ભાવનગરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, સિંચાઈ માટે પાણી આપવા સરકાર તરફ દોડાવી નજર- Video
છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખેડૂતોએ વાવણી તો કરી દીધી પરંતુ પુરતી પિયત ન મળવાને કારણે કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકો પર પર નુકસાનીનું જોખમ તોળાઈ રહ્યુ છે. વરરસાદ હોય જે કપાસ પાંચ ફુટે પહોંચી જતો હોય છે તેની વૃદ્ધિ હાલ અડધા ફુટે જઈને અટકી ગઈ છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે પાણી વિના કંઈ જ વળે તેમ નથી.
ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો પરંતુ છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા જાણે હાથતાળી આપીને જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યા ઉભી થઈ છે. ભાવનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જુવાર, બાજરી, કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાક સામે સંકટ તોળાઈ રહ્યુ છે. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતરો લાવીને વાવેતર કરી દીધુ છે પરંતુ વાવણી બાદ વરસાદ ખેંચાતા પિયતની સમસ્યા વધુ ઘેરી બની છે. ખેડૂતોનું કહેવુ છે કે પુરતુ પાણી ન મળવાને કારણે પાકની વૃદ્ધિ થઈ રહી નથી. દર વર્ષે જે કપાસ 5-5 ફૂટ સુધી લહેરાતો હોય છે તેની વૃદ્ધિ અડધા ફૂટે અટકી ગઈ છે, આમાં કંઈ વળે તેમ નથી..
ભાવનગરમાં 4 લાખ હેક્ટરમાં ચોમાસુ વાવેતર થાય છે. એક તરફ ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે અને દોઢ મહિનાથી વરસાદ ખેંચાયો છે જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટી નુકસાની ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.. જો આ વર્ષ નબળુ જશે તો આવતા વર્ષે પણ ખેડૂત આર્થિક રીતે બેઠો નહીં થઈ શકે. હાલ ઘાસચારો પણ ન ઉપજતા ખેડૂતો પાક બચાવવાની આશા છોડીને ઢોર ચરાવવા માટે ખેતર ખુલ્લુ મુકી દેવા મજબુર બન્યા છે.
હાલ આકાશ તરફ મીટ માંડીને બેસેલા ખેડૂતોની એક જ માગ છે કે સિંચાઈના પાણી માટે સરકાર ખેડૂતોની મદદ કરીને તેમનુ આર્થિક ભારણ થોડુ ઓછુ કરે.
અમદાવાદમાં ચંડોળા તળાવ મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ, ગરીબોને આવાસ ફાળવવાની માગ સાથે સેંકડો લોકોના ટોળાએ કર્યા આક્રમક દેખાવો
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
