ ઝીંક્યો. ઇરાક, અલ્જેરિયા અને લિબિયા પર 30 ટકા ટેરિફ, ફિલિપાઇન્સ, બ્રુનેઈ અને મોલ્ડોવા પર 25 ટકા ટેરિફ લાધ્યો.

  • 10 Jul 2025 08:35 AM (IST)

    અમદાવાદના રખિયાલ વિસ્તારમાં BRTS બસનો અકસ્માત

    અમદાવાદમાં રખિયાલમાં બળિયા દેવ મંદિર ચાર રસ્તા પાસે BRTSના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ બેકાબૂ બની ડિવાઇડર પર ચડી ગઇ અને રિક્ષા સાથે ધડાકાભેર અથડાઇ. અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એચ ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 10 Jul 2025 07:34 AM (IST)

    અમદાવાદ : DRI એ એરપોર્ટ પરથી ૨ કિલો મારિહુઆના ડ્રગ્સ જપ્ત કર્યું

    અમદાવાદ : DRI એ એરપોર્ટ પરથી ૨ કિલો મારિહુઆના ડ્રગ્સ જપ્ત કર્યું છે. બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી હાઇડ્રોપોનિક મારિહૂઆના પકડાયું. પેસેન્જરની ટ્રોલી બેગમાં સંતાડીને લાવવામાં ડ્રગ્સ આવ્યું હતું. ટ્રોલી બેગમાં 2 પેકેટમાં મારીહુઆના ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. DRI એ વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી.

Published On - Jul 10,2025 7:32 AM

g clip-path="url(#clip0_868_265)">