AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પે ફોડ્યો વધુ એક બોમ્બ, ભારતમાં સોનુ વધુ 10,000 મોંધુ થઈ શકે

સોના-ચાંદી ક્ષેત્રના નિષ્ણાતોના મતે, સોનાના ટેરિફના સમાચાર પછી, આગામી એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 100 થી 150 ડોલરનો વધારો જોવા મળી શકે છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પહેલાથી જ વધી ગયા છે અને કોમેક્સ બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

ટ્રમ્પે ફોડ્યો વધુ એક બોમ્બ, ભારતમાં સોનુ વધુ 10,000 મોંધુ થઈ શકે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2025 | 4:14 PM
Share

યુએસ સરકારે એક કિલો અને 100 ઔંસના સોનાના બાર પર ડ્યુટી લાદવાનું શરૂ કર્યું છે. મીડિયા અહેવાલ મુજબ, આ નિર્ણય લાંબા સમયથી ચાલતા વેપાર માર્ગોને અસર કરી શકે છે અને સ્વિટ્ઝર્લૅન્ડથી યુએસ સુધીનો સોના અને ચાંદીનો વ્યવાર ખોરવાઈ શકે છે.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) ના 31 જુલાઈના નિર્ણય મુજબ, સોનાના બારની કેટેગરી ચેન્જ કરવામાં આવી છે. સોનાના બાર હવે કેટેગરી કોડ 7108.13.5500 હેઠળ આવશે, જેના પર ડ્યુટી લાગુ પડે છે. આ પુનઃવર્ગીકરણથી અગાઉની આશાઓ પર પાણી ફરી વળ્યું છે કે આવી આયાતોને કોડ 7108.12.10 હેઠળ મુક્તિ આપવામાં આવશે. જે સોનાના બારની એકમાત્ર શ્રેણી છે જેના પર હાલમાં કોઈ કર લાગતો નથી.

આ ફેરફારની જાણ સૌપ્રથમ ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા કરવામાં આવી હતી, અને તેની સૌથી મોટી અસર સ્વિટ્ઝર્લૅન્ડ પર થવાની ધારણા છે. સ્વિટ્ઝર્લૅન્ડ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ રિફાઇનિંગ હબ છે અને અમેરિકાને સોના અને ચાંદીનો મુખ્ય સપ્લાયર છે.

નિષ્ણાતોના મતે, આ સમાચાર પછી, આગામી એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 100 થી 150 ડોલરનો વધારો જોવા મળી શકે છે. જ્યારે, ભારતના વાયદા બજારમાં 10 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો પહેલાથી જ જોવા મળી ચૂક્યો છે અને કોમેક્સ બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ચાલો તમને તેના વિશે પણ વિગતવાર જણાવીએ.

ટેરિફથી સ્વિટ્ઝર્લૅન્ડને મોટો ફટકો

વોશિંગ્ટન અને બર્ન વચ્ચેના સંબંધો તાજેતરમાં બગડ્યા છે. ગયા અઠવાડિયે જ, અમેરિકાએ સ્વિટ્ઝર્લૅન્ડથી થતી તમામ આયાત પર 39 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આમાં સોનું પણ સામેલ છે, જે સ્વિટ્ઝર્લૅન્ડનો યુએસ બજારમાં સૌથી મોટો નિકાસ છે. જૂન સુધીના 12 મહિનામાં, સ્વિટ્ઝર્લેન્ડે યુએસમાં 61.5 બિલિયન ડોલરનું સોનું નિકાસ કર્યું. નવા ટેરિફ દર હેઠળ, આ જથ્થા પર હવે લગભગ 24 બિલિયન ડોલરની વધારાની ડ્યુટીનો સામનો કરવો પડશે.

મીડિયા અહેવાલ મુજબ, સ્વિસ એસોસિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ઓફ પ્રિશિયસ મેટલ્સના પ્રમુખ ક્રિસ્ટોફ વાઇલ્ડે આ નિર્ણયને સ્વિટ્ઝર્લૅન્ડના યુએસ સાથેના સોનાના વેપાર માટે “વધુ એક ફટકો” ગણાવ્યો. જો કે અન્ય મીડિયા રિપોર્ટમા કહ્યેવાયુ છે કે પ્રવર્તમાન અભિપ્રાય એ હતો કે સ્વિસ રિફાઇનરીઓ દ્વારા પીગળીને યુએસમાં નિકાસ કરવામાં આવતી કિંમતી ધાતુઓને ટેરિફ-મુક્ત મોકલી શકાય છે. જો કે, વિવિધ સોનાના ઉત્પાદનો માટે કસ્ટમ કોડ વર્ગીકરણ હંમેશા સચોટ હોતું નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો રેકોર્ડ બનાવ્યો

આ સમાચાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. સૌ પ્રથમ, જો આપણે કોમેક્સ બજારના સોનાના વાયદા વિશે વાત કરીએ, તો સોનાનો ભાવ બપોરે 12:15 વાગ્યે 46 ડોલર પ્રતિ ઔંસના વધારા સાથે 3,499.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન, સોનાના વાયદા પણ 3,534.10 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. તેનાથી વિપરીત, સોનાના હાજર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

યુરોપ અને બ્રિટનમાં પણ સોનાના ભાવ સ્થિર છે. જ્યારે યુરોપમાં, સોનું 1.85 યુરોના વધારા સાથે 2,914.16 યુરો પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે અને બ્રિટનમાં, સોનું 1 પાઉન્ડ પ્રતિ ઔંસના વધારા સાથે 2,527.16 પાઉન્ડ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

ભારતમાં સોનાના ભાવ પર તેની કેટલી અસર પડશે?

જો આપણે ભારતની વાત કરીએ, તો સોનાના ભાવ પર મોટી અસર પડી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ રેકોર્ડ સ્તરે જોવા મળ્યા હતા. જો આપણે ડેટા પર નજર કરીએ તો, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 509 રૂપિયા વધીને 1,01,977 રૂપિયા પ્રતિ ઔંસ થયો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,02,250 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જો આપણે ચાલુ વર્ષની વાત કરીએ તો, સોનાના ભાવમાં 25,502 રૂપિયાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે ભારતમાં સોનાએ રોકાણકારોને 33.22 ટકા વળતર આપ્યું છે.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">