AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાડે ગયું તંત્ર! વરસાદે ખોલી નાખી તંત્રની પોલ, ગુજરાતમાં રોડ નહીં, ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય

ગુજરાતમાં વરસાદ બાદ રસ્તાઓ ખખડધજ બન્યા છે, જે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. સુરત, નવસારી અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભૂવા પડતા વાહનચાલકો અને સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.

ખાડે ગયું તંત્ર! વરસાદે ખોલી નાખી તંત્રની પોલ, ગુજરાતમાં રોડ નહીં, ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય
| Updated on: Jul 02, 2026 | 9:11 PM
Share

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના માળખાકીય સુવિધાઓની પોલ ખુલી પડી છે. સુરત, નવસારી, જૂનાગઢ સહિતના અનેક જિલ્લાઓમાં રસ્તાઓની અત્યંત ખરાબ હાલત જોવા મળી રહી છે. હજારો કરોડ રૂપિયાના બજેટ છતાં લોકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ શા માટે નથી મળતા, તે એક મોટો પ્રશ્ન છે. ઠેર ઠેર પડતા ભૂવા અને ખાડાઓ તંત્રની બેદરકારીનું પ્રતિબિંબ છે.

સુરત શહેરમાં રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ડીંડોલી ગામ જતો મુખ્ય રસ્તો, જ્યાં સાત દિવસ પહેલા મોટો ભૂવો પડ્યો હતો, ત્યાં હજુ પણ કોઈ નક્કર કામગીરી થઈ નથી. માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ડીંડોલીના G-9 સર્કલ પાસે રસ્તો બેસી જતાં એક વોટર ટેન્કરનું ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટના પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, લગભગ ત્રણ મહિના પહેલા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ હતી, પરંતુ તેનું યોગ્ય પુરાણ ન થતાં ચોમાસામાં રોડ બેસી ગયો અને ભૂવો પડ્યો. 12,000 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવી સ્થિતિમાં લોકોને મુકવામાં આવતા સત્તાધીશોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે રસ્તાના સમારકામની તાત્કાલિક શરૂઆત કરવાની ખાતરી આપી હતી અને માટી બેસી જવાના કારણે ભૂવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર ઉપરાંત અધિકારીઓ સામે પણ નક્કર કાર્યવાહીની માંગ ઉઠી છે.

સુરતની જેમ જ નવસારીની પરિસ્થિતિ પણ કફોડી છે. નવસારીના મેયરે તો જાહેરમાં જ કહી દીધું કે “ભૂવા તો પડશે જ”. મેયરના આ નિવેદને તંત્રની લાચારી અને બેદરકારી બંનેને છતી કરી દીધી છે. નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં રિંગરોડ પર એક મહિના અગાઉ ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ જ ભૂવો પડ્યો હતો, જેના કારણે GIDCની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

વેરાવળ અને જૂનાગઢમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. વેરાવળમાં વરસાદી પાણી વચ્ચે છુપાયેલા ખાડામાં એક સાયકલ સવાર બાળક સાથે ખાબક્યાનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટના વોર્ડ નંબર બેમાં બની હતી અને તેણે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢના ઓઘડનગર રોડ પર CCTVમાં કેદ થયેલા દ્રશ્યો વધુ ભયાવહ છે, જ્યાં રસ્તાની વચ્ચોવચ ખુલ્લા છોડી દેવાયેલા ગટરના ઢાંકણાના કારણે પાણી ભરાયેલા રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓ ખાબક્યા હતા.

આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં તંત્ર દ્વારા અકસ્માત થયા પછી કાર્યવાહી કરવાને બદલે અકસ્માત જ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં કેમ નિષ્ફળતા મળે છે તે એક મોટો પ્રશ્ન છે. વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાઓ આટલા નબળા કેમ થઈ ગયા છે? કામગીરી પછી ગુણવત્તા પર નજર કેમ રાખવામાં આવતી નથી? આ રસ્તા પર પડેલો એક ભૂવો માત્ર ડામરનો ખાડો નથી, પરંતુ તંત્રની બેદરકારીનું સૌથી મોટું ગાબડું છે, જે પ્રજાના પૈસે થતા કામોની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે.

અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન, પશ્ચિમના વિસ્તારોમાં મેઘમહેર, જુઓ Video

Follow Us
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
g clip-path="url(#clip0_868_265)">