AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજભા ગઢવીએ નેતાઓની હાજરીમાં કરી ટિપ્પણી, કહ્યું લઠ્ઠાકાંડે ભાવનગરને ધુણાવી દીધુ

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજભા ગઢવીએ નેતાઓની હાજરીમાં કરી ટિપ્પણી, કહ્યું “લઠ્ઠાકાંડે ભાવનગરને ધુણાવી દીધુ”

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2026 | 6:10 PM
Share

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજભા ગઢવએ નેતાઓની હાજરીમાં ટિપ્પણી કરતા કહ્યુ લઠ્ઠાકાંડે ભાવનગરન ધુણાવી દીધુ. રંગ કસુંબલ લોકડાયરા દરમિયાન લોક કલાકાર રાજભા ગઢવીએ રાક્ષસનું ઉદાહરણ આપીને લઠ્ઠાકાંડ પર પ્રહાર કર્યા.

ભાવનગરના ઘોઘા તાલુકામાંથી સામે આવેલા લઠ્ઠાકાંડના પડગા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે લોકકલાકાર રાજભા ગઢવીએ તેમના એક કાર્યક્રમ દરમિયાન નેતાઓની હાજરીમાં લઠ્ઠાકાંડ સંબંધે માર્મિક પ્રહાર કર્યા હતા. રાજભા એ રાક્ષસનું ઉદાહરણ આપીને લઠ્ઠાકાંડ પર પ્રહાર કર્યા.

ભાવનગરના સિંહોર માં નગરપાલિકા દ્વારા આયોજિત રંગ કસુંબલ લોક ડાયરામાં લોકગાયક રાજભા ગઢવીએ લઠ્ઠાકાંડને લઈને કરેલી ટિપ્પણી ચર્ચાનો વિષય બન્યો છે. ડાયરામાં રાજભા ગઢવીએ સમાજમાં સારા લોકોના આગમન અને વ્યવસન મુક્તિ અંગે જણાવ્યુ કે સમાજમાં રામ આવે તો સારા કામ થાય. ઘણા ગામોમાં રામ આવ્યા છે અને આખા ગામમાં વ્યસન બંધ કરી દીધુ છે. ત્યારબાદ તેમણે રાક્ષસના ઉદાહરણ સાથે ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે જો રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે આ વાતને ભાવનગરના લઠ્ઠાકાંડ સાથે જોડતા રાજભા ગઢવીએ કહ્યુ કે લઠ્ઠાકાંડે ભાવનગરને ધુણાવી નાખ્યુ છે.

આ લોકડાયરા દરમિયાન ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો તેમજ સંતો-મહંતોની ઉપસ્થિત હતા. ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગની બોટલમાં નક્લી દારુ હતો અને તેમા ઈથેનોલની જગ્યાએ મિથેનોલનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં હતુ અને આના જ કારણે 13 લોકોના મોત થયા હતા. આ કેસમાં અત્યા સુધીમાં એક પોલીસકર્મી સહિત 39 લોકોની ધરપકડ થઈ ચુકી છે. આ
લઠ્ઠાકાંડ બાદ ભાવનગરમાં વ્યસન અને નશાના દૂષણને લઈને સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે જાહેર કાર્યક્રમના મંચ પરથી રાજભા ગઢવીની આ ટિપ્પણી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો

Published on: Sep 03, 2026 06:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">