AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ, આગામી 2 કલાક આ 8 જિલ્લા માટે અતિ ભારે- Video

હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ, આગામી 2 કલાક આ 8 જિલ્લા માટે અતિ ભારે- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2026 | 6:24 PM
Share

હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. આગામી 2 કલાક ગુજરાત માટે અતિ ભારે જણાવાઈ રહ્યા છે. 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે કેટલાક જિલ્લાઓને બાદ કરતા રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 2 કલાક ગુજરાત માટે અતિભારે હોવાનું હવામાન વિભાગની આગાહી છે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જારી કરાયુ છે. જેમા 7 વાગ્યા સુધી ગુજરાત માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

રાજ્યના 8 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે. જેમા પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, દ્વારકામાં રેડ એલર્ટ જારી કરાયુ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે અને ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ગીર સોમનાથ, મોરબી સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ, વડોદરા, આણંદ, ભરૂચ સાબરકાંઠા, અરવલ્લી મહિસાગર ખેડા, ગાંધીનગર અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. કચ્છ બનાસકાંઠા પાટણ તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ અપાયુ છે.

આ સાથે રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા જુનાગઢમાં જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો. જુનાગઢના માંગરોળમાં અતિ ભાર પોણા 9 ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢના માળિયા હાટીનામાં 6 ઈંચ તો કેશોદમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 5.16 ઈંચ વરસાદ વરસ્યો છે. 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

Input Credit- Ronak Varma- Ahmedabad

Junagadh: “ગરવો ગઢ ગિરનાર, વાદળો સાથે વાતું કરે” ઉક્તિને સાર્થક કરતા દૃશ્યો જુનાગઢથી આવ્યા સામે- જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">