AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે તપાસ શરૂ, ભરતીના દસ્તાવેજોની પણ થશે તપાસ

આ તપાસમાં અગાઉની, તપાસ સમિતિ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો અને તેની કાર્યવાહીનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેના આધારે સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે જરૂરી તારણો મેળવવામાં આવશે.

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે તપાસ શરૂ, ભરતીના દસ્તાવેજોની પણ થશે તપાસ
| Updated on: Sep 03, 2026 | 5:06 PM
Share

ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી (GU)ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે થયેલી ભ્રષ્ટાચારના આક્ષેપો અને ફરિયાદોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કરવામાં આવેલી ફરિયાદો અને આક્ષેપોની તપાસ કરવામાં આવશે.

તપાસ દરમિયાન નિરજા ગુપ્તા સામે કરવામાં આવેલી ફરિયાદો તેમજ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અગાઉની તપાસ સમિતિ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવામાં આવશે.

દસ્તાવેજોના અભ્યાસ બાદ નિવેદનો લેવાશે

નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં પ્રથમ તબક્કે સંબંધિત દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવશે. દસ્તાવેજોના અભ્યાસ બાદ જરૂર જણાશે તો ગુજરાત યુનિવર્સિટીના સંબંધિત સ્ટાફ અને અન્ય વ્યક્તિઓનાં નિવેદનો પણ લેવામાં આવશે.

આ તપાસમાં અગાઉની, તપાસ સમિતિ દ્વારા એકત્ર કરવામાં આવેલા દસ્તાવેજો અને તેની કાર્યવાહીનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેના આધારે સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે જરૂરી તારણો મેળવવામાં આવશે.

પૂર્વ તપાસ સમિતિના અહેવાલ પર કાયદાકીય અભિપ્રાયની રાહ

આ મામલે અગાઉ રચવામાં આવેલી તપાસ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલનો કાયદાકીય અભિપ્રાય આવવાનો હજુ બાકી છે. ત્યારે એક તરફ પૂર્વ સમિતિના અહેવાલ અંગે કાયદાકીય અભિપ્રાયની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ નિરજા ગુપ્તા સામેની ફરિયાદો અને ભરતી સંબંધિત દસ્તાવેજોની તપાસ ફરી શરૂ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

હવે દસ્તાવેજોના અભ્યાસ અને સંબંધિત લોકોના નિવેદનો બાદ તપાસમાં શું તારણ સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

વરસાદને અભાવે ગુજરાતનો ખેડૂત દુ:ખી છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી કરવામાં પડી છે

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">