AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 4,4,4,4,4,4… રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, ‘ધ વોલ’ ની અપાવી યાદ

રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે મહારાજા ટ્રોફી KSCA T20 લીગમાં પોતાની શાનદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં જવાબદારીભરી ઈનિંગ રમી તેણે ન માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, પરંતુ પોતાના ક્લાસિક શોટ્સથી ચાહકોને પિતા રાહુલ દ્રવિડની યાદ પણ અપાવી દીધી.

Breaking News: 4,4,4,4,4,4... રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ક્લાસિકલ શોટ્સથી જીતી લીધા દિલ, 'ધ વોલ' ની અપાવી યાદ
Rahul & Samit DravidImage Credit source: X
| Updated on: Jul 02, 2026 | 9:42 PM
Share

ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી KSCA T20 2026 માં કલ્યાણી બેંગલુરુ તરફથી રમતા સમિત દ્રવિડે હુબલી ટાઈગર્સ સામે ક્લાસિકલ બેટિંગ કરીને પોતાની પ્રતિભાની ઝલક દેખાડી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રાહુલ દ્રવિડના પુત્રની મજબૂત બેટિંગ

મેચ દરમિયાન કલ્યાણી બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સમિત દ્રવિડે રોહન પાટિલ સાથે ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 43 બોલમાં 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમ ફરી મજબૂત સ્થિતિમાં પહોંચી હતી.

સમિતના ક્લાસિક શોટ્સે ‘ધ વોલ’ ની અપાવી યાદ

સમિતે 23 બોલમાં 32 રનની ઈનિંગ રમી, જેમાં છ આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થયો હતો. તેના ક્લાસિક કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ શોટ્સે ચાહકોને રાહુલ દ્રવિડની બેટિંગની યાદ અપાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર ફેનકોડ દ્વારા શેર કરાયેલ તેના બાઉન્ડરીના વીડિયો પણ ઝડપથી વાયરલ થયા હતા.

સમિત દ્રવિડની મહત્વપૂર્ણ ઈનિંગ

કલ્યાણી બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 203 રન બનાવ્યા હતા. રોહન પાટિલે 64 અને પ્રવીણ દુબેએ 51 રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે સમિતની સંયમભરી ઈનિંગે ટીમને મોટો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

રોમાંચક મેચમાં દ્રવિડની ટીમની જીત

જવાબમાં હુબલી ટાઈગર્સે જોરદાર લડત આપી અને 20 ઓવરમાં 7 વિકેટે 201 રન સુધી પહોંચી ગઈ, પરંતુ જીતથી માત્ર બે રન દૂર રહી ગઈ. મનવંત કુમારની 22 બોલમાં 60 રનની તોફાની ઇનિંગ છતાં કલ્યાણી બેંગલુરુએ રોમાંચક જીત નોંધાવી, જેમાં સમિત દ્રવિડનું યોગદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું.

Breaking News: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર, આ તારીખે મેદાનમાં કરશે વાપસી!

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">