AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના અને નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન
Traffic RulesImage Credit source: X | @InfoGujarat
| Updated on: Sep 23, 2026 | 9:26 AM
Share

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના અને નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં માર્ગ સલામતી જળવાય અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ

સમગ્ર માહિતી, @InfoGujarat X (ટ્વિટર) પર શેર કરવામાં આવી છે. મેગા ડ્રાઇવ દરમિયાન માત્ર 20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતા 4 હજારથી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા કુલ ₹58.56 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

ફેન્સી નંબર પ્લેટને કારણે વાહનની ઓળખ કરવામાં મુશ્કેલી

નંબર પ્લેટ વાહનની ઓળખ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નિયમો વિરુદ્ધની, અસ્પષ્ટ અથવા ફેન્સી નંબર પ્લેટને કારણે વાહનની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી વાહનચાલકોને પોતાના વાહન પર સ્પષ્ટ અને સરકારના નિયમો અનુસાર નંબર પ્લેટ લગાવવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઝુંબેશ આગામી 14 ઓક્ટોબર સુધી ચાલશે

ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઇવ હજુ ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવા માટે આ ઝુંબેશ આગામી 14 ઓક્ટોબર સુધી ચાલશે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા અને વાહનના દસ્તાવેજો તથા નંબર પ્લેટ નિયમો અનુસાર રાખવા અપીલ કરી છે.

ખાસ કરીને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવી, નંબર અસ્પષ્ટ રાખવો અથવા નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાવવી ટાળવા જણાવાયું છે. વાહનચાલકો માટે આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ સંદેશ છે કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે આગામી દિવસોમાં પણ ચેકિંગ અને કાર્યવાહી વધુ કડક બની શકે છે.

આ પણ વાંચો, Breaking News : પ્રિસ્ક્રિપ્શન વગર પેનકિલર લેતા પહેલાં 100 વાર વિચારજો, કિડની ફેલ થવાના જોખમ સામે CDSCO નો મોટો આદેશ !

Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
g clip-path="url(#clip0_868_265)">