AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શારજાહમાં એક ભારતીય વ્યક્તિની હત્યા, કારમાંથી 9 ટુકડામાં મૃતદેહ મળ્યો, 2 મહિના પછી આ રીતે થયો ખુલાસો

શારજાહમાં કર્ણાટકના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, અને તેની કારમાંથી તેના શરીરના 9 ટુકડા મળી આવ્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Breaking News : શારજાહમાં એક ભારતીય વ્યક્તિની હત્યા, કારમાંથી 9 ટુકડામાં મૃતદેહ મળ્યો, 2 મહિના પછી આ રીતે થયો ખુલાસો
| Updated on: Sep 23, 2026 | 9:37 AM
Share

સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શારજહામાં કર્ણાટકના એક વ્યક્તિની 2 મહિના પહેલા જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને 9 ટુકડામાં કારમાં રાખવામાં આવ્યો હતો. મૃતક વ્યક્તિનું નામ અલ્વિન પ્રકાશ કુંદર છે. 2 મહિના પછી આ ઘટનાનો ખુલાસો થયો છે. અલ્વિનના ભાઈ અનિલ પ્રશાંત કુંદરે આ વિશે જાણકારી આપી છે. અલ્વિન છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરી રહ્યો હતો.

ઉડ્ડપીના કુંડાપુરનો રહેવાસી છે અલ્વિન પ્રકાશ કુંદર

અલ્વિન કુંદર ઉડ્ડુપીના કુંડાપુરનો રહેવાસી છે. તેની પત્ની ટીના સ્કૂલ ટિચર અને દીકરો 10મું ધોરણ ભણતો હતો. કેટલાક રિપોર્ટ મુજબ બંને હજુ ગુમ છે. હજુ સુધી કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી. મૃતક એલ્વિનના ભાઈ અનિલે ઉડુપી પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. પોલીસ શારજાહથી સત્તાવાર માહિતીની રાહ જોઈ રહી છે.

મળતી જાણકારી અનુસાર અનિલે 20 જુલાઈના રજો અલ્વિને ફોન કર્યો હતો. પરંતુ જવાબ આવ્યો ન હતો. બસ એક મેસેજ આવ્યું કે, હું ઠીક છું, અજીબ લાગ્યું કારણ કે, ભાઈ ક્યારેય આવી રીતે વાત કરતો ન હતો. એક અઠવાડિયા પછી ફોન આવ્યો તો કોઈ જવાબ ન આવ્યો. ચિંતા થતા અનિલે શારજાહામાં રહેતા અલ્વિનના ફ્રેન્ડ મનોહરનો સંપર્ક કર્યો હતો. મનોહર કંપનીના ફ્લેટ પર ગયો. તો ચોકીદારે કહ્યું અલ્વિન ભારત ગયો છે. કંપનીના એચઆરે પણ કહ્યું એલ્વિન ભારત ગયો છે. અલ્વિનના ભાઈ અનિલે કંપનીને ફોન કરી કહ્યું કે, અલ્વિન ભારત આવ્યો નથી.

મૃતદેહના 9 ટુકડા કરી 2 થેલા ભરવામાં આવ્યા

કંપનીએ પાસપોર્ટ ચેક કર્યો તો ખબર પડી કે, તે હજુ શારજાહામાં છે. ત્યારબાદ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસમાં અલ્વિનનો મૃતદેહ ઓમાન જવાના રસ્તા પર ઉભેલી એક કારમાંથી મળ્યો હતો. મૃતદેહના 9 ટુકડા કરી 2 થેલા ભરવામાં આવ્યા હતા.

14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો

સોમવારે પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો, ત્યારબાદ તેઓએ ઉડુપી પોલીસનો સંપર્ક કર્યો. હત્યાના ચોક્કસ સંજોગો અને કારણો હજુ પણ સ્પષ્ટ નથી. શારજાહ પોલીસ દ્વારા વધુ તપાસમાં સત્ય બહાર આવવાની આશા છે.મૃતક, એલ્વિન પ્રકાશ કુંદર, છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો હતો. તેની પત્ની, ટીના અને પુત્ર હજુ પણ ગુમ છે. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">