PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા

04 July, 2024

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ભારતની ધરતી પર પગ મૂકી દીધો છે.

એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે સવારે દિલ્હીમાં લેન્ડ થયું હતું.

ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેણે તમામ ખેલાડીઓને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.

PM મોદીએ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાત કરી અને તેઓ ઘણા ખુશ જોવા મળ્યા.

જસપ્રીત બુમરાહ પોતાના પુત્ર અંગદ અને પત્ની સંજના સાથે પીએમ હાઉસ પહોંચ્યો હતો. PMએ બુમરાહના પુત્રને ખોળામાં રમાડ્યો.

PM મોદીએ ઋષભ પંતને જોતાની સાથે જ ગળે લગાવ્યા. આ ખેલાડીએ પાકિસ્તાન સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

PM મોદી અર્શદીપ સિંહ અને તેમના માતા-પિતાને પણ મળ્યા હતા. આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 17 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ PM મોદીને આપી ખાસ ભેટ, તેમને ભારતીય ટીમની જર્સી આપવામાં આવી જેના પર નમો લખેલું હતું.