03 એપ્રિલના મહત્વના સમાચાર : ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસે મેચ ફિક્સિંગ કર્યું છેઃ જયંત પટેલ ‘બૉસ્કી’નો આક્ષેપ
આજે 03 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 03 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસે મેચ ફિક્સિંગ કર્યું છેઃ જયંત પટેલ ‘બૉસ્કી’નો આક્ષેપ
ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસે મેચ ફિક્સિંગ કર્યું હોવાના જયંત પટેલ ‘બૉસ્કી’ના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. આણંદ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અગ્રણી નેતા જયંત પટેલ ‘બૉસ્કી’એ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાજપ સાથે આડકતરું ‘મેચ ફિક્સિંગ’ કર્યું છે. જયંત પટેલે વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન હતું. તેમ છતાં, કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ NCPના ઉમેદવારને ટેકો આપવાને બદલે વિરોધ કર્યો હતો. ગત ચૂંટણીમાં કોંગ્રેસના જ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવામાં પડદા પાછળ ભૂમિકા ભજવી હતી, જેના કારણે NCPને મતોનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા નવા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણના નામ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા બૉસ્કીએ કહ્યું કે, આ પસંદગી જોતા લાગે છે કે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જાણે બિનહરીફ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
-
હવામાન વિભાગે રાત્રે 10 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની કરી આગાહી
આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહતમ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ શકે છે. 19 જિલ્લા અને દીવ માટે પણ હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.
-
-
અમદાવાદના વાતાવરણમાં પલટો, વસ્ત્રાલમાં કરા પડ્યાના અહેવાલ
અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ ધૂળિયુ થઈ ગયું હતું. ભારે પવનના કારણે શહેરભરમાં ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. પૂર્વ અમદાવાદમાં વાતાવરણમાં આવેલ પલટો, પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં કરા પડ્યા હતા.
-
બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખપદેથી આકાશ પટેલની કરાઈ હકાલપટ્ટી
અરવલ્લી જિલ્લાના બાયડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલના વિવાદનો મામલે પાર્ટીએ આખરે પગલાં ભર્યા છે. વિવાદ બાદ ભાજપ યુવા મોરચા પ્રમુખ આકાશ પટેલને હોદ્દા પરથી દુર કરાયા છે. પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલ આરોપી હોવાથી થયો હતો વિવાદ. 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે ATSએ કરી હતી ધરપકડ કરવામાં આવી હતી. બાયડ શહેર યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે માનવ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
-
કોંગ્રેસના ભૃગુરાજ ચૌહાણ લડશે વિધાનસભાની ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી !
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભૃગુરાજ ચૌહાણના નામ પર સર્વ સંમતિ સધાઈ, ઔપચારિક જાહેરાત બાકી. ભૃગુરાજ સિંહ વિસ્તારમાં સામાજિક અગ્રણી અને નિવૃત્ત શિક્ષક છે. ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ છે.
-
-
મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતી પર હુમલો, પોલીસે હાથ ધરી તપાસ
મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલાની ઘટના નોંધાઈ છે. યુવતીના મોટાબાપાએ વાળ પકડી લાકડાના ધોકાથી માર માર્યો હતો. સાથે આવેલા શખ્સે યુવતીના બંને પગ પર તલવારના ઘા ઝીંક્યા. યુવતીને બચાવવા જનાર સાસુ અને જેઠાણીને ધક્કો મારી નીચે પાડ્યા. જાનથી મારી નાખવાની ધમકી આપીને બંને આરોપી ફરાર થઈ ગયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને કડી હોસ્પિટલ ખસેડાઈ છે. કડી પોલીસે 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં GST વગરનું 4.89 લાખનું બિલ રજૂ કરીને મંજૂર કરી દેવાયાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલ કૌભાડચાલતુ હોવાનો કોગ્રેસે આક્ષેપ કર્યો છે. વાહનના સમારકામમાં ભ્રષ્ટાચાર આચર્યું હોવાનો આક્ષેપ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના વાહનનું બિલ તલોદના સર્વિસ સેન્ટરનું મૂકાયું. 4.89 લાખનું GST વગરનું બિલ રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. નિયમ મુજબ પાંચ હજારથી વધુના બિલ પર GST જરૂરી. વાહન સર્વિસના 36500 જ્યારે વાહનમાં વાલ્વ બદલવાના પણ 18000 બિલ મંજૂર કરાયાનો આક્ષેપ. 36 હજારથી લઈ 4 લાખ 86 હજારના વાંધાજનક બિલ કોંગ્રેસે રજૂ કર્યા. સિવિલ હોસ્પિટલમાં મુકાતા બિલોની તપાસ કરાવવા માંગ.
-
લગ્ન કરીને રાતોરાત ભાગી જતી દુલ્હનના સાગરીતો કચ્છમાંથી ઝડપાયા
ભચાઉ પોલીસે લગ્નના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી પાડી છે. 1 મહિલા સહિત 2 આરોપીની પોલીસે કરી ધરપકડ. ખોટા નામ, આધારકાર્ડ બતાવી યુવકો સાથે લગ્ન કરતા. પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવીને લૂંટી લેતા. લગ્નના થોડા જ દિવસોમાં પત્ની બહાનું કાઢી ભાગી જતી. અમદાવાદની સોનિયા પટેલ, ભચાઉના ધર્મેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરી છે.
-
પરવાનેદાર હથિયારધારકોને તેમના હથિયાર 7 દિવસમાં પોલીસ સ્ટેશને જમા કરાવવા આદેશ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ સક્રિય થયું છે. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે ચૂંટણી અંતગર્ત પરવાનેદાર હથિયારો જમા કરવા આદેશ આપ્યો છે. 7 દિવસમાં તમામ હથિયાર ધારકોને પોલીસ સ્ટેશનમાં જમા કરવા આદેશ આપ્યો. મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજવા કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રક્રિયા હાથ ધરી. કલેકટરના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશન અધિકારીઓને સૂચના આપી. હથિયાર પરવાનેદારો હથિયાર જમા કરવા હુકમ ભંગ થશે તો કાર્યવાહી થશે. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ દરેક તાલુકા મથક ઉપર ચૂંટણી દરમ્યાન સતત મોનીટરીંગ કરશે.
-
સુરત: વોર્ડ 2માં પતિ અને પત્નીની દાવેદારી બની ચર્ચાનો વિષય
સુરતના વોર્ડ નં. 2માં પતિ-પત્નીની રાજકીય દાવેદારી ચર્ચાનો વિષય બની છે. ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી નોંધાવી છે, જ્યારે તેમની પત્ની મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી રજૂ કરી છે. AAPના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીના જણાવ્યા મુજબ, મોનાલીબેને સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી અને ફરી કોર્પોરેટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મોનાલીબેને AAPમાંથી સારો કાર્ય કર્યું છે. બીજી તરફ, બે દિવસ પહેલાં ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી નોંધાવી હતી અને પત્ની રાજકીય રીતે સક્રિય ન હોવાનો દાવો કર્યો હતો. હવે એક જ પરિવારના બે સભ્યો અલગ-અલગ પાર્ટીમાંથી દાવેદારી કરતા રાજકીય ગરમાવો વધ્યો છે.
-
વિશાખાપટ્ટનમ: ભારતની દરિયાઈ સુરક્ષા હવે બનશે વધુ સઘન
વિશાખાપટ્ટનમ ખાતે ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ INS તારાગિરીને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન Rajnath Singh એ આ યુદ્ધજહાજને ભારતીય નૌસેનાને સોંપ્યું હતું. INS તારાગિરીને ‘ઓલ રાઉન્ડર’ યુદ્ધજહાજ તરીકે ઓળખવામાં આવે છે, જે દુશ્મનોની રડારથી બચી શકે તેવી આધુનિક સ્ટેલ્થ ક્ષમતાઓ ધરાવે છે. આ યુદ્ધજહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલથી સજ્જ છે અને તેમાં આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે તેને હવાઈ અને સમુદ્રી હુમલાઓ સામે વધુ સક્ષમ બનાવે છે. ખાસ વાત એ છે કે INS તારાગિરી સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ બળ આપે છે. આ યુદ્ધજહાજના સમાવેશથી ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.
-
રાજ્યમાં 5મી એપ્રિલથી શરૂ થનારી વસતી ગણતરી પાછી ઠેલાઈ
રાજ્યમાં 5મી એપ્રિલથી શરૂ થનારી વસતી ગણતરીની કામગીરી હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે. ઓનલાઈન વસતી ગણતરીની શરૂઆત 5 એપ્રિલથી થવાની હતી, જ્યારે 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા આ સમગ્ર કાર્યક્રમને અસર થવાની શક્યતા ઉભી થઈ હતી. આ અંગે જનગણના વિભાગે કામગીરી લંબાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકી હતી, જેને સરકારે મંજૂરી આપી છે. હવે વસતી ગણતરી માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
-
રાજકોટ: ધોરાજીમાં રખડતાં ઢોરે જાહેર રસ્તા પર બાથ ભીડી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રખડતાં ઢોરના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગેલેક્સી ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેર રસ્તા પર આમને-સામને આવી બાથ ભીડી જતા અચાનક યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. આખલાઓ વચ્ચે થયેલા આ અથડામણને કારણે વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારવી પડી અને રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ. ઘટનાને પગલે રાહદારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી નગરપાલિકા દ્વારા રખડતાં ઢોર મુદ્દે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
-
અમદાવાદઃ સાઇન્સ સિટીમાં કારમાંથી મળ્યો આધેડનો મૃતદેહ
-
ઉત્તર પ્રદેશ: અમરોહામાં ચાલુ બાંધકામે દિવાલ ધરાશાયી થઈ
ઉત્તર પ્રદેશના અમરોહા શહેરમાં નવનિર્મિત દિવાલ બનાવવાની કામગીરી દરમિયાન દિવાલ અચાનક ધરાશાયી થઇ, જેના કારણે લોકોમાં અફરા-તફરી સર્જાઈ. દિવાલ ધરાશાયી થતા અંદાજે 5 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ કામદારોએ સતર્કતાથી બાજુના ઘરમાં છલાંગ લગાવી પોતાની જીવ બચાવ્યો, જ્યારે અન્ય બે-ત્રણ કામદારો જમીન પર પટકાતા ઈજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાનું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.
-
સુરત: યુદ્ધની સ્થિતિને લઈને સીરામીક ઉદ્યોગો પર માઠી અસર
સુરતમાં યુદ્ધની સ્થિતિને કારણે સીરામીક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મોરબી સાથે જોડાયેલા સુરતના સીરામીક ઉદ્યોગ માટે મટીરીયલ પહોંચવાનું રોકાઈ ગયાં છે. મોરબીની પ્રોપેન ગેસની અછતને કારણે અનેક ટાઈલ્સ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જેના પરિણામે સુરતમાં ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી રહી છે. યુદ્ધ પહેલા મોરબીથી દર મહિને 100થી 150 ટ્રક મટીરીયલ આવતી, જ્યારે યુદ્ધની સ્થિતિમાં માત્ર 10થી 12 ટ્રક પહોંચી રહી છે. ઉદ્યોગ માટે મટીરીયલ ન હોવાથી ઉત્પાદનમાં હાલાકી સર્જાઈ છે અને વેપારીઓના જણાવ્યા મુજબ કરોડો રૂપિયાનો નુક્સાન થવાની શક્યતા વ્યક્ત કરી છે.
-
સુરત શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો
સુરત શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન દુખદ ઘટના બની છે. સચિન GIDCમાં 4 વર્ષીય બાળકી રમતા રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ, જેમાં તરતજ જીવ બચાવવા માટે સ્થાનિકોએ પ્રયાસ કર્યો. બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેને મૃતક જાહેર કર્યું. આ અચાનક અકસ્માતથી બાળકીના પરિવાર પર ભારે શોક છવાયો છે. સુરત સચિન જીઆઈડીસી પોલીસે ઘટના નોંધીને ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
-
દ્વારકાઃ આજે ફરી કમોસમી વરસાદની એન્ટ્રી
દ્વારકામાં આજે ફરી કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ પડ્યું છે. સવાર દરમિયાન સતત વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. દ્વારકાની શાક માર્કેટમાં વેપારીઓ અને ગૃહિણીઓની સવાર અસ્તવ્યસ્ત બની ગઈ છે. શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.
-
ગીર સોમનાથઃ વેરાવળ શહેરના વાતાવરણમાં પણ પલટો
-
અમદાવાદ એરપોર્ટ પરથી ગાંજા સાથે 2 ની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર વિયેટજેટની ફ્લાઇટમાંથી બે ભારતીય યાત્રીઓને ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. AIU ને મળેલી માહિતીના આધારે યાત્રીઓની તપાસ કરવામાં આવી હતી. બેંગકોકથી અમદાવાદ આવી રહેલા બંને યાત્રીઓના કેરિયરના બેગમાંથી કુલ 2.254 કિલોગ્રામ ગાંજા વેક્યુમ પેક કરવામાં આવેલા 8 પેકેટ્સમાં મળી આવ્યું. પોલીસે જાણવા મળ્યું છે કે બંને યાત્રીઓ મધ્યપ્રદેશના જબલપુરના છે.
-
સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ
સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાંની આયાત પર કડક નિયંત્રણ લાદ્યા છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મોતી, કિંમતી પથ્થર અને અન્ય કિંમતી ધાતુઓની હેરાફેરી પર પણ અંકુશ મુકાયો છે. એશિયાના દેશોમાંથી કરવામાં આવતી આયાતમાં ગડબડ થતી હોવાનું જાણવા મળ્યું છે. હવે સરકાર દ્વારા આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિયમિત બનાવવામાં આવશે.
-
ઈરાનના B1 બ્રિજ પર હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં 8ના મોત
ઈરાનના B1 બ્રિજ પર આક્રમણમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 95 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્રિજ ઈરાનની આર્થિક અને સૈન્ય ગતિવિધિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. આ બ્રિજ ₹3800 કરોડના ખર્ચે બનેલું મિડલ ઈસ્ટનું સૌથી ઊંચું બ્રિજ છે. આ ઘટના બાદ ઈરાનમાં 2 હજારથી વધુ લોકોનું જીવન ગુમાવવાની દુઃખદ ખબર મળી છે.
-
સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ
સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાં પર કડક નિયંત્રણ લાદ્યાં છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવાયું છે, જેમાં મોતી, કિંમતી પથ્થર અને અન્ય કિંમતી ધાતુઓ પણ સામેલ છે. એશિયાનાં દેશોમાંથી થયેલી આયાતમાં ગડબડ થતાં સરકારે હવે આયાત પ્રક્રિયામાં વધુ સુખાકારી અને પારદર્શિતા લાવવાનો નિર્ણય કર્યો છે.
-
મહારાષ્ટ્રઃ પુણે અચાનક જ ભારે વરસાદ ખાબક્યો
-
યુદ્ધ વચ્ચે અમેરિકી સેના પ્રમુખ રૈંડી જ્યોર્જનું રાજીનામું
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરીની મુલાકાત લેશે, જ્યાં તેઓ સાંજે 4:30 વાગ્યે રોડ શો કરશે.
-
વાવ થરાદઃ જિલ્લામાં મોડી રાતે વરસ્યો કમોસમી વરસાદ
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકામાં મોડી રાતે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. અચાનક પડેલા માવઠાના કારણે ઉભી પાકને નુકસાન થવાની ભીતિ વધતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને રવિ પાક માટે આ વરસાદ અનુકૂળ ન હોવાથી ઉત્પાદન પર અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે આકાશ તરફ નજર રાખીને પાક બચાવવા માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.
Published On - Apr 03,2026 7:21 AM
