7 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત ATS અને NCB દિલ્હીનું એક મોટું ઓપરેશન, ભોપાલથી પકડ્યુ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2024 | 7:33 AM

આજે 07 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત ATS અને NCB દિલ્હીનું એક મોટું ઓપરેશન, ભોપાલથી પકડ્યુ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ

LIVE NEWS & UPDATES

  • 07 Oct 2024 09:21 AM (IST)

    વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા લાગ્યું કામે

    વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા કામે લાગ્યું છે. ખોડિયારનગરથી એરક્રાફ્ટ કેરિયરના રસ્તા પર બ્લોક હટાવાયા છે. રસ્તા પર પથરાયેલા પેવર બ્લોક હટાવવાની કામગીરી થઇ રહી છે. ફરી ઉપયોગમાં આવી શકે તેવા પેવર બ્લોક ઉખાડી દેવાયા છે. અધિકારીઓએ રસ્તા સહિતનું સમારકામ હાથ ધર્યું છે.

  • 07 Oct 2024 08:36 AM (IST)

    બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ

    બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. માતાના સાનિધ્યે ગરબા રમવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. શ્રદ્ધાળુઓના સાગર સામે ચાચર ચોક જાણે નાનો પડ્યો. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, નવયુગ પ્રગતિ મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. પંચમ ગ્રુપના સથવારે ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અંબાજીના સ્થાનિકો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ  ગરબામાં જોડાયા હતા.

  • 07 Oct 2024 07:35 AM (IST)

    ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ જઈને ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું. પાડોશી રાજ્યમાં જઈને ATSએ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે.. ચૂપચાપ ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હતું અને આસપાસ કોઈને ખ્યાલ જ ન હતો. મધ્યપ્રદેશની પોલીસ તો ઉંઘતી જ ઝડપાઈ, પરંતુ ગુજરાતની પોલીસે કમાલ કર્યો.  દરોડામાં 907.019 કિલોગ્રામ MDMA એટલે કે લિક્વિડ અને સોલિડ ફોર્મમાં જથ્થો જપ્ત કર્યો.

  • 07 Oct 2024 07:33 AM (IST)

    ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત

    ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયુ છે. સ્થાનિક લોકો અને તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો છે. બંધાર પરથી પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા જ મામલતદાર તેમજ પોલીસ અને 108 તાત્કાલિક દોડી આવી હતી.

ચેન્નઇમાં મોટી દુર્ઘટના બની છે. મરિના બિચ પર આયોજીત એર શોમાં દોડધામ મચતા 4ના મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં 15 લાખ લોકો એકઠા થયા હતા. ગૃહપ્રધાન અમિત શાહ  નક્સલ પ્રભાવિત 8 રાજ્યોની સમિક્ષા કરશે. કેન્દ્રીય પ્રધાનો પણ તેમાં હાજર રહેશે.  મેઘાલયમાં મૂશળધાર વરસાદથી આફત સર્જાઇ છે. પૂર બાદ ભૂસ્ખલનથી 13ના મોત થયા છે. તો બેંગાલુરૂમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે.  ચોથા નોરતે  જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગીર પંથક ભારે વરસાદથી પાણી પાણી થયું છે.  7થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે.  મોદી કાર્યકાળના 23 વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે નિર્ણય લીધો.  રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ મળી છે. 60 હજાર કર્મચારીઓને OPSનો લાભ મળશે. સરકારને 200 કરોડ રુપિયાનું ભારણ પડશે.

Follow Us:
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
g clip-path="url(#clip0_868_265)">