અરવલ્લીઃ જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોને રાહત, ક્યાં, કેટલો વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં હળવોથી ભારે ઝાપટા વરસ્યા હતા. સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં નોંધાયો હતો. અંતિમ ચોવીસ કલાક દરમિયાન માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં હળવોથી ભારે ઝાપટા વરસ્યા હતા. સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં નોંધાયો હતો. અંતિમ ચોવીસ કલાક દરમિયાન માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એટલે કે માલપુરમાં 22 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. માલપુરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
જ્યારે ભિલોડા, બાયડ અને ધનસુરામાં હળવો વરસાદ વરસ્યો હતો. ભિલોડમાં 9 મીમી, બાયડમાં 07 અને ધનસુરામાં 04 મીમી વરસાદ વરસ્યો હતો. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પણ વરસાદને પગલે સ્થાનિક જળાશયોમાં પાણીની નવી આવક નોંધાઈ હતી. જિલ્લામાં વાત્રક, મેશ્વો અને માઝમ જળાશયમાં અંતિમ 36 કલાક દરમિયાન નવી આવક નોંધાઈ હતી.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલ વરસાદ
- માલપુરઃ 22 મીમી
- ભિલોડાઃ 09 મીમી
- બાયડઃ 07 મીમી
- ધનસુરાઃ 04 મીમી
- મોડાસાઃ 00 મીમી
- મેઘરજઃ 00 મીમી
આ પણ વાંચો: સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ
Published on: Jul 05, 2024 10:04 AM
Latest Videos