Breaking News: જુગાર રમાડવામાં હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, રાજકોટ ક્રાઈમ બ્રાંચે કેમિકલ-બલ્યુટ્રુથ અને લેન્સ સાથે ગંજીપત્તા ઝડપ્યા
જન્માષ્ટીમી નજીક આવે એટલે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ગંજીપત્તા રમવામાં આવે છે. પરંતુ અહીં ગંજી પત્તામાં પણ મોટો ખેલ થઈ રહ્યો હોય તેનું ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વાર જુગારધામ ઝડપાયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જન્માષ્ટમી નજીક આવે એટલે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ગંજીપત્તા રમવામાં આવે છે. પરંતુ અહીં ગંજી પત્તામાં પણ મોટો ખેલ થઈ રહ્યો હોય તેનું ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વાર જુગારધામ ઝડપાયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પુનિતનગર વાવડી વિસ્તારમાં આવેલા આકાશ હાઈટ્સ બિલ્ડિંગમાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા પાડ્યા છે. જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત ગંજી પાના, આંખના લેન્સ તેમજ બ્લુટુથ કબ્જે કર્યા હતો. વિપુલ રમેશ પટેલ પાસેથી પોલીસે 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેમિકલ યુક્ત ગંજીપત્તાના પાના લેન્સ થી આરપાર દેખાતા હતા. તેમજ મોબાઈલ એપ્લિકેશનથી ગંજીપતા સ્કેન કરી લેતા હતા. તેથી કોણની જીત થઈ શકે છે સ્પષ્ટ પણે જોવા મળતું હતું. સૌથી મોટી બાટ કોની છે તે બ્લુટુથ થી સંભળાતું હતું.
ફર્ન હોટલમાંથી ઝડપાયું જુગારધામ
બીજી તરફ રાજકોટના ફર્ન હોટલમાં ત્રણ દિવસથી ચાલી રહેલું જુગારધામ ઝડપ્યું છે. PCBની ટીમે કાર્યવાહી કરીને દિલ્હીના વેપારીઓ સહિત કુલ 5 શખ્સોને જુગાર રમતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ હોટલના રૂમમાં જુગાર રમતાં હતાં. પોલીસ હવે હોટલના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આખા રેકેટ પાછળ રહેલા લોકો સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
