AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

03 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સોમનાથના ઉના શહેર અને તાલુકામાં રખડતાં શ્વાન 3 કલાકમાં આશરે 27 લોકોને કરડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2026 | 8:48 PM
Share

આજે 03 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

03 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સોમનાથના ઉના શહેર અને તાલુકામાં રખડતાં શ્વાન 3 કલાકમાં આશરે 27 લોકોને કરડ્યા

આજે 03 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Sep 2026 08:20 PM (IST)

    સોમનાથના ઉના શહેર અને તાલુકામાં રખડતાં શ્વાન 3 કલાકમાં આશરે 27 લોકોને કરડ્યા

    ગીર-સોમનાથના ઉના શહેર અને તાલુકામાં રખડતાં શ્વાનનો વધતો આતંક. ઉના સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કેસની વિગત આવી સામે. માત્ર 3 કલાકમાં આશરે 27 લોકોને શ્વાન કરડ્યાની માહિતી. છેલ્લાં 1 મહિનામાં સરકારી હોસ્પિટલમાં 300 જેટલાં કેસ નોંધાયા છે. પાલિકા દ્વારા તાત્કાલિક સર્વે કરી શ્વાનના ખસીકરણ કરવાની માંગ.

  • 03 Sep 2026 08:11 PM (IST)

    પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દી તરીકે રાજસ્થાનની ગર્ભવતી મહિલા દાખલ

    બનાસકાંઠાના પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દી દાખલ થયા છે. રાજસ્થાનની ગર્ભવતી મહિલાને સારવાર હેઠળ પાલનપુર ખાનગી હોસ્પિટલમાં રખાઈ છે. મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા રાજસ્થાનથી સારવાર અર્થે પાલનપુર લવાયા. રાજસ્થાનની મહિલાની સારવારને લઈ આરોગ્ય વિભાગ પણ એકશનમાં આવ્યું છે.

  • 03 Sep 2026 08:08 PM (IST)

    વડોદરામાં રાવપુરા પોલીસે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

    વડોદરા રાવપુરા પોલીસે 67.4 ગ્રામ MD ઝડપી પાડ્યું છે. એસીપી અશોક રાઠવા એ આપી વિસ્તૃત માહિતી. MD ડ્રગ્સની કિંમત 2.02 લાખ રૂપિયા. કુલ 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે આરોપી ગુલ્ઝારઅલીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી રોકડ પણ મળી આવી. ડિજિટલ વજનકાંટો અને મોબાઇલ જપ્ત કરાયા. વોન્ટેડ અલીમોહમદ પઠાણની પોલીસે શોધખોળ હાથ ધરી.

  • 03 Sep 2026 07:35 PM (IST)

    હિંમતનગર આરટીઓ સર્કલ પાસેથી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

    સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. રેતીની હેરાફેરી કરતા ટ્રેક્ટર પાસેથી હપ્તાની રકમ લેતા ઝડપાયો. 2000 રુપિયાના હપ્તાના 1000 રુપિયા લેતા પોલીસ કર્મી ઝડપાયો. એસીબીએ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કર્મી દિલીપ બોદરને લાંચ લેતા ઝડપ્યો. એસીબીએ છટકું ગોઠવતા રંગેહાથ ઝડપી પાડ્યો.

  • 03 Sep 2026 07:17 PM (IST)

    માંગરોળ તાલુકાના 10 થી વધુ ગામમાં સર્વેનો ખેડૂતોએ કર્યો વિરોધ, નાયબ કલેકટરે કર્યો દાવો ખાનગી જમીનનો સર્વે બંધ કરાયો

    જૂનાગઢના માંગરોળ તાલુકાના 10 થી વધુ ગામમાં કરાતા જમીનના સર્વે સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જમીનના પેટાળમાં રહેલા સફેદ પથ્થર સહિતના તત્ત્વોના સર્વેનો વિરોધ. ખાનગી કંપની દ્વારા સર્વે શરૂ કરાતા ખેડૂતોમાં ભયનો માહોલ. 10 દિવસ પહેલા ખેડૂતોએ સર્વે અટકાવી ઉચ્ચ કક્ષાએ કરી હતી રજૂઆત. નાયબ કલેકટર રાજીવ ધડુકે ખેડૂત આગેવાનો સાથે યોજી બેઠક. ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું ખાનગી કે સરકારી જમીનમાં કોઈપણ સર્વે નહીં થવા દઈએ. ફળદ્રુપ જમીન અને બાગાયત વિસ્તાર હોવાથી ખેડૂતોનો વિરોધ. સર્વે ચાલુ રહેશે તો આંદોલનની ખેડૂત આગેવાનોની ચીમકી. પ્રોજેક્ટ તાત્કાલિક અટકાવવા સરકાર સમક્ષ ખેડૂતોની અપીલ. નાયબ કલેકટરે સમગ્ર મામલે કલેકટરને જાણ કરવાની આપી ખાતરી. નાયબ કલેકટરનો દાવો ખેડૂતોની ખાનગી જમીનનો સર્વે હાલ બંધ કરાયો છે. સરકારના વિવિધ વિભાગોના સર્વેના ભાગરૂપે પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો નાયબ કલેકટરનો ખુલાસો. હાલ ખાનગી જમીન સંપાદન કે લીઝ આપવાની કોઈ જોગવાઈ ન હોવાનું તંત્રનું સ્પષ્ટીકરણ.

  • 03 Sep 2026 06:54 PM (IST)

    રાજકોટના લોકમેળાની તમામે તમામ 34 યાંત્રિક રાઇડને આપવામાં આવી મંજૂરી

    સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં હવે જામશે રંગત. તમામ 34 યાંત્રિક રાઇડને આપવામાં આવી મંજૂરી. રાજકોટ સીટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં આવી છે. ગણતરીની મિનિટોમાં તમામ રાઈડ શરૂ થઈ જશે. લોકમેળો શરૂ થયાના 24 કલાક બાદ આખરે તમામ યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં આવી છે. તમામ યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં ના આવતા લોકોમાં જોવા મળી રહ્યો હતો રોષ.

  • 03 Sep 2026 06:46 PM (IST)

    મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની માંગ

    મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની ઉગ્ર માંગ. મહિસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ના પડતાં પાક સુકાવાની ભીતિ વચ્ચે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ. વરસાદ ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. સમગ્ર જિલ્લાને સત્વરે અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રજૂઆત. પાઇપલાઇન યોજનાઓ તાત્કાલિક કાર્યરત કરી જિલ્લાના તળાવો અને જળાશયોમાં પાણી ભરવા માંગણી. ઓનલાઇન પદ્ધતિને બદલે અનાજ, કઠોળ અને તેલીબિયાંના બિયારણનું વિતરણ ઓફલાઇન કરી છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ. વીજ વાયરોની ચોરી અટકાવવા, સ્પેર ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ રાખવા તેમજ તમામ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ (MSP) પર સરખો ન્યાય આપવા માંગ ઉઠી.

  • 03 Sep 2026 06:26 PM (IST)

    “બાબરે મંદિર તોડી પાડીને ગુલામીનું પ્રતીક બનાવ્યું…” – મથુરામાં બોલ્યા યોગી આદિત્યનાથ

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, મથુરામાં પોતાના સંબોધન દરમિયાન, વિકાસ અને વારસાના મુદ્દાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે વિકાસના નામે વારસાનું વારંવાર અપમાન કરવામાં આવે છે. જૂન 2016 માં જવાહરબાગ ઘટનાનો ઉલ્લેખ કરતા, મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આ ઘટનામાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં બે પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જેમણે અંતિમ બલિદાન આપ્યું હતું.

    યોગીએ એવુ પણ કહ્યું કે, જ્યારે ઇતિહાસ મંદિરો પર હુમલાના ઉદાહરણો નોંધે છે, ત્યારે સ્વામી હરિદાસ જેવા સંતોએ તેમના સંગીત દ્વારા એક સાંસ્કૃતિક પ્રવાહ કેળવ્યો જે સદીઓ પછી પણ ગુંજતો રહે છે. અયોધ્યાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે 1528 માં, બાબરે શ્રી રામ જન્મભૂમિ તોડી પાડી અને ગુલામીનું પ્રતીક કરતી એક રચના ઉભી કરી, છતાં રામ નવમીની ઉજવણીને કંઈ રોકી શક્યું નહીં.

  • 03 Sep 2026 06:12 PM (IST)

    માણસામાં શિવ શક્તિ મોટર્સમાંથી ગેસ રિફિલિંગનું રેકેટ ઝડપાયું

    ગાંધીનગરના માણસામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ઝડપી પાડ્યું. બાતમીને આધારે રેડ કરતા 12 જેટલાં ગેસ સિલિન્ડર જપ્ત કર્યા. શિવ શક્તિ મોટર્સ નામની પેઢીમાં ગેરકાયદેસર રિફિલિંગ ચાલતું હતું. ગેસ રિફિલ જપ્ત કરી પેઢીના માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.

  • 03 Sep 2026 05:56 PM (IST)

    ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સરકાર પાસે માંગ્યો એકશન ટેકન રિપોર્ટ

    ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ નિર્દોષોના થયેલા મોત મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે, ભાવનગરના લઠ્ઠાકાંડની ગંભીર નોંધ લઈને રાજ્ય સરકાર પાસે માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ. ડ્રાય સ્ટેટમાં આ પ્રકારની ઘટના ચિંતા જનક હોવાનું માનવઅધિકાર પંચનુ કહેવું છે. આગામી સમયમાં રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે

  • 03 Sep 2026 05:43 PM (IST)

    જામનગરમાં નટબટ કંપનીની કાજુ કતરીમાં ફૂગ નીકળી, મનપાના આરોગ્ય વિભાગે આઉટલેટમાંથી જપ્ત કરી ખરાબ પ્રોડક્ટ

    જામનગર તહેવાર પર મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન રહેવા જેવો કિસ્સો સામે આવ્યો છે. એક્સપાયર ડેટ પહેલા જ મીઠાઈ બગડેલી નીકળતા ઉહાપોહ મચી જવા પામ્યો છે. નટબટ કંપનીની કાજુ કતરીમાં ફૂગ નીકળી. સાતમના તહેવારમાં મહેમાન માટે મંગાવેલી કાજુકતરી બગડેલી નીકળતા કરાઈ ફરિયાદ. ફુટ શાખાને 950 ની કિલો કાજુકતરી બગડેલી નીકળતા કરાઈ જાણ. ગ્રાહકે બગડેલી ફૂગ સાથેની કંપનીની કાજુકતરી નીકળતા કંપનીનો કર્યો તો સંપર્ક. કંપનીવાળાએ મનઘડત જવાબ દેતા ગ્રાહકે કરી ફરિયાદ. ફૂડ શાખાએ દોડી જઈ આઉટલેટ પર કાર્યવાહી હાથ ધરી. આઉટલેટ પર વધુ કાજુકતરીની બગડેલી પ્રોડક્ટ મળી આવી.

  • 03 Sep 2026 05:20 PM (IST)

    સુરતના પીપલોદ વિસ્તારની રાધાકૃષ્ણ હોટલના પાર્સલમાંથી મૃત વંદો નીકળ્યો !

    સુરતના પીપલોદ વિસ્તારમાં હોટલના પાર્સલમાંથી મૃત વંદો નીકળ્યો! રાધાકૃષ્ણ હોટલમાંથી મૃત વંદો મળી આવતા ચકચાર મચી ગઈ. આ મામલે ગ્રાહક દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC)માં ફરિયાદ કરવામાં આવી. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠ્યા.

  • 03 Sep 2026 04:57 PM (IST)

    વડોદરામાં માંજલપુરમાં 81 વર્ષીય વૃદ્ધાની રૂ. 1.70 લાખની કિંમતની બંગડી મહિલાએ લૂંટી લીધી

    વડોદરાના માંજલપુરમાં 81 વર્ષીય વૃદ્ધા સાથે બની લૂંટની ઘટના.  જગન્નાથમ પુરમ સોસાયટીમાં વહેલી સવારે લૂંટની ઘટના બની. વૃદ્ધાની નજર ચૂકવી ઘરમાં પ્રવેશ કરી ઉપરના માળે રાત વિતાવી. વહેલી સવારે આશરે 5 વાગ્યે મહિલાએ લૂંટને અંજામ આપ્યો. બંગડી ખેંચવાના પ્રયાસ દરમિયાન વૃદ્ધા જાગી જતાં ઝપાઝપી થઈ. આરોપી મહિલાએ વૃદ્ધાના હાથમાં બચકાં ભરી ઈજા પહોંચાડી. ત્યારબાદ રૂ.1.70 લાખની કિંમતની બંગડી લૂંટી મહિલા ફરાર થઈ. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલા આરોપીની ધરપકડ કરી. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

  • 03 Sep 2026 04:41 PM (IST)

    ગીર સોમનાથના ઉનાના ભડીયાદર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

    ગીર સોમનાથના ઉનાના ભડીયાદર ગામે યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો બનાવ બન્યો છે. ચાર થી પાંચ શખ્સો દ્રારા અભેસિંહ નામના યુવક પર હુમલો કરાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્ત યુવાનને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધું સારવાર અર્થે જુનાગઢ ખાતે ઈજાગ્રસ્ત યુવાને ખસેડવામા આવ્યો. અગાઉનું મનદુ:ખ રાખી યુવાન પર છરી વડે કરાયો હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી :s.

  • 03 Sep 2026 04:28 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ  કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સબબ તપાસ શરુ

    અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ  કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના કરાયેલા આક્ષેપ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા શરુ કરાઇ તપાસ. નિરજા ગુપ્તા સામે થયેલી ફરિયાદો અને ભરતીનાં દસ્તાવેજોની થશે તપાસ. પૂર્વ કમિટીએ એકત્રિત કરેલાં દસ્તાવેજોનો પણ થશે અભ્યાસ. દસ્તાવેજોનાં અભ્યાસ બાદ જરુરી સ્ટાફનાં નિવેદનો પણ લેવાશે. પૂર્વ તપાસ સમિતીનાં અહેવાલનો કાયદાકિય અભિપ્રાય આવવાનો હજી બાકી છે.

  • 03 Sep 2026 04:13 PM (IST)

    બનાસકાંઠાના હડાદ પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા

    લગ્નના નામે યુવકને ફસાવતી કથિત લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. હડાદ પોલીસે કથિત લૂંટેરી દુલ્હન સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. લગ્ન કરાવવાના બહાને યુવક પાસેથી ₹1.50 લાખ રોકડા પડાવ્યા. ચાંદીનું મંગળસૂત્ર પણ લઈ યુવકને કથિત રીતે માર મારી ભગાડ્યો. ઠગાઈનો ભોગ બનેલા યુવકે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ હડાદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓ સુધી પહોંચ્યા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી કાર્યવાહી. પોલીસે ₹1.50 લાખ રોકડા અને ચાંદીનું મંગળસૂત્ર કર્યું કબજે. લગ્નના નામે યુવકોને ફસાવી ઠગાઈ કરતું કથિત ગેંગ સક્રિય હોવાનો ખુલાસો. આરોપીઓએ અગાઉ પણ આવી જ રીતે ઠગાઈ કરી છે કે નહીં તે અંગે તપાસ. 7 આરોપીઓની ધરપકડ બાદ હડાદ પોલીસની સઘન પૂછપરછ શરૂ કરી છે. લૂંટેરી દુલ્હન ગેંગના પર્દાફાશથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • 03 Sep 2026 03:53 PM (IST)

    સાબરકાંઠામાં સ્વાઈનફ્લુ પોઝિટિવ ચાર કેસ નોધાયા, લક્ષણો ધરાવતા બે ના મોત, બે સારવાર હેઠળ

    સાબરકાંઠામાં, સ્વાઈનફ્લુ પોઝિટિવ ચાર કેસ નોધાયા છે. સ્વાઈન ફ્લુના લક્ષણો ધરાવતા બે ના મોત, બે સારવાર હેઠળ છે. હિંમતનગરના બે, તલોદના એક અને ખેડબ્રહ્મા તાલુકાનો એક કેસ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. 12 દિવસમાં ચાર સ્વાઈનફ્લુ પોઝિટિવ કેસ, નવ કિશોરી અને ત્રણ વર્ષની બાળકીનું મોત થું છે. 12 વર્ષનો બાળક અને 62 વર્ષના વૃદ્ધ GMERS સિવિલમાં સારવાર હેઠળ છે. હિંમતનગરના ભાથીખત્રી 9 વર્ષની બાળકી અને ખેડબ્રહ્માના ભૂરીઘરફળો ગામની બાળકીનું મોત થયું છે. હિંમતનગરના દેરોલ ગામના 62 વર્ષીય વૃદ્ધને સ્વાઈનફ્લુ પોઝિટિવ GMERSમાં સારવાર હેઠળ છે. તલોદના ગુંદીયા ગામના 12 વર્ષીય કિશોરને સ્વાઈનફ્લુ પોઝિટિવ GMERSમાં સારવાર હેઠળ છે.

  • 03 Sep 2026 03:42 PM (IST)

    રાજકોટના લોકમેળામાં લોકો સાથે ઉઘાડી લૂંટ !

    રાજકોટના લોકમેળામાં લોકો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. 20 રૂપિયાના આઇસ્ક્રિમના 25 રૂપિયા વસૂલી રહ્યા છે વેપારીઓ. લોકમેળામાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આવે છે. લોકમેળાના નામે ઉઘાડી લૂંટ કરતા વેપારીઓ. પુરવઠા વિભાગની સતત દેખરેખ છતાં ઉઘાડી લૂંટ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • 03 Sep 2026 02:39 PM (IST)

    GDP ગ્રોથ મુદ્દે ગરમાયું રાજકારણ, મહુઆ મોઈત્રાએ PM મોદીની સ્કિન કેર પર કર્યો કટાક્ષ

    ભારતના પ્રથમ ત્રણ મહિનામાં 7.8 ટકાના GDP ગ્રોથના આંકડા સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. GDPના મુદ્દે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં તેમના ચહેરાની ત્વચાના ગ્લોનું રહસ્ય પૂછ્યું હતું. મહુઆ મોઈત્રાએ ટોણો મારતા કહ્યું કે, “GDP છોડી દો મોદીજી, તેને અમે જોઈ લઈશું, બસ તમારી સ્કિનના ગ્લોનો રાઝ જણાવી દો.” તેમણે વધુમાં કહ્યું કે, “હું 51 વર્ષની થઈ ગઈ છું, મારે પણ મારી ત્વચા માટે કંઈક કરવું છે.” તેમના આ નિવેદનથી GDPના આંકડા વચ્ચે રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની છે.

  • 03 Sep 2026 02:29 PM (IST)

    સાબરકાંઠાના પ્રાંતિજમાં કારમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર

    સાબરકાંઠાના પ્રાંતિજમાં લીમલા નજીક સ્વિફ્ટ કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. કારની પાછળની સીટ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક માણસા સ્થિત IFL ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વડવાસાથી લીમલા રોડ પર અજાણ્યા શખ્સો કાર લઈને આવ્યા હતા અને સ્થાનિકોને જોઈ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  • 03 Sep 2026 01:48 PM (IST)

    પાટણમાં ગટર સમસ્યા મુદ્દે ભાજપ-કોંગ્રેસ એક મંચ પર, હાઈવે પર ચક્કાજામ

    જામનગરમાં એપાર્ટમેન્ટના પ્રથમ માળે બાથરૂમનો દરવાજો લોક થઈ જતાં બાળકી અંદર ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ફાયર જવાને ગ્રીલ પર ચઢીને બારીના રસ્તે બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો અને ભારે જહેમત બાદ બાળકીને સલામત રીતે બહાર કાઢી હતી. બાળકી સુરક્ષિત બહાર આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

  • 03 Sep 2026 12:55 PM (IST)

    અમદાવાદમાં ચંડોળા તળાવ મુદ્દે ફરી ગરમાઈ રાજનીતિ

    અમદાવાદમાં ચંડોળા તળાવ મુદ્દે ફરી રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં ચંડોળાના સ્થાનિક લોકો સાથે રિવરફ્રન્ટ કમિશનરની કચેરી સામે દેખાવો કરવામાં આવ્યા હતા. પોસ્ટર અને ઢોલ-નગારાઓ સાથે મોટી સંખ્યામાં લોકો કચેરી બહાર ઉમટ્યા હતા. ચંડોળા તળાવ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોના પુનઃવસનની માગને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેખાવ દરમિયાન સ્થાનિકોએ તેમની માગણીઓ વહેલી તકે સંતોષવાની રજૂઆત કરી હતી.

  • 03 Sep 2026 12:54 PM (IST)

    સુરતના ભાઠેનાની ઉમા ઈન્ડસ્ટ્રીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ

    સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી ઉમા ઈન્ડસ્ટ્રીના બિલ્ડિંગના બીજા માળે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. આગમાં ફસાયેલા બે લોકોને ફાયર જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. ધુમાડો વધુ હોવાથી જવાનોએ BA સેટ સાથે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  • 03 Sep 2026 11:55 AM (IST)

    કચ્છના દૂધઈમાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

    કચ્છના દૂધઈ વિસ્તારમાં આજે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી આશરે 24 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આંચકો અનુભવાતા કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

  • 03 Sep 2026 11:54 AM (IST)

    ગાંધીનગરમાં સતત બીજા દિવસે ભાજપમાં બેઠકોનો ધમધમાટ

    ગાંધીનગરમાં સતત બીજા દિવસે પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. કમલમ ખાતે પ્રભારી તરુણ ચૂગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ પ્રભારીએ તમામ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ યુવા મતદારોને પાર્ટી સાથે જોડવા સહિતના મુદ્દાઓ પર ખાસ ટકોર કરવામાં આવી હતી.

  • 03 Sep 2026 11:43 AM (IST)

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળા દરમિયાન આરોગ્ય વિભાગનું ચેકિંગ

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાદ્યસામગ્રીના વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ ટીમોએ સ્ટોલ અને ખાણી-પીણીના સ્થળોએ અખાદ્ય ખોરાક, ગંદકી તેમજ સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લોકમેળામાં આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

  • 03 Sep 2026 11:01 AM (IST)

    પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાતા ભારતનું કડક વલણ

    પાકિસ્તાનના સિરાજ ગામમાં આવેલું આશરે 125 વર્ષ જૂનું ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઘટનાને લઈને ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવી સમગ્ર મામલાની નિંદા કરી છે. ભારતે પાકિસ્તાન સરકાર પાસે ઘટનાની સત્વરે અને પારદર્શી તપાસ કરવાની સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, ભારતમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી મંદિરને ફરીથી સ્થાપિત કરવાની માગ ઉઠાવી છે.

  • 03 Sep 2026 10:54 AM (IST)

    વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

    વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટનું લેન્ડિંગ શક્ય બન્યું નહોતું. દિલ્હી એરપોર્ટ પર સિગ્નલ ન મળતા ફ્લાઇટ લગભગ અડધો કલાક આકાશમાં ચક્કર લગાવતી રહી હતી. ત્યારબાદ દિલ્હી ATC તરફથી ક્લિયરન્સ મળતા ફ્લાઇટને દિલ્હી જવા રવાના કરવામાં આવી હતી.

  • 03 Sep 2026 10:43 AM (IST)

    સુરતઃ PM આવાસ યોજનામાં મોટી ગેરરીતિનો ખુલાસો

    સુરતમાં PM આવાસ યોજનાના મકાનોમાં મોટી ગેરરીતિ સામે આવી છે. મનપાના 17,066 આવાસના ડોર-ટુ-ડોર સરવેમાં 917 મકાનોમાં મૂળ લાભાર્થીઓના બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 6,135 મકાનો બંધ હાલતમાં મળી આવ્યા હતા. માત્ર 8,925 મકાનોમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું જણાયું છે. અઠવા ઝોનમાં 398 મકાન ભાડે અને 2,213 મકાન બંધ મળ્યા હતા, જ્યારે રાંદેર ઝોનમાં સૌથી વધુ 333 મકાન ભાડે અને 2,727 મકાન બંધ મળ્યા છે. મનપાએ નિયમ ભંગ કરનારા મકાનમાલિકોને નોટિસ ફટકારી છે અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

  • 03 Sep 2026 09:27 AM (IST)

    સુરતઃ ડીંડોલીમાં SMC કર્મચારી પર ધારદાર હથિયારથી હુમલો

    સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસમાં SMCના સફાઈ કર્મચારી પર ધારદાર હથિયારથી હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસમાં કયા કારણોસર મારામારી થઈ અને હુમલો શા માટે કરવામાં આવ્યો તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

  • 03 Sep 2026 08:03 AM (IST)

    અમદાવાદઃ જોધપુરમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં 21 દિવસમાં ચાર્જશીટ

    આનંદનગર પોલીસે જોધપુર વિસ્તારમાં યુવતી પર પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરાયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 21 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ફોરેન્સિક, સાંયોગિક અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ પૂર્ણ કરી, જે સંબંધિત વિગતો ચાર્જશીટમાં રજૂ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આ કેસને લઈને કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

  • 03 Sep 2026 07:57 AM (IST)

    નેપાળ મહાત્રાસદીમાં મૃત્યુઆંક 1204 થયો, 4,875થી વધુ લોકો હજુ લાપતા

    નેપાળમાં સર્જાયેલી મહાત્રાસદીમાં મૃત્યુઆંક વધીને 1,204 થયો છે, જ્યારે 4,875થી વધુ લોકો હજુ પણ લાપતા છે. રેસ્ક્યૂ ટીમોએ અત્યાર સુધીમાં 1,114 જેટલા મૃતદેહો શોધી કાઢ્યા છે અને 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. 300થી વધુ વિદેશી પ્રવાસી નાગરિકોને પણ બચાવી લેવાયા છે, જોકે 34 દેશોના આશરે 590 વિદેશી નાગરિકો હજુ લાપતા છે. અત્યાર સુધીમાં 95 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. કૈલાશ પર્વતથી પરત ફરી રહેલા આશરે 2,500 યાત્રાળુઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. શોધ અને બચાવ કામગીરીમાં 21,314 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, તિબેટમાં પણ મૃત્યુઆંક વધીને 21 થયો છે અને 541 લોકો હજુ ગુમ છે.

  • 03 Sep 2026 07:42 AM (IST)

    18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી-NCRમાં રેડ એલર્ટ

    દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી-NCRમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં 4 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે. આગામી બે દિવસ દરમિયાન પૂર્વ તથા પશ્ચિમ બર્ધમાન અને બીરભૂમ સહિત ચાર જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે.

Published On - Sep 03,2026 7:41 AM

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">