AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં હેલિપેડને લઈને સરકારનઓ કડક આદેશ, સતત‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા જણાવ્યુ

ગુજરાતમાં હેલિપેડને લઈને સરકારનઓ કડક આદેશ, સતત‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા જણાવ્યુ

| Updated on: Sep 03, 2026 | 2:26 PM
Share

સરકાર દ્વારા હેલિપેડની સપાટી, માર્કિંગ, ડ્રેનેજ અને એપ્રોચ વિસ્તારની નિયમિત ચકાસણી અને જાળવણી કરવા પણ જણાવાયું છે. હેલિપેડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે અને જરૂરિયાતના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે છે.

રાજ્યમાં હેલિકોપ્ટરની અવરજવર અને કટોકટીની પરિસ્થિતિમાં હેલિપેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકારે રાજ્યના તમામ હેલિપેડને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. સરકાર દ્વારા તમામ હેલિપેડને સતત‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા માટે જરૂરી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

હેલિપેડને લઈને સરકારે આપ્યા કડક આદેશ

આ નિર્ણય અંતર્ગત દરેક હેલિપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ દરમિયાન હેલિપેડમાં કોઈ ખામી, નુકસાન અથવા મરામતની જરૂરિયાત જણાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.

હેલીપેડનું દર ત્રણ મહિને ફરજિયાત

સરકાર દ્વારા હેલિપેડની સપાટી, માર્કિંગ, ડ્રેનેજ અને એપ્રોચ વિસ્તારની નિયમિત ચકાસણી અને જાળવણી કરવા પણ જણાવાયું છે. હેલિપેડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે અને જરૂરિયાતના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

નિયમિત જાળવણી કરવા પણ સૂચના

ખાસ કરીને આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી તેમજ VIP મૂવમેન્ટ દરમિયાન હેલિપેડનો ઉપયોગ થઈ શકે છે. આથી રાજ્યના તમામ હેલિપેડને હંમેશા ઉપયોગ માટે તૈયાર અને કાર્યરત સ્થિતિમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">