AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

09 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદના ઇસ્કોનમાં દારૂની મહેફિલ મામલે પોલીસ એક્શનમા, કુલ 8 આરોપીઓ સકંજામાં, પોલીસ સ્ટેશન પાસે જ કરી હતી દારૂની રેલમછેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2025 | 9:16 PM
Share

આજ 09 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદના ઇસ્કોનમાં દારૂની મહેફિલ મામલે પોલીસ એક્શનમા, કુલ 8 આરોપીઓ સકંજામાં, પોલીસ સ્ટેશન પાસે જ કરી હતી દારૂની રેલમછેલ

આજે 09 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

કેનેડામાં સત્તાધારી લિબરલ પાર્ટીના નવા નેતાને આજે 09 માર્ચે તરીકે ચૂંટવામાં આવશે, જેઓ કેનેડા દેશના નવા વડાપ્રધાન તરીકે કાર્ય કરશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ આજે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ વનડે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Mar 2025 08:15 PM (IST)

    ભરૂચ: જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના

    • ભરૂચ: જંબુસરમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના
    • પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીની કરી ધરપકડ
    • રાતે યુવતી સૂતી હતી તે દરમિયાન ઘરમાં ઘૂસ્યા હતા આરોપીઓ
    • યુવતીનું મોઢું દબાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ
    • ઘટના બાદ ફરાર થયેલા બન્ને આરોપીની નડિયાદથી ધરપકડ
  • 09 Mar 2025 08:14 PM (IST)

    દાહોદના લોકપ્રિય ઢોલમેળાનો થયો પ્રારંભ

    ગુજરાતનો આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. ધૂળેટીના તહેવાર પહેલા યોજાતો ઢોલ મેળાનો દાહોદ જિલ્લામાં પ્રારંભ થયો છે. રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર વિશાળ ઢોલ મેળાનું આયોજન કરાયું. જેમાં આદિવાસી સમુદાય અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આદિવાસી સમાજમાં ઢોલનું અનેરુ મહત્વ છે.  મંગળ પ્રસંગ હોય કે દુઃખના દિવસો આદિવાસી સંસ્કૃતિમાં ઢોલનો ઉપયોગ જરૂર થાય છે. પણ આધુનિક યુગમાં ઢોલ ધીમે ધીમે લુપ્ત થતા જઈ રહ્યા છે.. ત્યારે ઢોલ જીવંત રહે તે માટે ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી યુવાઓ મેળામાં ઢોલના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા.

  • 09 Mar 2025 08:11 PM (IST)

    અમદાવાદઃ સગીરની જાતીય સતામણીનો કેસ

    • અમદાવાદઃ સગીરની જાતીય સતામણીનો કેસ
    • પૂછપરછ માટે લવાયેલા શખ્સ પર પોલીસ સ્ટેશન બહાર હુમલો
    • આરોપી પર પીડિત પરિવારનો હુમલો
    • ભોગ બનનારના વાલી અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી
    • ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીમાં રોષ
    • પોલીસ સ્ટેશનની અંદર ઝપાઝપીના દ્રશ્યો આવ્યા સામે
  • 09 Mar 2025 07:12 PM (IST)

    વડોદરાઃ માછીમાર પર મગરનો હુમલો

    • વડોદરાઃ માછીમાર પર મગરનો હુમલો
    • ઓરસંગ નદીકાંઠેથી આધેડને મગર પાણીમાં ખેંચી ગયો
    • ચાંદોદ નજીક ગામડી ગામે માછીમાર બન્યો ભોગ
    • ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
  • 09 Mar 2025 05:58 PM (IST)

    બોટાદમાં યોજાયુ રજપૂત સમાજનું સ્નેહમિલન

    પરશોત્તમ રૂપાલા સામેના આંદોલન બાદ ફરી એકવાર રાજપૂત સમાજે પોતાની જૂની માગણીને લઈને સ્નેહમિલન યોજયું છે. બોટાદના સાળંગપુર બી.એ.પી.એસ. મંદિર ખાતે રાજપૂત સમાજનું 12મું વાર્ષિક સ્નેહમિલન યોજાયું. જેમાં અલગ-અલગ 196 સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. સ્નેહ મિલન બાજ રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું કે સરકાર પાસે અમારી આઠ મુદ્દાઓની માગણી છે. જેમાં પદ્માવત ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવે, મહારાજા કૃષ્ણકુમાર સાહેબને ભારત રત્ન આપવાની માગણી તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રજવાડાનું મ્યૂઝીયમ બનાવાની માગણી સામેલ છે.

  • 09 Mar 2025 03:48 PM (IST)

    રાજ્યના 13 જિલ્લાઓમાં હીટવેવની આગાહી

    હજુ તો માર્ચ મહિનો અડધે પણ નથી પહોંચ્યો અને અત્યારથી જ ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 13 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

    આ ઉનાળામાં ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. અને તેની અસર તો માર્ચ મહિનો શરૂ થયો ત્યારથી જ વર્તાવા લાગી હતી. અને હવે ગરમીનો પારો વધતા હીટવેવની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. જેને પગલે કેટલાંક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આકરી ગરમીની શક્યતા વર્તાઈ રહી છે. તો ગુજરાતના 13 જિલ્લામાં હીટવેવનું હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

    આગામી 12 માર્ચ સુધી અનેક વિસ્તારોમાં હીટવેવની શંકા છે. 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તો 12 માર્ચે પણ કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર છે. તો 10 માર્ચના રોજ રાજ્યના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 09 Mar 2025 03:46 PM (IST)

    ADC બેન્કને 100 વર્ષ પૂર્ણ થવા પર યોજાયો કાર્યક્રમ

    • ADC બેન્કને 100 વર્ષ પૂર્ણ થવા પર યોજાયો કાર્યક્રમ
    • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી
    • બેંક શતાબ્દિ કરશે તેનો મને વિશ્વાસ હતોઃ અમિત શાહ
    • એક જ વર્ષમાં નફો કરીને ડિવિડન્ડ આપ્યુંઃ અમિત શાહ
    • “ADC બેન્ક ખેડૂતોની ચિંતા કરે છે”
    • “બેન્કે ગયા વર્ષે 100 કરોડનો નફો કર્યો”
    • “100 ટકા ઈ-બેન્કિંગ કરે છે ADC બેન્ક”
    • “થાપણદારોનો બેંકે વિશ્વાસ જીત્યો”
    • મંડળીઓને અનેક વિવિધ કામો સાથે જોડાવામાં આવી છે
    • મંડળીઓ મજબૂત ન થાય ત્યાં સુધી બેંક મજબૂત ન થઈ શકે
    • 572 જેટલી મંડળી અમદાવાદ જિલ્લામાં ચાલી રહી છે
    • “બેન્કે હજારો ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવી”
    • “5 વર્ષમાં 2 લાખ કો-ઓપરેટિવ સોસાયટીઓ વધી”
    • ADC બેંકના 200 વર્ષની ઉજવણી જેતલપુરમાં કરવાની ઈચ્છા
  • 09 Mar 2025 03:46 PM (IST)

    વિદેશની ધરતી પર હિન્દુ મંદિરો નિશાના પર

    • વિદેશની ધરતી પર હિન્દુ મંદિરો નિશાના પર
    • માર્ચ, 2025માં કેલિફોર્નિયામાં BAPS મંદિરમાં તોડફોડ
    • મંદિરની દિવાલો પર ભારત અને PM મોદી વિરોધી સૂત્રો
    • વિદેશ મંત્રાલયે સમગ્ર ઘટનાને વખોડી
    • સપ્ટેમ્બર 2024માં કેલિફોર્નિયામાં મંદિર બહાર હિન્દુ વિરોધી લખાણ
    • BAPS મંદિર બહાર “હિન્દુઓ પાછા જાવ”ના લખાણ
    • ઉપદ્રવીઓએ પાણીની લાઈનો પણ કાપી
    • સપ્ટેમ્બર, 2024માં ન્યૂયોર્કના મેલવિલેના મંદિરમાં તોડફોડ
    • BAPS સ્વામિનારાયણ મંદિર બહાર તોડફોડ
    • જુલાઈ 2023માં કેનેડાના એડમોન્ટનના BAPS મંદિરમાં તોડફોડ
    • મંદિર બહાર હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર
  • 09 Mar 2025 03:44 PM (IST)

    ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર

    • ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર
    • 13 જિલ્લામાં હીટવેવની આગાહી
    • હવામાન વિભાગે આગ વરસાવતી ગરમીની કરી આગાહી
    • ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી
    • સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી
    • કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી
    • અમદાવાદ, રાજકોટ, કચ્છ, જૂનાગઢમાં યલો એલર્ટ
    • અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ
    • બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વલસાડ અને સુરતમાં પણ યલો એલર્ટ
  • 09 Mar 2025 02:41 PM (IST)

    પાલિતાણા જૈન મંદિર પર ડોળી ઉપાડતા શ્રમિકોએ પાડી હડતાળ

    ભાવનગર જિલ્લાના તીર્થ નગરી પાલિતાણા જૈન મંદિર પર ડોળી ઉપાડતા શ્રમિકોએ પાડી હડતાળ. ફાગણ સુદ તેરસ નજીક છે, તેવામાં ડોળી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હડતાળ. શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોલી યુનિયન દ્વારા કરવામાં આવી હડતાળ. છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોળી એસોસિએશન એ કરી હડતાળ. અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોળી એસોસિએશનના પ્રમુખ નું કહેવું છે. જ્યાં સુધી આ સમસ્યા નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોળી કામદારો કરશે હડતાળ.

  • 09 Mar 2025 02:20 PM (IST)

    આ વર્ષે 71 તાલુકામાં નવા ગ્રંથાલય શરુ કરાશે, આદિજાતિ વિસ્તારમાં 53 ઈ-લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવાશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના દરેક તાલુકામાં વાંચન રસિકોને ઉત્તમ લાઇબ્રેરીની સુવિધા મળી રહે તે માટે સરકારે સુનિશ્ચિત કર્યુ છે. આ વર્ષના બજેટમાં 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂપિયા 16 કરોડ અને 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઈ-લાઇબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન કર્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.

  • 09 Mar 2025 01:02 PM (IST)

    ઇસ્કોન પોલીસ ચોકી પાસે જ નબીરાઓ દારૂની મહેફીલ માણતા હોવાનો વીડિયો વાયરલ ! એકની ધરપકડ

    અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફીલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા પર p નબીરાઓએ નશો કર્યા બાદ તેનો વીડિયો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ ચોકીની બાજૂમાં જ આવી પ્રવૃતિ થવાને કારણે અમદાવાદ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. પાંચ થી છ યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિકના તાલે દારૂની મહેફિલ માણી રહ્યા છે તેમ વીડિયોમાં જોઈ શકાય છે. દારૂની મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની ટીવી9 પુષ્ટિ કરતુ નથી. જો કે મોડેથી અમદાવાદના સેટેલાઈટ પોલીસે એક આરોપી ધરપકડ કરી હતી. અમિતસિંહ ડાભી નામના યુવકની ધરપકડ કરી છે.

  • 09 Mar 2025 12:59 PM (IST)

    મહેસાણા RTOનો સપાટો, એક જ રાતમાં 41 વાહનો 6 લાખનો દંડ ફટકાર્યો

    મહેસાણા RTOનો સપાટો, એક જ રાતમાં 41 વાહનો 6 લાખનો દંડ ફટકાર્યો છે. 41 વાહનો ને કુલ 5.97 લાખનો દંડ ફટકાર્યો. ટેક્સ ન ભરતા ડિફોલ્ટરો પર દંડો ઉગામ્યો છે આરટીઓ વિભાગે. બાકી ટેક્સ વાળા 11 ડિફોલ્ટર વાહનો ડિટેઇન કરાયા છે. કુલ 5 ટીમોએ આકસ્મિક ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્સ ડિફોલ્ટરોમાં ફફડાટ વ્યાપ્યો જવા પામ્યો છે. કાર્યવાહી બાદ સામેથી ટેક્સ ભરવાનું શરૂ થતાં એકાએક ટેક્સની આવક પણ વધી છે.

  • 09 Mar 2025 12:12 PM (IST)

    પોરબંદર અરબી સમુદ્રમાં ફિશિંગ બોટને વિશાળકાય જહાજે ટક્કર મારતા 4 માછીમારો લાપત્તા

    પોરબંદર અરબી સમુદ્રમાં વધુ એક ફિશિંગ બોટને જહાજે ટક્કર મારી 4 માછીમારો લાપતા થયા હોવાનો બનાવ બન્યો છે. વણાંકબારા બંદર થી 70 નોટિકલ માઈલ દૂર અજાણ્યા જહાજે ફિશિંગ બોટને ટક્કર મારી હતી. ફિશિંગ બોટને ટક્કર લાગતા બોટમાં સવાર માછીમારોમાંથી 4 માછીમારો લાપતા બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશન માં અજાણ્યા મોટા જહાજે ફિશિંગ બોટને લાખો રૂપિયાની નુકશાની કરી ટક્કર મારી, 4 માછીમારો સમુદ્રમાં લાપતા બન્યાની નોંધાવી ફરિયાદ.

    પોરબંદર નવીબંદર પોલીસે બોટ ચાલકની ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી છે. ગઈકાલે પણ સમુદ્રમાં એ બીજલી નામની ફિશિંગ બોટ સાથે અજાણ્યા જહાજે ટક્કર મારી લાખોની નુકશાન કર્યું હતુ ત્યાં આજે વધુ એક જહાજે બોટને ટક્કર મારી અજાણ્યું જહાજ નાસી જતા માછીમારોમા ફફડાટ જોવા મળી રહ્યો છે.

  • 09 Mar 2025 12:10 PM (IST)

    સુરતમા માલિકની જાણ બહાર જ મેનેજરે 3 લાખનું કાપડ વેચી માર્યું

    ઈચ્છાપોરમાં મેનેજરે, કારખાનાના માલિક સાથે જ રૂપિયા 3 લાખની છેતરપિંડી કરી છે. કારખાનાના મેનેજરે ફરિયાદી એવા માલિકની જાણ બહાર બારોબાર કાપડ વેચી નાંખ્યું હતું. કાપડનું ઓડિટ કરતા ફરિયાદી એવા કારખાનાના માલિકને શંકા ગઈ હતી જેથી તેણે અંદર ખાને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે ઉપરાંત મેનેજર બંટી પણ ઓડિટ બાદ કારખાનામાં આવતો બંધ થઈ ગયો હતો. તેની સાથે વાત કરતા તેણે જ આ કામ કર્યું છે તેવું સ્વીકાર્યું હતું પૈસા આપી દઈશ એમ કહ્યું હતું. પરંતુ આજદિન સુધી પૈસા પરત ન મળતા ફરિયાદીએ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં મેનેજર બંટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

  • 09 Mar 2025 10:45 AM (IST)

    અમેરિકાના કેલિફોર્નિયામાં BAPS હિન્દુ મંદિરમાં તોડફોડ

    અમેરિકાના કેલિફોર્નિયાના ચિનો હિલ્સ સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી.

  • 09 Mar 2025 10:18 AM (IST)

    રાહુલ ગાંધીને 20 વર્ષ મોડી ખબર પડી કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપના એજન્ટ છેઃ ગોપાલ ઈટાલિયા

    રાહુલ ગાંધીએ કોંગ્રેસના અમુક નેતા ભાજપ સાથે મળ્યા હોવાનું વિસ્ફોટક નિવેદનને આમ આદમી પાર્ટી દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાએ આ બાબતે કહ્યું કે, રાહુલ ગાંધીને આ બાબતની જાણ કમ સે કમ વીસ વર્ષ મોડા થઈ છે. ભાજપના એજન્ટો બની કોંગ્રેસના નેતાઓ જે ધંધો કરી રહ્યા છે, એ વીસ વર્ષ મોડી ખબર પડી છે. પણ જાગ્યા ત્યાંથી સવાર એ કહેવત સાર્થક કરે. જો ખરેખર રાહુલ ગાંધીને ગુજરાતની જનતાની ,ખેડૂતો,વેપારીઓની ચિંતા હોય તો, કોંગ્રેસના જે જે લોકો ભાજપના એજન્ટ બની કામ કરે છે એમને એક અઠવાડિયાં ઘર ભેગા કરી દેવાનું કાર્ય કરશે તો લોકોને ભાજપની ચુંગાલમાંથી છૂટવાનો રસ્તો મળશે.

  • 09 Mar 2025 08:27 AM (IST)

    ભાવનગર રેગિંગ કેસ- ચાર ડોકટર સસ્પેન્ડ, કુલ નવ સામે નોંધાયો ગુન્હો

    ભાવનગર શહેરમાં મેડિકલ કોલેજના ત્રણ જુનિયર ડોક્ટર સાથે પાંચ કલાક સુધી રેગિંગની ઘટના બનતા ચકચાર મચી છે. બનાવ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તાત્કાલિક અસરથી ચાર ડોક્ટર મિલન કાકલોતર, નરેન ચૌધરી, પિયુષ ચૌહાણ અને મન પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આયોજનની અને instagram માં બનાવેલ પેજ બાબતે દાઝ રાખી રેગીગ કરવામાં આવ્યું હતું. સિનિયર ડોક્ટર સહિત કુલ નવ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. તમામની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

  • 09 Mar 2025 08:24 AM (IST)

    દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

    દાહોદ એ ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. ગોધરા ACB એ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે.

  • 09 Mar 2025 08:23 AM (IST)

    ગુજરાતમાં યોજાયેલ લોકઅદાલતમાં 7,03,517 કેસનો નિકાલ, દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો આવ્યો ઉકેલ

    ગુજરાતની લોક અદાલતના ઇતિહાસ નું સર્વ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં યોજાયું હતું. આ લોક અદાલતનો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. લોક અદાલતમાં, પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓનો સમાધાન કરી વલણથી નિકાલ કરાયો છે. દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડની શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધ્યોગિક તકરારો અંગેના કેસો પણ મુકાયા હતા. 13,02,486 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 703517 કેસોનો સુખદ નિવેડો આવ્યો છે. આશરે રૂપિયા 2743  કરોડના એવોર્ડ મુકરર કરાયા હતા. કુલ 437797પ્રિ-લિટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થવા પામ્યું છે. જેમાં રૂપિયા 75.39 કરોડના એવોર્ડ મુકરર કરાયા છે. ઇ-ચલણના કુલ 380789 કેસો પૂરા થયા છે. જેમાં રૂપિયા 18.80 કરોડ વસૂલી કરાઈ હતી. દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવના માર્ગદર્શન માં લોક અદાલતનું થયું હતું આયોજન.

  • 09 Mar 2025 07:28 AM (IST)

    આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ

    ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ આજે દુબઈ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ વનડે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

  • 09 Mar 2025 07:26 AM (IST)

    મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના (GBS) કુલ 225 કેસ નોંધાયા, જેમાં 12 લોકોના મોત થયા

    મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કુલ 225 કેસ નોંધાયા છે, જેમાંથી 197ની પુષ્ટિ થઈ છે અને 28 શંકાસ્પદ છે.

Published On - Mar 09,2025 7:26 AM

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">