AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પોલીસે ડાયરો યોજીને કેવી રીતે સાયબર ફ્રોડથી બચવું તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2025 | 8:59 AM
Share

Gujarat Live Updates : આજ 21 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પોલીસે ડાયરો યોજીને કેવી રીતે સાયબર ફ્રોડથી બચવું તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરાયા

LIVE NEWS & UPDATES

  • 21 Dec 2025 08:59 AM (IST)

    પોલીસે ડાયરો યોજીને કેવી રીતે સાયબર ફ્રોડથી બચવું તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરાયા

    રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડના કેસ વધતા પોલીસે જાગૃતિ લાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા. ડિજિટલ છેતરપીંડી, ખોટી રીતે મોબાઈલમાં મેસેજ કરનાર વ્યક્તિઓને કઈ રીતે બ્લોક કરવા તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને ડાયરાના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ, સરપંચો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

  • 21 Dec 2025 08:37 AM (IST)

    બગીચાને બદલે શાકમાર્કેટ શરુ કરાતા સ્થાનિકોએ સુંદરકાંડના પાઠ કરીને કર્યો વિરોધ

    અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. બગીચાની જગ્યાએ શાક માર્કેટ શરૂ કરવાના તંત્રના નિર્ણય સામે આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.  સ્થાનિકોએ સુંદરકાંડના સામુહિક પાઠ કરી વિરોધ નોંધાવ્યો. શાકમાર્કેટના કારણે ટ્રાફિક અને ગંદકી સહિતના પ્રશ્નો ઉદ્દભવે એવી રજુઆત કરી હતી. અગાઉ નોટીફાઇડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી- વેલણ વગાડી વિરોધ નોંધાવાયો હતો.

  • 21 Dec 2025 07:48 AM (IST)

    દિલ્હીમાં AQI 400 ને પાર, ચોમેર છવાઈ ધુમ્મસની ચાદર

    આજે સવારે 6 વાગ્યે, દિલ્હીનો AQI 400 ને વટાવી ગયો હતો. CPCB અનુસાર, દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 438, ચાંદની ચોક વિસ્તારમાં 455, ITO વિસ્તારમાં 405, લોધી રોડ વિસ્તારમાં એક્યુઆઈ 359 અને વઝીરપુર વિસ્તારમાં 449 એક્યુઆઈ નોંધાયો હતો. જે અત્યંત ખરાબ માનવામાં આવે છે.

  • 21 Dec 2025 07:28 AM (IST)

    અભિનેત્રી નોરા ફતેહીનો મુંબઈમાં રોડ અકસ્માત

    અભિનેત્રી નોરા ફતેહીનો મુંબઈમાં રોડ અકસ્માત થયો હતો. જ્યારે તેમની કારને એક નશામાં ધૂત વાહનચાલકે ટક્કર મારી હતી. જોકે, તેને કોઈ ઈજા થઈ ન હતી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસે દારૂ પીધેલા વાહનચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધો છે.

આજે 21 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Dec 21,2025 7:28 AM

g clip-path="url(#clip0_868_265)">