04 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આખી સુરંગ ખોદી છતા ના તો મૃતદેહ મળ્યા કે ના તો કોઈ જીવતા મળ્યા… નેપાળ સુરંગમાં ફસાયેલા 39 કામદારોનો કોઈ પત્તો જ નહીં ?
આજે 04 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
આજે 04 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
LIVE NEWS & UPDATES
-
આખી સુરંગ ખોદી છતા ના તો મૃતદેહ મળ્યા કે ના તો કોઈ જીવતા મળ્યા… નેપાળ સુરંગમાં ફસાયેલા 39 કામદારોનો કોઈ પત્તોજ નહીં ?
પૂર આવ્યુ તે પહેલાં, નેપાળમાં ત્રિશુલી ટનલ 3-A પ્રોજેક્ટમાં 42 કામદારો કામ કરી રહ્યા હતા. પૂર બાદ હાથ ધરેલ બચાવ કામગીરીમાં સંપૂર્ણ સુરંગ ખોદી ત્યારે બે બચી ગયેલા કામદાર અને એક કામદારનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાકીના 39 કામદારો હજુ ગુમ છે. પ્રશ્ન એ ઊભો થાય છે તેઓ ક્યાં ગયા?
-
સ્પોર્ટ્સના તમામ ક્ષેત્રે ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે : અમિત શાહ
અમદાવાદમાં વર્લ્ડ પેરા આર્ચરીનો પ્રારંભ કરાવતા અમિત શાહે કહ્યું કે, અમદાવાદમાં 2025-2026 સુધીમાં 10 આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ છે. ગુજરાત સ્પોર્ટ્સના તમામ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. વિદેશથી ભાગ લેવા આવેલા ખેલાડીઓએ દ્વારકા, સોમનાથ, એકતાનગર મુલાકાત લે તેવો અનુરોધ છે. અમદાવાદ તમામ રમતો માટે ખૂબ મોટું સેન્ટર હબ બનવા જઈ રહી છે. માત્ર મેડલ નહીં પણ ખેલાડીને સારી સુવિધા આપવાનું છે.
-
-
નળકાંઠાના પરંપરાગત લોક મેળામા સગીર યુવતીની છેડતી અને અપહરણ મુદ્દે ધીંગાણું, 5ને ઈજા
અમદાવાદ ગ્રામ્યમાં, વિરમગામ નળકાંઠાના પરંપરાગત લોક મેળામા મારામારી થવાનો બનાવ બન્યો હતો. નળકાંઠાના શાહપુર ગામમા યોજાયો હતો લોક મેળો. મેળામા સર્જાઇ તકરાર. કુલ 5 લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સગીર યુવતી છેડતી અને અપહરણ મુદ્દે તકરાર સર્જાઇ. વિરમગામ શાહપુર અને નાના શાહપુર ગામ વચ્ચે મેળામા તકરાર થવા પામી હતી. લાકડીઓ, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. શાહપુર ગામ પાસે નોંઘાબાપા, ભગતદાદા અને તળસીબાપા વડવાઓનો પરંપરાગત લોક મેળો યોજાયો હતો. તકરાર મુદ્દે નળસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે.
-
ભ્રષ્ટાચારના આરોપો અંગે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્રની ધરપકડ
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. નમલ રાજપક્ષેની ધરપકડથી શ્રીલંકા દેશના રાજકીય જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શ્રીલંકા પોલીસે શુક્રવારે નમલ રાજપક્ષેની ધરપકડની પુષ્ટિ કરી.
-
શામળાજીમાં ઉમટી ભક્તોની ભારે ભીડ, સાંસદ શોભનાબહેને ડાયરાના સ્ટેજ પરથી ગાયા કૃષ્ણ ભજન
શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી. શામળાજી મંદિરે સાસંદ શોભનાબેન બારૈયાએ કૃષ્ણ ભજન ગાયા. ડાયરાના સ્ટેજ પરથી કૃષ્ણ ભજન અને દેશભક્તિના ગીત ગાઈને ભક્તોનો ઉત્સાહ વધાર્યો. સાંસદ શોભનાબેન બારૈયાએ પરિવાર સાથે શામળાજી મંદિરે દર્શન કર્યા. સૌની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરી.
-
-
સાણંદમાં 19 વર્ષીય યુવતીએ કરેલ આત્મહત્યા કેસમાં પ્રેમીની પત્ની, બહેન અને પિતા સામે ગુનો દાખલ
અમદાવાદના સાણંદના ગાયત્રી નગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ કરેલી આત્મહત્યા મામલે સાણંદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સાણંદ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો નોધી ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાં મૃતક યુવતી, જે યુવકને પ્રેમ કરતી હતી તે મેહુલ ગોહેલની પત્ની ચીની ગોહેલ, મેહુલની બહેન પાયલ અને તેના પિતા બુધાભાઈ ઉર્ફે ભૂવા ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
-
જમ્મુ કાશ્મીરના બડગામમાં એક આતંકવાદી ઠાર, સુરક્ષા દળોએ જંગલને ઘેરીને બીજા આતંકીની શરૂ કરી શોધખોળ
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના અશદર ગલી વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઓપરેશન દરમિયાન એક AK રાઇફલ અને યુદ્ધ સામગ્રી જેવી વસ્તુઓ પણ મળી આવી હતી.
-
ભારે વરસાદને કારણે દિલ્હીના IGI એરપોર્ટના T3 ફોરકોર્ટમાં ફરી વળ્યાં પાણી, જુઓ વીડિયો
દિલ્હીમાં આજે વરસેલા ભારે વરસાદને કારણે, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિસરની અંદર અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા. એરપોર્ટ સંકુલમાં પાણી ભરાઈ જવાથી મુસાફરો અને મુલાકાતીઓને ભારે અસુવિધા થઈ.
#WATCH | Delhi: Waterlogging witnessed at Indira Gandhi International Airport after heavy rainfall lashed the national capital. pic.twitter.com/vejJpM2W2l
— ANI (@ANI) September 4, 2026
-
જૂનાગઢ નજીક આવેલ એક ફેક્ટરીમાં સિંહના બચ્ચા એ મારી લટાર
જૂનાગઢ નજીક આવેલ એક ફેક્ટરીમાં સિંહના બચ્ચા એ મારી લટાર. માતા સાથે ફેક્ટરી નજીકથી નીકળતા સમયે તોફાની બચ્ચું પહોંચ્યું ફેક્ટરીમાં. સીસીટીવીમાં કેદ થયા બે સિંહણ અને તેના બે બચ્ચા. પાતાપુર નજીક આવેલ એક સિમેન્ટ ફેક્ટરીમાં સીસીટીવી જોવા મળ્યા આ દૃશ્યો.
-
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરી, 19 દેશના 120 થી વધુ ખેલાડી લેશે ભાગ
અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું ભવન ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે કાર્યક્રમની શરૂઆત. CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર. આગામી 4 દિવસ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાશે પેરા આર્ચરી સીરીઝ. 19 દેશના 120 થી વધુ એથલીટ અમદાવાદમાં યોજાઈ રહેલી સિરીઝમાં લેશે ભાગ.
-
વઢવાણ જીઆઇડીસીમાં ભંગારનો ડેલો ધરાવતા જૈન વેપારીનું અપહરણ કરી 1.78 લાખની કરાઈ લૂંટ
સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઇડીસીમાં ભંગારનો ડેલો ધરાવતા જૈન વેપારીનું અપહરણ કરી રૂપિયા 1. 78 લાખની લૂંટ ચલાવી છે. ભંગારના વેપારી મોટરસાયકલ ઉપર ઘર તરફ જતા હતા ત્યારે કારમાં સવાર ત્રણ શખ્સોએ અપહરણ કરી અને રૂપિયા 1.38 લાખ ઓનલાઇન પોતાના ખાતામાં નખાવી અને 40,000 નો સોનાનો ચેન લઈને ફરાર થયા હતા. વ્યાપારી પાસેથી છરીની અણીએ એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી પરંતુ વ્યાપારી પાસે રૂપિયા ના હોય ઓનલાઇન 1.38 લાખ નખાવી અને 40000 નો સોનાનો ચેન લઈને આરોપીઓ ફેરા થયા હતા. વ્યાપારીએ બી.ડીવીઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલા ભરી અને એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીમાં એક આરોપી ભંગારના ડેલામાં ટ્રક લઈ અને ભંગાર ભરવા આવતો હતો તે જ જાણભેદુ હતો.
-
મહેસુલ વિભાગના AnyRoR મેન્ટેનન્સ માટે 4 દિવસ બંધ રાખવામાં આવતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
મહેસુલ વિભાગના AnyRoR સોફ્ટવેરના મેન્ટેનન્સનો મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. મેન્ટેનન્સના કારણે 2 થી 6 સપ્ટેમ્બર AnyRoR બંધ રહેશે તેવી સરકારે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સોફ્ટવેર અંગે સરકાર પાસે માંગી સ્પષ્ટતા. ઇતિહાસમાં પ્રથમવાર મેન્ટેનન્સ માટે ચાર દિવસ અપાયા હોવાનુ રાવલે જણાવ્યું છે. હેંમાગ રાવલે એવી આશંકા વ્યક્ત કરી છે કે NA થયેલ જમીનના 7/12 ના ઉતારા નાબૂદના નિર્ણય બાદ દસ્તાવેજો સાથે ચેડા તો નહીં થાય ને ?. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે વેબસાઈટના ડેટા જળવાયા છે કે નહીં ? બિન ખેડૂતથી ખેડૂત થયેલાના ડેટા સાથે તો ચેડાં નથી થઈ રહ્યા ને ? બોગસ ખેડૂતોનો રેકોર્ડ કેવી રીતે સાચવશે એ સુનિશ્ચિત કરવામાં આવે.
-
નર્મદા ડેમની જળસપાટી 135.58 મીટરે પહોંચી, છલકાવાથી માત્ર 3.10 મીટર દૂર
નર્મદા ડેમની જળ સપાટી 135.58 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સાપટી 138.68 મીટર છે. નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટીથી 3.10 મીટર દૂર રહેવા પામી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 54,000 ક્યુસેક થઈ રહી છે. જયારે જાવક 23,000 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ના Rbph ના તમામ ટર્બાઇન બંધ છે જ્યારે Chph ના 5 ટર્બાઇન ચાલુ છે. સપ્ટેમ્બર મધ્યમાં ડેમ ભરાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલ ડેમ 89 ટકા જેટલો ભરેલો છે.
-
અમરેલીના નાની કુકાવાવ અને લાખાપાદર ગામની સીમમાં ખેતમજૂર પર સિંહણે કર્યો હુમલો
અમરેલીના નાની કુકાવાવ ગામની સીમમાં ખેતમજૂર પર સિંહણે કર્યો હુમલો. નાની કુકાવાવ અને લાખાપાદર ગામની સીમમાં હુમલાની ઘટના બની છે. કપાસના ખેતરમાં કામ કરતા મજૂર પર અચાનક સિંહણ ત્રાટકી હતી. કપાસના ખેતરમાંથી બહાર આવી સિંહણે મજૂરની પીઠ પર હુમલો કર્યો. મજૂરે બૂમાબૂમ કરતાં સિંહણ ત્યાંથી ભાગી ગઈ. હુમલામાં ઇજાગ્રસ્ત ખેતમજૂરને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સિંહણના હુમલાથી ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ. અમરેલી પંથકમાં સિંહના હુમલાના બનાવો સતત વધ્યા.
-
દાંતા પંથકના શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની શિક્ષક, પત્રકાર અને મહિલાએ ધમકી આપી 5 લાખની ખંડણી માંગી
બનાસકાંઠાના દાંતા પંથકના શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપવામાં આવી છે. હની ટ્રેપના કાવતરામાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાયા, 3 ફરાર થઈ ગયા છે. શિક્ષક, પત્રકાર અને મહિલાએ સાથે મળી કાવતરું રચ્યાનો આક્ષેપ કરાયો છે. શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી હતી. શિક્ષક પાસેથી 1.15 લાખ રૂપિયા રોકડા પડાવ્યાનો આક્ષેપ. પાલનપુરના બાલારામના જંગલોમાં લઈ જઈ ધમકી આપી હોવાનો આક્ષેપ. ન્યૂઝ ચેનલમાં બદનામ કરવાની ધમકી આપી 5 લાખ માંગ્યા હતા. ફરિયાદી શિક્ષક અને આરોપી શિક્ષક પાલનપુરમાં સાથે નોકરી કરતા હતા. મહેબૂબ બલોચ, સલીમ બલોચ અને નરસિંહ રાવળ ઝડપાયા. આશા શર્મા, શ્રવણ રાવળ અને પત્રકાર મુજાહિદ ખાન તુવર ફરાર થઈ ગયા છે. LCBએ પાલનપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદનો ભેદ ઉકેલ્યો. ફરાર આરોપીઓને ઝડપી પાડવા LCBએ તપાસ તેજ કરી છે.
-
9 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાના યોજાનારા ચોમાસુ સત્રમાં 8 વિધેયક રજૂ કરાશે
9 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર યોજાશે. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર લાવશે અલગ અલગ વિધેયક. કુલ 8 અલગ અલગ વિધેયક સત્રમાં રજૂ થશે. 1- ઉદ્યોગો માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક આવશે. 2- મહેસૂલ વિભાગનું જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા વિધેયક આવશે. 3- પશુઓને શુધ્ધ આહાર મળી રહે માટે પશુધન આહાર વિધેયક આવશે. 4- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક આવશે. 5- જમીન મહેસૂલ સુધારા વિધેયક. 6- ગુજરાત ભાડા વિધેયક. 7- ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક. 8- ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી.
-
પ્રેમી સાથે ફરવા જવા યુવતીએ, મોટા પપ્પાના ધરેથી 5.50 લાખના દાગીના ચોરી 3.50 લાખમાં ગીરવે મૂકયા
વડોદરામાં, પ્રેમી સાથે ફરવા જવા માટે યુવતીએ મોટા પપ્પાના ઘરમાં ચોરી કરી. ગોરવા વિસ્તારની એક યુવતીએ પોતાના મોટા પપ્પાના ઘરમાંથી કરી ચોરી. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફાઈનાન્સ કંપનીમાં દાગીના ગિરવે મૂકી 3.50 લાખ લીધા. યુવતીએ પોતાના મોજશોખ માટે મોટા પપ્પાના ઘરમાં ચોરી કર્યાની ઘટના સામે આવી. તિજોરીમાંથી 5.15 લાખના દાગીના ચોરી કર્યા બાદ ફાઇનાન્સ કંપનીમાં ગિરવે મૂકી દીધા. યુવતીએ પ્રેમી સાથે મળી દાગીનાની ચોરી કરી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા.
-
ગીર સોમનાથના ઉના-તુલસીશ્યામ રોડ પર અકસ્માતમાં બે લોકોના મોત
ગીર સોમનાથના ઉના-તુલસીશ્યામ રોડ પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. કંસારી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તહેવાર નિમિત્તે બંને યુવાનો બાઈક પર ઉના તરફ આવી રહ્યા હતા. સામેથી આવેલી કારે બાઈકને ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોચી હતી. અકસ્માત બાદ કારચાલક કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. બંને મૃતદેહોને ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. બે યુવાનોના મોતથી ભડીયાદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
-
ભાવનગર: સાતમ-આઠમના પર્વ પર મહિલાની હત્યા
ભાવનગરમાં સાતમ-આઠમના પર્વ દરમિયાન લીવ-ઇનમાં રહેતી મહિલાની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ નજીક મહિલા પર તેના સાથી પાર્ટનરે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે, જેમાં મહિલાનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બંને વચ્ચે લાંબા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પર્વના માહોલમાં બનેલી આ ઘટનાથી ભાવનગરમાં ચકચાર મચી ગઈ છે.
-
સુરત: સ્મીમેર હોસ્પિટલના તબીબોએ 29 વર્ષીય યુવકને આપ્યું નવું જીવન
સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ દોઢ મહિનાથી મોત સામે ઝઝૂમી રહેલા 29 વર્ષીય યુવકની સફળ સારવાર કરીને તેને નવું જીવન આપ્યું છે. દર્દીની સ્થિતિ ગંભીર બનતા તેનું બ્લડ પ્રેશર શૂન્ય થઈ ગયું હતું અને તે બેભાન અવસ્થામાં શ્વાસ પણ લઈ શકતો ન હતો. તબીબોની દેખરેખ હેઠળ દર્દીને 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી સતત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગળામાં ટ્રેકિયોસ્ટોમી કરીને ટ્યૂબ મૂકવામાં આવતા દર્દીને શ્વાસ લેવામાં સરળતા થઈ હતી. સારવાર બાદ હવે યુવક વેન્ટિલેટર વિના સ્વતંત્ર રીતે શ્વાસ લઈ રહ્યો છે. યુવકની તબિયતમાં સુધારો થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબો સહિત હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.
-
વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમનની તડામાર તૈયારીઓ
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદી વિશાળ સભાને સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન કુલ ₹35 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિકસિત ભારતનો પાયો વડોદરાથી નખાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને કાર્યક્રમના આશરે 12 કલાક પહેલા લોકોને ટિકિટ મોકલવામાં આવશે. ઉપસ્થિત લોકો માટે ફૂડ કોર્ટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર પ્રચાર માટે ખાસ હેશટેગ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
-
બિહારઃ ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર, ફરક્કામાં રેલવે ટ્રેક ધોવાયો
બિહાર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે. મુર્શીદાબાદના ફરક્કા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. વરસાદના પાણીથી રેલવે ટ્રેક ધોવાઈ જતા દાર્જિલિંગ સહિત ઉત્તર બંગાળ તરફ જતી ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી રેલવે ટ્રેક બંધ રહેવાની શક્યતા હોવાથી ટ્રેન વ્યવહારને વધુ અસર થવાની સંભાવના છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
-
થલતેજના પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરી, સેલ્સ એક્ઝિક્યુટિવ ઝડપાયો
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરી કરનાર સેલ્સ એક્ઝિક્યુટિવની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર્શન સોની છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. તેણે મોજશોખ, નશો અને ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ કરવા માટે શોરૂમમાંથી આશરે ₹5.90 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરી કર્યા બાદ આરોપી અમદાવાદ બહાર નાસી ગયો હતો, જોકે પોલીસે તપાસના આધારે તેને ઝડપી પાડ્યો છે. મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ: જન્માષ્ટમી પર્વ પર VHP દ્વારા સતત 41મી વખત ભવ્ય શોભાયાત્રા
રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સતત 41મી વખત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મવડી ચોકડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભા પૂર્ણ થયા બાદ મવડી ચોકડીથી બાલક હનુમાન મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ‘નશામુક્તિ’ના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા દરમિયાન સનાતન ધર્મના અનુયાયીઓને એક થવા માટે જાહેર મંચ પરથી હાંકલ કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર યાત્રા દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
-
આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી
-
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળની ચીમકી
અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા 7થી 10 સપ્ટેમ્બર સુધી ચાર દિવસની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે રિક્ષા-ટેક્સી ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો હડતાળ યોજાશે તો શહેરમાં આશરે બે લાખ જેટલી રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જવાની શક્યતા છે, જેના કારણે રોજિંદી અવરજવર કરતા અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ઓફિસ, શાળા-કોલેજ અને અન્ય કામકાજ માટે રિક્ષા-ટેક્સી પર નિર્ભર મુસાફરોને ચાર દિવસ દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.
-
જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારિકાધીશના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ખાતે દ્વારિકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. સમગ્ર મંદિર પરિસર ‘જય દ્વારિકાધીશ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને દ્વારકામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દ્વારિકાના જગત મંદિરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભગવાન દ્વારિકાધીશના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
-
પીએમ મોદીએ ઇટાલીના વડા પ્રધાન મેલોનીને અભિનંદન આપ્યા
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીને તેમના દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવાની સિદ્ધિ બદલ અભિનંદન આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “મારા મિત્ર, વડા પ્રધાન મેલોનીને અભિનંદન, જેમણે ઇટાલીના યુદ્ધ પછીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન તરીકે સેવા આપી છે. આ સિદ્ધિ ઇટાલીના લોકોના તેમના નેતૃત્વમાં રહેલા વિશ્વાસ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તેમની મિત્રતાએ ભારત અને ઇટાલી વચ્ચેની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આપણા દેશોના લોકો માટે સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે આપણા ગાઢ સહયોગને ચાલુ રાખવા માટે આતુર છું.”
-
ગુજરાત ગેસે PNGના ભાવમાં ₹6.53નો વધારો કર્યો
તહેવારોની સિઝનમાં સામાન્ય ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે. ગુજરાત ગેસે ઘરેલુ PNGના ભાવમાં પ્રતિ SCM ₹6.53નો વધારો જાહેર કર્યો છે. ભાવ વધારા બાદ ટેક્સ સહિત ગુજરાત ગેસના PNG ગ્રાહકોને ગેસ માટે પ્રતિ SCM ₹53.22 ચૂકવવા પડશે. અગાઉ ટેક્સ વગર PNGનો ભાવ પ્રતિ SCM ₹46.69 હતો. ગેસના ભાવમાં થયેલા આ વધારાથી તહેવારો દરમિયાન ઘરેલુ બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે.
-
મહીસાગર: સગીરાને દુલ્હન બનાવી ₹5.27 લાખની છેતરપિંડી
મહીસાગર જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગ દ્વારા સગીરાને દુલ્હન બનાવી નકલી દસ્તાવેજો તૈયાર કરીને 15 વર્ષીય સગીરાના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ₹5.27 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસે લગ્ન માટે સગીરાને તૈયાર કરનાર એજન્ટ નટુ ગોહિલ, નિકિતા ચાવડા તેમજ સગીરાને ઝડપી પાડી છે. પોલીસે ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે વધુ તપાસ હાથ ધરી છે.
-
સુરતના ભાગળના જ્વેલર્સમાં બુરખાધારી મહિલા ટોળકીની ચોરી, ₹6 લાખના દાગીના પડાવ્યા
સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા એ.કે. જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બુરખાધારી મહિલાઓની ટોળકીએ કર્મચારીઓની નજર ચૂકવીને આશરે ₹6 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ચોરી બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 250થી વધુ CCTV ફૂટેજની ચકાસણી કરીને મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ચોરી કરેલા દાગીના મહારાષ્ટ્રના માલેગાંવમાં વેચી દેતા હતા. પોલીસે ગેંગની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે.
-
એસ્ટોનિયાના સંરક્ષણ પ્રધાનનું રાજીનામું, ભારતીય કંપની સાથેની ₹770 કરોડની ડિફેન્સ ડીલ વિવાદમાં
યુરોપિયન દેશ એસ્ટોનિયાના સંરક્ષણ પ્રધાન હૈનો પેવકુરે ભારતીય કંપની સાથેની આશરે ₹770 કરોડની ડિફેન્સ ડીલને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે રાજીનામું આપ્યું છે. યુક્રેનને મદદરૂપ થવા માટે દારૂગોળો ખરીદવા આ સોદો કરવામાં આવ્યો હતો. જોકે, આરોપ છે કે સંરક્ષણ ક્ષેત્રમાં પૂરતો અનુભવ ન ધરાવતી કંપનીને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ ખરીદી માટે યુરોપિયન પીસ ફેસિલિટી હેઠળના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દારૂગોળાના ઉત્પાદનમાં સમસ્યા ઊભી થતાં આ સામગ્રી યુક્રેન સુધી પહોંચી જ ન શકી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિવાદને પગલે એસ્ટોનિયાના સંરક્ષણ મંત્રીના રાજીનામાથી ડિફેન્સ ખરીદી પ્રક્રિયા અને સોદાની પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થયા છે.
-
જૂનાગઢ: ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લો છેલ્લા ચાર દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરકોટ કિલ્લામાંથી દીપડો હવે પાંજરે પુરાયો છે. દીપડાની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સુરક્ષા અને મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાને પકડવા માટે ઉપરકોટ કિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર્સ અને વેટરનરી ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. ટીમોએ દિવસ-રાત કામગીરી કરીને દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયાસો કર્યા હતા.
-
દ્વારિકાધીશના દર્શનની તસવીર શેર કરી PM મોદીએ પાઠવી જન્માષ્ટમીની શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારિકાધીશના દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી. પોસ્ટમાં PM મોદીએ જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશમાં નિઃસ્વાર્થ કર્મની અદભૂત પ્રેરણા સમાયેલી છે, જે હંમેશા માનવતાનું માર્ગદર્શન કરતી આવી છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ પર્વ સૌના જીવનમાં સકારાત્મક ઊર્જા અને શક્તિનો સંચાર કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને સંબંધિત એક શ્લોક પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
-
મહેસાણા: અખબારમાં ખોરાક પીરસતી બે હોટલ સામે કાર્યવાહી
મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની ટીમોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ફતેપુરા બાયપાસ પર આવેલી માધવ રેસ્ટોરન્ટ અને પાલનપુર હાઈવે પર આવેલી માલગુડી ઇન સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. બંને સ્થળે ખોરાકના રેપિંગ માટે અખબારનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સાથે જ પરવાના વિના ધંધો કરતા એકમો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ફૂડ વિભાગે આપી છે.
-
સુરતઃ પીપલોદ વિસ્તારમાં હોટલના પાર્સલમાંથી નીકળ્યો મૃત વંદો
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ હોટલમાંથી મંગાવવામાં આવેલા પાર્સલમાંથી મૃત વંદો મળી આવ્યાની ફરિયાદ સામે આવી છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, ખોરાકનું પાર્સલ ખોલતા તેમાં મૃત વંદો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ગ્રાહકે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવી છે. હોટલના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠતા મનપાની ફૂડ વિભાગ દ્વારા મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
-
જામનગર: તહેવાર પર મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન, કાજુ કતરીમાં ફૂગ નીકળ્યાનો દાવો
જામનગરમાં તહેવારના સમયે મીઠાઈ ખરીદતા ગ્રાહકો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ‘નટબટ કંપની’ની કાજુ કતરીમાં એક્સપાયર ડેટ પહેલાં જ ફૂગ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, ₹950 પ્રતિ કિલોના ભાવે ખરીદેલી કાજુ કતરી બગડેલી હોવાનું જણાતા તેમણે કંપનીમાં ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ગ્રાહકે ફૂડ શાખાને જાણ કરતાં અધિકારીઓએ આઉટલેટ પર કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન આઉટલેટ પર વધુ બગડેલી કાજુ કતરીની પ્રોડક્ટ મળી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે તહેવારોમાં મીઠાઈ ખરીદતી વખતે પેકિંગ, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ ચકાસવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.
-
ઇસરોએ મધ્યરાત્રિએ દેશનું પ્રથમ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે મધરાતે ઈતિહાસ રચી દીધો. તેણે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે. ભૌગોલિક ભ્રમણકક્ષામાં આ દેશનો પ્રથમ ઇમેજિંગ ઉપગ્રહ છે. તેને જીએસએલવી રોકેટનો ઉપયોગ કરીને સ્પેસપોર્ટ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે EOS-05 ઉપગ્રહને સ્પેસપોર્ટ પરથી ટેકઓફ કર્યાના લગભગ 18 મિનિટ પછી નિશ્ચિત સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો.
Published On - Sep 04,2026 7:51 AM
