મુંબઈ બાદ હૈદરાબાદમાં આ ખેલાડીની Victory Parade, જુઓ તારીખ અને સમય
ટી20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ખેલાડીએ મુંબીમાં વિક્રટ્રી પરેડ પણ કરી હતી. હવે મોહમ્મદ સિરાજ બીજી વખત વિજય રેલી કરશે. તેણે પોતે આની જાહેરાત કરી છે.
ભારતીય ટીમે 17 વર્ષ લાંબી રાહ જોયા બાદ ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી લીધો છે, ફાઈનલ મેચમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હાર આપી ટી20 વર્લ્ડચેમ્પિયન બની હતી.ભારતે પહેલા 2007માં ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. વર્લ્ડકપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓની વિક્ટરી પરેડ હતી. જેમાં ખેલાડીઓને જોવા માટે જાણે આખું મુંબઈ રસ્તા પર આવી ગયું હોય તેમ લાગી રહ્યું હતુ.વિક્ટરી પરેડ બાદ ખેલાડીઓનું વાનખેડે સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં ચક્કર લગાવી ચાહકો સાથે વર્લ્ડકપની ટ્રોફીની જીતનું સેલિબ્રેશન કર્યું હતુ. રોહિત શર્મા અને વિરાટ કોહલી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તો હાર્દિક પંડ્યા પણ ઝુમતો જોવા મળ્યો હતો. આ વચ્ચે મોહમ્મદ સિરાજે એક મોટી જાહેરાત કરી છે.
HYDERABAD FANS…!!!!
– Let’s celebrate Siraj tomorrow, he is a World Cup winner. pic.twitter.com/i6j0A41jr4
— Johns. (@CricCrazyJohns) July 4, 2024
મોહમ્મદ સિરાજની વિક્ટરી રેલીનો સમય
મુંબઈમાં વિક્ટરી પરેડ થયા બાદ ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમનો ભાગ રહેલા મોહમ્મદ સિરાજે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, ચાલો આપણે વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ સિરાજની સાથે હૈદરાબાદમાં વિક્ટરી પરેડને રિક્રિએટ કરીએ, ખાસ વાત એ છે કે, આ માટે તેમણે સમય અને તારીખ પણ જણાવી છે. સિરાજે લખ્યું 5 જુલાઈ સાંજે 6.30 કલાકે સિરોજની હોસ્પિટલ મેહદીપટ્ટનમથી ઈદગાહ ગ્રાઉન્ડ સુધી વિક્ટરી પરેડ યોજાશે.
ટી20 વર્લ્ડકપ 2024માં રમી 3 મેચ
મોહમ્મદ સિરાજને ટી20 વર્લ્ડકપ 2024માં 3 મેચ રમવાની તક મળી છે પરંતુ તેમાં તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેમણે માત્ર 3 મેચ રમી છે અને એક જ વિકેટ લીધી છે. ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. સિરાજ સાઉથ આફ્રિકા વિરુદ્ધની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ ન હતો.
મોહમ્મદ સિરાજનું ક્રિકેટ કરિયર
મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2017માં ટી20 ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે ટીમ ઈન્ડિયા માટે 13 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 13 વિકેટ પોતાને નામ કરી છે. ભારત માટે 41 વનડે અને 27 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે.