3 જુલાઈના મહત્વના સમાચાર : આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 11:46 PM

Gujarat Live Updates : આજ 03 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

3 જુલાઈના મહત્વના સમાચાર : આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

ઉત્તરપ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગ મચતા 116થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે.  બીજી તરફ લોકસભામાં PM મોદીએ ગર્જના કરી છે. તેમણે કહ્યું, કોંગ્રેસની ઇકોસિસ્ટમને તેમની ભાષામાં જવાબ મળશે. ભાષણમાં 7 વખત બાળબુદ્ધિ કહીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસે પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.  રાજ્યના 169 તાલુકામાં વરસાદી મહેર થઇ છે. લાખણીમાં સૌથી વધુ નવ ઈંચ તો મહેસાણા અને બેચરાજીમાં ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે, 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના લાખણીમાં મેઘતાંડવ જોવા મળ્યો. 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થયુ છે. તો નડાબેટ સરહદ પર પણ વરસાદી પાણી ભરાયા છે. રાજ્યમાં આગામી દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેની આગાહી છે, તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jul 2024 11:46 PM (IST)

    આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી

    ગુજરાતમાં અત્યાર સુધી 20 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે જેવી રીતે જુલાઇની ધોધમાર શરૂઆત થઇ છે. જેનાથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

    ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

  • 03 Jul 2024 07:37 PM (IST)

    રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારા, તત્કાલીન પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા

    રાજકોટ TRP અગ્નિકાંડના કેસમાં તત્કાલીન PI વી.એસ.વણઝારા અને તત્કાલીન પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. SITની તપાસ બાદ DGP એ  સસ્પેન્શનનો આદેશ કર્યો છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં બે પોલીસ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે.

  • 03 Jul 2024 06:42 PM (IST)

    અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાના કેસમાં પાંચ આરોપીના 6 જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ કરેલા પથ્થરમારાના કેસમાં, પોલીસે પકડેલા પાંચ આરોપીને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પાંચેય આરોપીને 6 જુલાઈની સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ માંગતા પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, અન્ય કોણ આરોપી સંડોવાયેલા છે તેની તપાસ કરવાની છે. વીડિયોગ્રાફીના આધારે  બીજા આરોપીઓની ઓળખ કરવાની છે. કાવતરું ક્યાં રચાયું હતું અને કોણે રચ્યું હતું તેની પૂછપરછ કરવાની છે.

  • 03 Jul 2024 05:28 PM (IST)

    અમદાવાદ 147મી રથયાત્રા: 16 કિલોમીટરના રુટ પર 18,784 અધિકારીઓ-સુરક્ષા કર્મચારીઓ રહેશે તહેનાત

    અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા માટે આઈ જી કક્ષા સહીતના 18784 પોલીસ અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ ફરજ પર તહેનાત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની 147મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ અને-પોલીસ મહાનિદેશક ઉપસ્થિત રહ્યાં હતા.

  • 03 Jul 2024 04:47 PM (IST)

    પાકિસ્તાનમાં થતા અવારનવાર ફોનને આધારે, ગુજરાત ATSએ કચ્છમાંથી 3 વ્યક્તિઓની કરી અટકાયત

    ગુજરાત ATSએ કચ્છમાથી 3 શખ્સોને પુછપરછ ઉઠાવ્યા છે. મુન્દ્રા તાલુકાના ધ્રબમાંથી એક શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તો મુન્દ્રા સાથે લખપતમાંથી પણ એજ શંકાએ બે શખ્સોને પુછપરછ માટે તપાસ એજન્સી લઇ ગઇ છે. પાકિસ્તાનમાં થતાં ફોન કોલના આધારે પુછપરછ માટે અટક કરી હોવાની વિગતો સામે આવી છે. ફોન કરનારાઓના કુટુંબીજનો પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ફોનથી પાકિસ્તાનમાં અવારનવાર કોલ કરતો હોઈ એજન્સીઓના રડાર પર આવ્યો હોવાનું સામે આવ્યું છે.

  • 03 Jul 2024 03:33 PM (IST)

    રાજકોટના ભ્રષ્ટ ટીપીઓ મનસુખ સાગઠીયા છ દિવસના પોલીસ રિમાન્ડ પર

    રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ કરાયેલા રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયાને રાજકોટ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા મનસુખ સાગઠીયાની ઓફિસમાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો સામે આવી હતી. મનસુખ સાગઠીયાએ પોતાની ઓફિસમાં પાંચ કરોડથી વધુ રોકડા અને સોના તેમજ ચાંદી છુપાવીને રાખી હતી. જે એસીબી દ્વારા ઓફિસની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવી હતી.

  • 03 Jul 2024 03:01 PM (IST)

    અમિત શાહ 5 જુલાઈએ આવશે અમદાવાદ, 6ઠ્ઠીએ ગાંધીનગરમાં સહકારી દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 5 જુલાઈની રાત્રે અમદાવાદ આવી પહોચશે. તેઓ આગામી 6 જુલાઈના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા સહકારી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આશરે 5000 લોકો હાજર રહેશે.

  • 03 Jul 2024 02:56 PM (IST)

    શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

    શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી આજે જાહેર કરશે. કુલ 24 હજાર 700 જગ્યાઓ પર ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમા ભરતીને  મંજૂરી અપાઈ.

  • 03 Jul 2024 02:22 PM (IST)

    અમદાવાદના જગદીશ મંદિરમાં ભગવાનના મામેરાના દર્શન

    અમદાવાદ: જગદીશ મંદિરમાં ભગવાનના મામેરાના દર્શન છે. ભવ્ય શોભાયાત્રા સાથે મામેરું નિજમંદિર લવાયું. વાજતે-ગાજતે મંદિરમાં જગન્નાથજીના મામેરાનું આગમન થયુ, ભક્તો દર્શન કરી શકે તે માટે મામેરું મંદિરમાં ખુલ્લુ મુકાયું. અમાસથી બીજ સુધીની પ્રભુની ‘શ્રૃંગાર સામગ્રી'ના ભક્તોને દર્શન થશે.

  • 03 Jul 2024 01:29 PM (IST)

    અમદાવાદ: રથયાત્રા પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ

    અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તંત્રની પરવાનગી મુજબ 18 ગજરાજ રથયાત્રામાં જોડાશે. સાંસ્કૃતિક ઝાંખી સાથેના 101 ટ્રક રથયાત્રામાં જોડાશે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રામાં સામેલ થશે. સાધુ-સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેશે.

  • 03 Jul 2024 01:27 PM (IST)

    સુરત: કોસ્મેટિકની આડમાં ચાલતો એલોપેથિક દવાનો ખેલ ઝડપાયો

    સુરત: કોસ્મેટિકની આડમાં ચાલતો એલોપેથિક દવાનો ખેલ ઝડપાયો છે. પરવાના વિના જ ચાલી એલોપેથિક દવાનો વેપાર રહ્યો હતો. ગાંધીનગરના ખોરક અને ઔષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા. ઓનલાઇન માર્કેટમાં બનાવટી દવાના વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્રએ શંકાસ્પદ એલોપેથિક દવાના 14 નમૂના તપાસ માટે લીધા છે. 30 લાખની બનાવટી એલોપેથિક અને કોસ્મેટિક દવા જપ્ત કરવામાં આવી છે. લિંબાયત ઝોન પાસે આયુષી એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બનાવટી દવા પર એલોપેથિકનું લેબલ લગાડીને વેચતા હતા.

  • 03 Jul 2024 01:26 PM (IST)

    પાટણના સાંતલપુરમાં સીધાડા નજીક શ્રમિકનું મોત

    પાટણના સાંતલપુરમાં સીધાડા નજીક શ્રમિકનું મોત થયુ છે. બોઈલર પર કામ કરતા સમયે પગ લપસી જતા શ્રમિકનું મોત થયુ છે. કેમિકલ ફેક્ટરીની લાપરવાહીના કારણે શ્રમિકના મોતની આશંકા છે. અગાઉ ખુલ્લામાં વેસ્ટ નાખતા કેમિકલ ફેકટરીને સીલ કરાઈ હતી.

  • 03 Jul 2024 01:04 PM (IST)

    સંસદમાં PM મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસે કર્યુ વોકઆઉટ

    પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે દેશ જોઈ રહ્યો છે. અસત્ય ફેલાવનારાઓમાં સત્ય સાંભળવાની તાકાત નથી. વિપક્ષના વોકઆઉટ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો ઉપલા ગૃહનું અપમાન કરી રહ્યા છે. વિપક્ષે ગૃહનું અપમાન કર્યું. મેદાન છોડીને ભાગવું એ વિપક્ષનું નસીબ છે.

  • 03 Jul 2024 01:03 PM (IST)

    10 વર્ષમાં ખેડૂતો માટે ઘણું બધું કર્યું: PM મોદી

    હોબાળા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આપણી ખેતી દરેક રીતે નફાકારક બની છે. ખેડૂતોને ફાયદો થયો છે. અમે ખેડૂતોને ઘણી રીતે સશક્ત બનાવવાનું કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં ખેડૂતો માટે અનેક કામો કર્યા છે. ખેડૂતોને પાક લોન આપવામાં આવી છે. એમએસપી પર પાકની ખરીદી કરવામાં આવી હતી. ઓછા ભાવે ખાતરની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. પહેલા કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ હતું. તમામ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળ્યો. અગાઉ નાના ખેડૂતોને લાભ મળતો ન હતો.

  • 03 Jul 2024 12:59 PM (IST)

    કોંગ્રેસ રિમોટથી સરકાર ચલાવવા ટેવાયેલી છેઃ પીએમ મોદી

    કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે વિદ્વાનોએ ઓટો પાયલોટ મોડ પર સરકાર ચલાવી છે. કોંગ્રેસને ઓટો મોડની સરકાર જોઈએ છે. કોંગ્રેસ દૂરસ્થ સરકાર ચલાવવા ટેવાયેલી છે.

  • 03 Jul 2024 12:58 PM (IST)

    બંધારણ અમારા માટે દીવાદાંડી સમાન છેઃ પીએમ મોદી

    બંધારણને લઈને પીએમ મોદીએ કહ્યું કે બંધારણના કારણે મને અહીં આવવાની તક મળી. બંધારણની ભાવના આપણા માટે મૂલ્યવાન છે. બંધારણ આપણા માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. બંધારણ દીવાદાંડી જેવું કામ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે અમે 24મી નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવાનું નક્કી કર્યું, ત્યારે અહીં જે લોકો બંધારણને લહેરાતા હતા તેઓએ તેનો વિરોધ કર્યો હતો.

  • 03 Jul 2024 12:34 PM (IST)

    જનતાએ અમને સંપૂર્ણ સમર્થન આપ્યું: પીએમ મોદી

    પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં સમર્પણ અને સતત સેવા સાથે કરવામાં આવેલા કામને જનતાએ દિલથી સમર્થન આપ્યું છે. દેશની જનતાએ તેમના આશીર્વાદ આપ્યા છે. એકને દેશની બુદ્ધિમત્તા પર ગર્વ છે. કારણ કે દેશની જનતાએ પ્રચારને પરાસ્ત કર્યો છે. કાર્યને સમર્થન આપવામાં આવ્યું છે. વિશ્વાસના રાજકારણ પર જીતની મહોર લગાવવામાં આવી છે.

  • 03 Jul 2024 12:31 PM (IST)

    રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

    રાજ્યસભામાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ દેશવાસીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન બંને હતું. પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ પછી દેશની જનતાએ સતત ત્રીજી વખત કોઈને સેવા કરવાની તક આપી છે. આવું 60 વર્ષ પછી બન્યું છે જ્યારે કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી ત્રીજી વખત પરત ફર્યું છે. આવી સ્થિતિમાં ત્રીજી વખત સરકારની રચના એક અસામાન્ય ઘટના છે. કેટલાક લોકો આ પ્રકારનું પરિણામ સમજી શક્યા નથી.

  • 03 Jul 2024 11:38 AM (IST)

    પોરબંદરઃ માધવપુરમાં બે દિવસમાં 10 ઇંચ વરસાદ નોંધાયો

    પોરબંદરઃ માધવપુરમાં બે દિવસમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી પાણી થયુ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. માધવપુર ઘેડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યાં છે. માધવપુર-સોમનાથ મેઈન હાઇવે નજીક પાણી ભરાયા છે. અનેક દુકાનો અને હોટલમાં પાણી ઘૂસી ગયા છે. પૂર આવતા ઘેડના નાના મોટા ગામોમાં લોકોનું જનજીવન ખોરવાયું છે.

  • 03 Jul 2024 11:35 AM (IST)

    બનાસકાંઠા: લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદથી તારાજી

    બનાસકાંઠા: લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદથી તારાજી સર્જાઇ છે. કુડા, મોરાલ, દેતાલ ડુવા ગામમાં બરબાદીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. મોટા ભાગના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોના ધોવાણથી મગફળીનું વાવેતર પાણીમાં તણાયું છે. મોરાલ ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. સરકારને સહાય કરવા ખેડૂતોની વિનંતી છે. કુડા ગામમાં રસ્તા ધોવાતા સ્થાનિકોને  હાલાકી પડી છે. ટ્રેક્ટરના સહારે બાળકોને શાળાએ મૂકવા જવાની  ફરજ પડી છે.

  • 03 Jul 2024 11:34 AM (IST)

    જૂનાગઢ: ઓઝત નદીનો પાળો તૂટી જતા બામણસામાં નુકસાન

    જૂનાગઢ: ઘેડ પંથકમાં પૂરથી ખેડૂતોને મોટું નુકસાન થયુ છે. ઓઝત નદીનો પાળો તૂટી જતા બામણસામાં નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોની હજારો એકર જમીનમાં ધોવાણ થયું છે.ઓઝત નદીનો પાળો તૂટતા 5 જેટલા ગામોને અસર થઇ છે. 1.36 કરોડના ખર્ચે બનાવેલો 160 મીટરનો પાળો તૂટ્યો છે. તાત્કાલિક ધોરણે સમસ્યાનો નિકાલ કરવા લોકમાગ છે.

  • 03 Jul 2024 11:32 AM (IST)

    પોરબંદર: માધવપુરની બજારોમાં ભરાયા પાણી

    પોરબંદર: માધવપુરની બજારોમાં પાણી ભરાયા છે. માધવપુર ગામની બજારોમાં ગોઠણ સમા પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. 8 દિવસ સુધી બજારોમાં પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી થઇ રહી છે. બજારોમાં પાણી ભરાતા વેપારીઓના માલ સમાન પણ ખરાબ થયા છે. મધ્યવંતી નદી અને ઓઝત નદીના પાણી મુખ્ય બજારોમાં ભરાયા છે.

  • 03 Jul 2024 10:21 AM (IST)

    જામનગર: સરદાર પટેલ ભવનમાં GPCBની ઓફિસમાં લાગી આગ

    જામનગર: સરદાર પટેલ ભવનમાં GPCBની ઓફિસમાં આગ લાગી છે. આગના કારણે રેકોર્ડ, ફાઈલ સહીતનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. રામેશ્વરનગર નજીક સરદાર પટેલ ભવન આવેલું છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.

  • 03 Jul 2024 09:45 AM (IST)

    સુરત: અવાવરું જગ્યાએથી મળેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો

    સુરત: અવાવરું જગ્યાએથી મળેલા ડ્રમમાંથી મૃતદેહ  મળી આવ્યો છે. એકલારા-ભાણોદ્રા રોડ પરથી મળી શંકાસ્પદ ડ્રમ આવ્યું હતું. સિમેન્ટ ભરેલું ડ્રમ કાપતા યુવતીનો શબ મળી આવ્યો. લાશ હોવાની શંકાએ પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ગળે ટૂંપો આપી મૃતદેહને ડ્રમમાં કાપડના ડૂચા,રેતી,સિમેન્ટ સાથે ફેંકી દેવાયું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 03 Jul 2024 08:39 AM (IST)

    બોટાદ: આવતીકાલથી બે દિવસ ગુજરાત ભાજપની કારોબારી બેઠક

    બોટાદ: આવતીકાલથી બે દિવસ ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળશે. સાળંગપુર BAPS મંદિર ખાતે યોજાશે ભાજપના દિગ્ગજોની બેઠક મળશે. મુખ્યપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપને હોદ્દેદારો હાજર રહેશે. કારોબારી બેઠકમાં આશરે 1500 થી વધુ ભાજપના આગેવાનો હાજર રહેશે. ગુજરાતના કાર્યકારી ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામ પર ચર્ચા થશે. સી.આર. પાટીલના અનુગામી કોણ તે અંગે રાજકીય અટકળો શરૂ થઇ છે. આગામી ચૂંટણીના પડકારો અને તૈયારીઓ અંગે પણ ચર્ચા થશે.

  • 03 Jul 2024 08:20 AM (IST)

    પોરબંદર : ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા

    પોરબંદર :  ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ બાદ  ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. 22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઘેડના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે.

  • 03 Jul 2024 08:19 AM (IST)

    ઉત્તર પ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગમાં 116 લોકોનાં મોત

    ઉત્તર પ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગમાં 116 લોકોનાં મોત થયા છે. અનેક મૃતદેહની ઓળખ હજુ બાકી છે, 18ની સારવાર ચાલુ છે. હાથરસમાં NDRF અને SDRF ની બે ટીમોને તૈનાત કરાઈ છે. ફોરેન્સિક અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ સમિતિએ ઘટનાસ્થળે જઈ પુરાવા એકઠાં કર્યા છે. તપાસ સમિતિ આજે સરકારને રિપોર્ટ સોંપશે. યુપી સરકારના બે પ્રધાન અને મુખ્ય સચિવે ઘટનાસ્થળે ધામા નાખ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે હાથરસ જશે.

  • 03 Jul 2024 08:18 AM (IST)

    હાથરસમાં નાસભાગમાં અજ્ઞાત આયોજકો સામે FIR દાખલ

    હાથરસમાં નાસભાગમાં અજ્ઞાત આયોજકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય સેવક દેવ પ્રકાશ મધુકર સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. FIRમાં બાબા સાકાર હરિનું નામ નથી. માહિતી સામે આવી છે કે 80 હજાર લોકોના એકઠાં થવાની મંજૂરી મગાઈ હતી, જેની સામે  સત્સંગમાં અઢી લાખ જેટલા લોકો ઉમટ્યાં હતા.

  • 03 Jul 2024 07:25 AM (IST)

    દાહોદના લીમડી પંથકમાં શરુ થયો ધોધમાર વરસાદ

    દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. લીમડીમા ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. વિશ્વકર્મા 2 સોયાયટી, શિવ નગર સોસાયટી સહીતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

  • 03 Jul 2024 07:23 AM (IST)

    કચ્છના દૂધઇ પાસે ભૂકંપનો આંચકો

    કચ્છના દૂધઇ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સવારે 7.03 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3ની હોવાની માહિતી છે.

Published On - Jul 03,2024 7:21 AM

Follow Us:
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
g clip-path="url(#clip0_868_265)">