Breaking News :સસ્તો વિદેશી દારૂ બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચાણ કરતો આરોપી ઝડપાયો, જુઓ Video
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સરખેજ વિસ્તારમાંથી સમીરખાન ઉર્ફે એસ.કે. બાપુ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. તે સસ્તા દારૂને બ્રાન્ડેડ બોટલોમાં ભરી 5થી 10 ગણા ભાવે વેચતો હતો. પોલીસે ₹2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા એક શખ્સ, સમીરખાન ઉર્ફે એસ.કે. બાપુની ધરપકડ કરી છે. આરોપી પોતાના ઘરમાં જ સસ્તા વિદેશી દારૂને બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં ભરીને ગ્રાહકોને મોંઘા ભાવે વેચતો હતો.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન, પોલીસને 174 સીલબંધ બ્રાન્ડેડ દારૂની બોટલો અને 96 બિયર ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે દારૂની બોટલ્સ, સ્ટીકરો, રોકડ, વજન કાંટો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ ગ્રાહકો પાસેથી દારૂની મૂળ કિંમત કરતાં 5 થી 10 ગણી વધુ રકમ વસૂલતો હોવાની કબૂલાત કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની અગાઉ પણ વેજલપુરમાં પ્રોહિબિશન કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ આ નકલી દારૂના નેટવર્કનું કનેક્શન ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સુરતમાં PM આવાસ યોજનામાં મોટું કૌભાંડ, સુરતમાં 917 મકાનો ભાડે અપાયા, હજારો બંધ મળ્યા, જુઓ Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
