Breaking News: મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર, તમામ સાઇટ પર વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવાશે
મહેસાણા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કામોમાં વધુ પારદર્શિતા લાવવા તેમજ કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસ કામોના સ્થળે હવે ખાસ વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવામાં આવશે.
મહેસાણા: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોમાં પારદર્શિતા લાવવા અને કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં હાથ ધરવામાં આવતા તમામ વિકાસ કામોના સ્થળે વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને તેમના વિસ્તારમાં થઈ રહેલા કામ અંગે જરૂરી માહિતી સ્થળ પર જ મળી શકશે.
નાગરિકોના ટેક્સના નાણાંથી થતાં કામોની મળશે સંપૂર્ણ માહિતી
મહેસાણા શહેરમાં રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઇન, ફૂટપાથ અને બગીચા સહિતના વિવિધ વિકાસ કામો નાગરિકોના ટેક્સના નાણાંમાંથી કરવામાં આવે છે. ત્યારે જાહેર નાણાંથી થતા કામોની માહિતી નાગરિકોને સરળતાથી મળી રહે અને કામની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવવાનો અધિકાર મળે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
બોર્ડ પર કામની મહત્વપૂર્ણ વિગતો દર્શાવાશે
વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ પર વર્ક ઓર્ડર નંબર, ટેન્ડર નંબર, મંજૂર થયેલી રકમ, કોન્ટ્રાક્ટર એજન્સીનું નામ, કામ શરૂ અને પૂર્ણ થવાની તારીખ સહિતની વિગતો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત કામ માટે જવાબદાર અધિકારી અને સાઇટ એન્જિનિયરની માહિતી પણ બોર્ડ પર મૂકવામાં આવશે.
QR કોડથી નાગરિકો કરી શકશે ઓનલાઈન ફરિયાદ
આ બોર્ડ પર QR કોડ પણ આપવામાં આવશે. નાગરિકો QR કોડ સ્કેન કરીને વિકાસ કામ અંગે ફોટો કે વીડિયો સાથે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ મળ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર ટેકનિકલ તપાસ અને કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે.
જો તપાસ દરમિયાન કામમાં ક્ષતિ અથવા કરારભંગ જણાશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી પાસેથી દંડ અને રિકવરી વસૂલવામાં આવશે. ગંભીર બેદરકારી જણાય તો કાયદેસરની કાર્યવાહી ઉપરાંત જરૂરિયાત મુજબ એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વિકાસ કામોમાં જવાબદારી અને પારદર્શિતા વધવાની સાથે નાગરિકોની સીધી ભાગીદારી પણ સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો- Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
