ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ, જુઓ વીડિયો

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય છે. પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી રહે તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરાય છે.

| Updated on: Jul 05, 2024 | 11:28 AM

ભરૂચ : રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રા ભરૂચમાં નીકળે છે. અતિ પૌરાણિક હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ પણ ખુબ હોય છે. પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા રથયાત્રા રુટ પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

ભરૂચના ભોઈ સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પ્રાચીન બંદર ફુરજા સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી નીકળી રથયાત્રા ભોઈવાડ ખાતે પહોંચે છે.

રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ માર્ચમાં 1 ડીવાયએસપી , 2 પોલીસ ઇન્સ્પેકટર , 6 સબ ઇન્સ્પેકટર અને 100 કરતા વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.

આ પણ વાંચો : રથયાત્રા પહેલા રાહુલ ગાંધી અમદાવાદ આવે તેવી પ્રબળ શક્યતા, પ્રદેશ નેતાગીરી દ્વારા કરાઈ અપીલ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">