08 નવેમ્બરના મહત્વના સમાચાર : અભિનેતા સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેસેજ મળ્યો, મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં કર્યો મેસેજ
આજે 08 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
સલમાન ખાનને ફરી મળી ધમકી, કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ વિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આ સમૃદ્ધ સંદેશ આવ્યો છે. શાહરૂખ ખાનને ગઈ કાલે ધમકી મળી હતી. ફૈઝાન નામના વ્યક્તિએ તેને આ ધમકી આપી હતી. જોકે, મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.
A threat message for Actor Salman Khan from the Lawrence Bishnoi gang was received at the Mumbai Traffic Control Room last night. A case has been registered against an unknown person by Worli Police. Investigation underway: Mumbai Police #SalmanKhan #lawrencebishnoigang…
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2024
-
J-K ના સોપોરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઓપરેશન ચાલુ છે.
-
-
ગોધરા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં લાલિયાવાડી
પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે. શિવમ ઓર્થોપેડિક ખાનગી હોસ્પિલમાં નગરપાલિકાની ટીમે તપાસ કરી હતી. હોસ્પિટલના પાર્કિગમાં વોર્ડ ઊભા કરીને દર્દીઓને સારવાર અપાતી હતી. નગરપાલિકા પ્રમુખનો આરોપ છે કે હોસ્પિટલમાં નિયમ મુજબ વ્યવસ્થા નથી. નગરપાલિકાએ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને માટે બેઝમેન્ટમાં વોર્ડ ઊભો કરીને સારવાર આપવામાં આવે છે.
-
સુરત : કાર ચાલકે 2 વર્ષના માસૂમને કચડ્યો
સુરતના અલથાણ વિસ્તારમાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો. સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને અડફેટે લીધો. અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલ પોલીસને હાજર મહિલાઓએ ઘેરી લીધી હતી. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
ક્યૂબામાંરાફેલ વાવાઝોડાએ તબાહી મચાવી છે. 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઇ હતી. ટ્રુડો સરકારનું વધુ એક ભારત વિરોધી પગલું. ઓસ્ટ્રેલિયાની ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો. MEA કડક શબ્દોમાં ઝાટકણી કાઢી. ઓસ્ટ્રેલિયાઇ ચેનલે જયશંકરનું ઇન્ટરવ્યું દર્શાવ્યું હતું. ટ્રમ્પ સરકારમાં પટેલની એન્ટ્રી થઇ. ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ CIA ચીફ બની શકે છે. ટ્રમ્પના વફાદારોમાં ગણતરી થાય છે. ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદે ગણાશે. સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. આતંક વિરૂદ્ધ હવે આરપારની લડાઇ. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, આતંકવાદને જડમૂળથી ઉખાડવા પ્રતિબદ્ધ છીએ. પ્રદુષણ મુદ્દે સુપ્રીમની ફટકાર બાદ કેન્દ્રનો મોટો નિર્ણય. પરાળ બાળતાં ખેડૂતોને 30 હજારનો દંડ થશે. દંડની રકમમાં બમણો વધારો.
Published On - Nov 08,2024 7:46 AM