08 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
આજે 08 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 08 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
ગૃહપ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદા સુભાષ ચોક સ્થિત ભીડ ભંજન હનુમાનજીના દર્શન કર્યાં હતા. રક્ષા બંધનના પર્વને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી છે ગુજરાતના પ્રવાસે. 8, 9 અને 10 ઓગસ્ટના 3 દિવસના ગુજરાત પ્રવાસે છે અમિત શાહ.
-
ગુજરાત ATS એ બોગસ વિઝા બનાવનારા 4ની કરી ધરપકડ
ગુજરાત ATS એ બોગસ વિઝા બનાવી આપતા 4 આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર અને અમદાવાદના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર , મનિષ ઉર્ફે કુમાર પટેલ અને તબરેજ ગુલામ રસુલ કાશ્મીરીની ધરપકડ કરવામાં આવી છે. અરજદારો પાસેથી રૂપિયા 41 લાખની રકમ લઈ બોગસ વિઝા બનાવી આપ્યા હતા.અરજદારોએ લગઝમબર્ગની એમ્બેસીમાં વિઝાની ખરાઈ કરતાં વિઝા બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
-
-
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી ટેલિફોનિક વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું.
-
કર્ણાટકમાં 45 લાખની ચાંદીની લૂંટ કરનારા 4 આરોપી ડીસામાંથી પકડાયા
બનાસકાંઠાના પાલનપુર પોલીસે, 45 લાખથી વધુની ચાંદીની લૂંટના આરોપીઓને પકડી પાડ્યા છે. બનાસકાંઠાના ચાર આરોપીઓએ કર્ણાટકના મૈસુરમાં 45 લાખથી વધુની ચાંદીની ચલાવી હતી લૂંટ. મૈસુરમાં સિક્યુરિટીને રિવોલ્વર બતાવી અને ચાર ઈસમોએ ચાંદીની ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ ચલાવી હતી. બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાડી, પિસ્તોલ, મેગેઝીન અને 30,000 રોકડા જપ્ત કર્યા છે. જ્યારે આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા.
-
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કરની જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કરની જામીન અરજીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ હવે આગામી 22 ઓગસ્ટના રોજ 3 સાક્ષીને તપાસવામાં આવશે. ચાર્જશીટ મુજબ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જે.પી.શાહ, ડો. એસ.ડી.ભુવા અને ડો. વી.જે.અઘેરાને તપાસવામાં આવશે. 22 ઓગસ્ટના રોજ ત્રણેય ડોક્ટર પોતે કરેલા પોસ્ટમોર્ટમ અંગે જાણકારી કોર્ટ સમક્ષ જણાવશે. આજ રોજ તમામ આરોપી દ્વારા સરકાર તરફે રજૂ થયેલ કેસ લગતા ડોક્યુમેન્ટ કબૂલ ના હોવાની લેખિત જાણ કરી. અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે તો મને પણ જામીન પર મુક્ત કરવો જોઈએ તેવી દલીલ ધવલ ઠક્કરના વકીલે કરતા કોર્ટે જામીન અરજી ફગાવી. ધવલ ઠક્કર TRP ગેમઝોનની ધવલ કોર્પોરેશન પેઢીનો છે પ્રોપ્રાઇટર, એટલે કે મુખ્ય આરોપીઓ પૈકીનો એક આરોપી છે ધવલ ઠક્કર.
-
-
વર્ષ 2017-18માં આવેલા પૂરથી જે ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયુ હોય તેને પાકવીમાની રકમ ચૂકવવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોને લગતો આપ્યો મહત્વનો ચૂકાદો. 2017-18માં પૂરને કારણે ખરીફ પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાના ખેડૂતોને મળશે લાભ. ખેડૂતોને 8 % વ્યાજ સાથે સાત કરોડ ઉપરાંતની રકમ વીમા કંપનીએ આપવી પડશે. 15000 જેટલા ખેડૂતોને પાક નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે.
ખેડૂતોને લગતા મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર વિગતે જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
-
ટ્રમ્પ – અમેરિકાના આ નિર્ણયથી સોનાના ભાવ ભડકે બળશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી છે. હવે અમેરિકા કસ્ટમ વિભાગે, સોનાની કેટેગરીમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ભારત સહિત વિશ્વમાં સોનાના ભાવમાં ભડકો થઈ શકે છે.
આ સમાચાર અંગે વધુ વિગતો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
-
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ, ગજીપત્તાનો જુગાર રમાડવામાં કરાતો હતો ટેકનોલોજીનો ઉપયોગ
રાજકોટ ક્રાઈમ બ્રાંચે, ગજીપત્તાના જુગારના સાધનો પકડી પાડ્યા છે. આ એવા ગંજીપાના હતા જેને મોબાઈલ એપમાં સ્કેન કરેલા હતા. સાથોસાથ દરેક ગંજીપાના ઉપર કેમિકલ નાખેલ હતું. જે આંખ ઉપર લેન્સ પહેરવાથી સામેવાળાન તમામ ગંજીપાના જોઈ શકાય.
આ સમાચાર વાંચવા અને વીડિયો જોવા માટે આપ અહીં ક્લિક કરો.
-
રાજકોટ : વાવડી વિસ્તારમાંથી કેમિકલયુક્ત ગંજીપાનાનો મોટો જથ્થો જપ્ત
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કેમિકલયુક્ત ગંજીપાનાનું મોટું કૌભાંડ પકડ્યુ છે. આ ગંજીપાનામાં ખાસ પ્રકારની ચીપ લગાવાઈ હતી, જેના દ્વારા સામે વાળા ખેલાડીના પત્તા વિશે માહિતી મેળવી શકાય એવી વ્યવસ્થા હતી. આરોપીઓ કોન્ટેક્ટ લેન્સની મદદથી પત્તાની ઓળખ કરી કોણ જીતશે તે પહેલાં જ જાણી જતાં. ક્રાઈમ બ્રાન્ચે ગંજીપાના જથ્થા સાથે સાથે 4 મોબાઈલ ફોન અને 75 કોન્ટેક્ટ લેન્સ પણ જપ્ત કર્યા છે. પોલીસે સમગ્ર ગોઠવણના પાર્શ્વમાં રહેલા તત્વોની શોધખોળ શરૂ કરી છે.
-
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ, 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 26થી 30 ઓગસ્ટ વચ્ચે પણ રાજ્યના કેટલીક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમ્યાન અતિભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
-
અમદાવાદ: મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ
અમદાવાદના મણિનગરમાં આવેલી એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે DEO કચેરીએ ભલામણ કરાઇ છે. કચેરીના નિરીક્ષણ દરમિયાન શાળાની અનેક ખામીઓ સામે આવી છે. શાળા વેકેશન દરમ્યાન JEE અને NEETના ક્લાસ ચલાવે છે તે પણ જાણવામાં આવ્યું છે. નિરીક્ષણમાં શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું પણ જણાયું છે. વધુમાં, શાળાએ મંજૂરી દરમિયાન દર્શાવેલું મેદાન બદલ્યું હોવાનો ખુલાસો થયો છે અને હાલ જે મેદાન શાળાએ દર્શાવ્યો છે તે શાળાના સંલગ્ન નથી તે પણ સામે આવ્યું છે. ખૂલાસો માંગવામાં આવ્યા છતાં શાળાએ યોગ્ય જવાબ ન આપતાં DEO કચેરીએ માન્યતા રદ કરવાની ભલામણ કરી છે.
-
રાજકોટ: ફર્ન હોટલમાં જુગારધામ ઝડપાયું
પોલીસે દરોડા પાડીને રાજકોટના ફર્ન હોટલમાં ત્રણ દિવસથી ચાલી રહેલું જુગારધામ ઝડપ્યું છે. PCBની ટીમે કાર્યવાહી કરીને દિલ્હીના વેપારીઓ સહિત કુલ 5 શખ્સોને જુગાર રમતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ હોટલના રૂમમાં જુગાર રમતાં હતાં. પોલીસ હવે હોટલના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આખા રેકેટ પાછળ રહેલા લોકો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
-
વડોદરા: સુભાનપુરા વિસ્તારમાં જાહેરમાં મારામારી
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થઈ, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારીમાં ફેરવાઈ હતી. જાહેરમાં બનેલી આ ઘટનામાં હંગામો સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચી જે તે સમયે બબાલ કરનારા 12 શખ્સોની ધરપકડ કરી હતી. મારામારીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસએ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
-
ખેડાઃ કેનાલમાં ખાબકેલી કારનું 17 કલાક બાદ રેસ્ક્યૂ
ખેડાઃ કેનાલમાં ખાબકેલી કારનું 17 કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન થયુ, 17 કલાકની જહેમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી. ગઈકાલે કપડવંજ સાલોડ નજીક કેનાલમાં કાર ખાબકી હતી. હજુ સુધી કારચાલકની ભાળ નથી મળી.
-
વડોદરાઃ સર્પ દંશથી પ્રાણી ફાઉન્ડેશનના રેસ્ક્યુઅરનું મોત
વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામે ઘરમાં ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યૂ કરવા માટે પહોંચ્યા હતા.તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લીધુ હતું પરંતુ આ દરમિયાન ચુક થતા સાપે તેમના હાથ પર દંશ માર્યો હતો..ગ્રામજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું..અશોક પટેલે અત્યાર સુધીમાં અંદાજે 2000થી વધુ સાપ, મગર અને અન્ય ઝેરી જીવોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા.
-
ગુજરાતને થોડા દિવસ સુધી રોજ 8થી 10 મેટ્રિક ટન જથ્થો મળતો રહેશે
ગુજરાતમાં ખાતરની અછતને લઈ રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ખાતરનું નવું જથ્થો મોકલવાનું શરૂ કર્યું છે, જેમાંથી પ્રાથમિકતાએ અછતવાળા જિલ્લાઓને જથ્થો મોકલવામાં આવશે. મળતી માહિતી મુજબ, ગુજરાતને આગામી કેટલાક દિવસો સુધી રોજના 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે. હાલમાં રાજ્યના વિવિધ કેન્દ્રો પર કુલ 1 લાખ મેટ્રિક ટન જેટલું ખાતર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે ખાતર વિતરણ અને અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ કંટ્રોલ રૂમ ઉભા કર્યા છે. ખેડૂતોએ ખાતર માટે કોઈ અડચણ હોય તો તેઓ આ કંટ્રોલ રૂમના નંબર પર ફોન કરી માહિતી મેળવી શકે છે તથા મદદની માંગણી કરી શકે છે.
-
અબડાસાની યુવતી જેહાદમાં ફસાઈ હોવાનો પરિવારનો આક્ષેપ
કચ્છના અબડાસાની યુવતી જેહાદમાં ફસાઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. ખારુઆ ગામની યુવતી લવ જેહાદમાં ફસાઈ હોવાના આક્ષેપથી ચકચાર મચી જવા પામી છે. પરિવારનો આક્ષેપ છે કે વિધર્મી યુવક યુવતીને ભગાડી ગયો હતો. જેના 1 મહિના બાદ પણ યુવતી ન મળતા. યુવતીના પરિવારે હિન્દુ સમાજ સાથે રેલી યોજીને કલેક્ટરને આવદેન પાઠવ્યું હતું અને પોલીસ માત્ર આશ્વાસન આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવટી દસ્તાવેજોના આધારે લગ્ન કર્યા હોવાનો આરોપ છે અને કોઈ મોટું સંગઠન ષડયંત્રને અંજામ આપી રહ્યો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ત્યારે પોલીસ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે નહીંતર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
-
બનાસકાંઠા: થરાદના મુખ્ય બજારમાં કાપડની દુકાનમાં ચોરી
બનાસકાંઠા જિલ્લાના થરાદના મુખ્ય બજારમાં આવેલ કાપડની દુકાનમાં મોડી રાતે તસ્કરોએ ઘૂસીને રોકડ, ચાંદીના સિક્કા અને કાપડ મળી કુલ રૂ. 1.71 લાખથી વધુની ચોરી કરી હતી. ચોર ટોળકીએ દુકાનના ધાબા પર આવેલા દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટના બાદ દુકાન માલિકે તસ્કરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ દળે આગળની તપાસ શરૂ કરી છે.
-
જામનગર: ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપી ઝડપાયો
જામનગરમાં ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા પડાવનાર આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ વિભાગે રાજસ્થાનના ટીમરી ગામથી આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ જાતને અધિકારી જણાવી વૃદ્ધને જણાવ્યું કે તેમના પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને તેમને ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. આ બહાનાથી તેણે વૃદ્ધ પાસેથી રૂ. 26.90 લાખની ઠગાઈ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે અને તેની રિમાન્ડની માગણી કરવામાં આવી છે.
-
મોરબી: માળીયા-કચ્છ હાઈવે પર ગમખ્વાર અક્સ્માત, 4ના મોત
મોરબી જિલ્લાના માળીયા-કચ્છ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અથડામણ થઈ. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે, જેમાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પણ સામેલ છે. અકસ્માતમાં અન્ય આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ
ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સોમનાથ કોરિડોર માટે જમીન સંપાદન સામે સ્થાનિકોનો વિરોધ છે. જમીન સંપાદનના કારણે અનેક હોટેલ અને જમીન માલિકોને અસર થવાની શક્યત છે જેના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ આ મુદ્દે સ્થાનિકોને મળીને તેમની રજૂઆત સાંભળી હતી. ધારાસભ્યએ સ્થાનિકોને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે તંત્ર સુધી તેમની વાત પહોંચાડશે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો તંત્ર અને સ્થાનિકો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવશે, જેથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવી શકાય.
-
.ગુજરાત NIAની ટીમના હરિયાણા અને પંજાબમાં 4 સ્થળે દરોડા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી થઇ છે. ગુજરાત NIAની ટીમે હરિયાણા અને પંજાબમાં 4 સ્થળે દરોડા પાડ્યા છે. હરિયાણાના 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published On - Aug 08,2025 7:27 AM