4.7.2024

ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ

મોટાભાગના લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઈવ કરતા હોય છે.

ગાડી ચલાવતા સમયે કેટલાક મહત્વના દસ્તાવેજો સાથે રાખવા જરુરી છે.

ગાડી ચલાવતા સમયે તમારી પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ હોવુ જરુરી છે.

આ ઉપરાંત રજિસ્ટ્રેશન નોંધણીનું (RC)પ્રમાણપત્ર સાથે રાખવુ જોઈએ.

ડ્રાઈવિંગ કરતા સમયે થર્ડ પાર્ટી વીમાના ડોક્યુમેન્ટ સાથે રાખવા જોઈએ.

તેમજ PUC સર્ટિફિકેટ પણ સાથે રાખવુ ખૂબ જ જરુરી છે.

ગાડી ચલાવતા તમારુ ઓળખ પત્ર સાથે રાખો. 

આ તમામ દસ્તાવેજ ઓરિજનલ રાખી શકો છો. તેમજ DG લોકરમાં પણ રાખી શકો છો.