Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ

નવા પાણીની આવક જળાશયોમાં થવાને લઈ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. શામળાજીના મેશ્વો, મોડાસાના માઝમ ડેમ અને માલપુરના વાત્રક ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ હતી.

Follow Us:
| Updated on: Jul 05, 2024 | 10:21 AM

અરવલ્લી જિલ્લામાં ત્રણ ડેમ-જળાશયમાં નવા પાણીની આવક નોંધાઈ છે. નવા પાણીની આવક જળાશયોમાં થવાને લઈ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. શામળાજીના મેશ્વો, મોડાસાના માઝમ ડેમ અને માલપુરના વાત્રક ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ હતી.

વાત્રક ડેમની સ્થિતિ

જળાશયમાં બુધવારે સવારે જળસપાટી 127.71 મીટર હતી. જ્યારે જળ જથ્થો 30.45 MCM હતો. જેમાં શુક્રવારે સવારે 9 કલાકે જળસપાટી 128.10 મીટર, જ્યારે જળ જથ્થો 32.86 MCM નોંધાયો હતો.

મેશ્વો ડેમની સ્થિતિ

શામળાજી પાસે આવેલ આ જળશાયમાં ગુરુવારે સવારે 7 કલાકે જળસપાટી 204.68 મીટર અને જળ જથ્થો 7.95 MCM હતો. જે શુક્રવારે સવારે 9 કલાક દરમિયાન જળસપાટી 206.07 મીટર પર પહોંચી છે. જ્યારે જળ જથ્થો 11.74 MCM નોંધાયો છે. આમ મેશ્વોમાં જળ સપાટી સવા મીટર કરતા વધારે નોંધાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

માઝમ ડેમની સ્થિતિ

મોડાસા નજીક આવેલ માઝમ ડેમમાં પણ છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન પાણીની આવક નોંધાઈ હતી. જેની જળસપાટી ગત મંગળવારે સવારે 7 કલાકે 150.18 મીટર નોંધાઈ હતી. જે શુક્રવારે સવારે 9 કલાકે 151.05 મીટર નોંધાઈ છે. જોકે ડેમમાં જળ જથ્થો 16.24 ટકા છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">