Breaking News : જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ ખુલ્લી ગટર જીવતી આફત, અનેક લોકો પટકાયા, જુઓ CCTV ફૂટેજ
જૂનાગઢ શહેરના આઝાદ ચોકમાં ભૂગર્ભ ડ્રેનેજના ખાડામાં દંપતિ ખાબક્યુ હતુ. બાઈકચાલકને માથાના ભાગે ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો છે. ડ્રેનેજના ખાડા ખોદયા બાદ યોગ્ય કાર્યવાહી ન કરાતાં અકસ્માત સર્જાય છે. ઘટનાનાં ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે.
જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઓઘડનગરમાં ખુલ્લી ગટરે અકસ્માત સર્જ્યા છે. જેના ભયાનક લાઈવ CCTV સામે આવ્યા છે. શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ઓઘડનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે રસ્તા વચ્ચે આવેલી ખુલ્લી ગટર જીવતી આફત બની ગઈ હતી.
CCTV ફૂટેજ જુઓ
આ જીવલેણ લાપરવાહીના કંપારી છૂટી જાય તેવા લાઈવ CCTV ફૂટેજ જોઈ લોકો પણ ડરી ગયા છે. લોકોનું કહેવું છે કે, આ ખુલ્લી ગટર મોતનો કૂવો બની છે. બાળકો સાથે મહિલા ગટરમાં ખાબકી હતી. બાજી બાજુ એક બાઇક સવાર પણ પટકાયો હતો.આ જ ખુલ્લી ગટરના કારણે એક બાઇક ચાલક પણ સંતુલન ગુમાવીને ગટરમાં ખાબક્યો હતો અને રોડ પર પટકાયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકા સામે ભારે રોષ
ઘટના બનતા જ આસપાસની દુકાનો અને ઘરોમાંથી સ્થાનિક યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને મહિલા, બાળકો તેમજ બાઇક ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જનતાનો આક્રોશ, કોઈનો જીવ જશે ત્યારે તંત્ર જાગશે તેવું લાગી રહ્યું છે.આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક રહેવાસીઓમાં જૂનાગઢ મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ચોમાસાની શરૂઆતમાં જ જો આવી સ્થિતિ હોય, તો ભારે વરસાદમાં શું થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો તાત્કાલિક ધોરણે આ ગટર પર ઢાંકણું બેસાડવાની માંગ કરી રહ્યા છે.
માથાના ભાગે ગંભીર ઈજા
તો બીજી ઘટનામાં જૂનાગઢ શહેરના આઝાદ ચોકમા ભૂગર્ભ ગટરના ખાડા મા બાઈક સવાર ખાબકયો હતો.બાઈક ચાલક ને માથા ના ભાગે ગંભીર ઈજા થઈ હતી.સ્થાનિકો દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.શહેરમા ચાલતા ભૂગર્ભ ગટરના ખાડા ને લઈ અકસ્માત થઈ રહ્યા છે.ગટરના ખાડા ખોદયા પછી યોગ્ય કાર્યવાહી ન થતા વાહનચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે, તેમજ મનપા ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
