AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 નવેમ્બરના મહત્વના સમાચારઃ ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં7 નવેમ્બરથી ફુંકાશે ઠંડા પવનો, 22 ડિસેમ્બર બાદથી શરૂ થશે આકરી ઠંડી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2025 | 9:10 PM
Share

Gujarat Live Updates : આજ 02 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 નવેમ્બરના મહત્વના સમાચારઃ ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં7 નવેમ્બરથી ફુંકાશે ઠંડા પવનો, 22 ડિસેમ્બર બાદથી શરૂ થશે આકરી ઠંડી

આજે 02 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Nov 2025 09:10 PM (IST)

    ગાંધીનગરમાં નશોખોર બેફામ

    રાજ્યની રાજધાની ગાંધીનગરમાં નશોખોર બેફામ બન્યા છે. સેક્ટર 15 પાસે આવેલ અંડરપાસ પાસે કાર ચાલકે દારૂ પીને અકસ્માત સર્જ્યો. કાર ચાલકે નશાની હાલતમાં લોડીંગ રીક્ષાને ટક્કર મારતા રીક્ષામાં જઈ રહેલા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું. ત્યારે આસપાસના લોકોએ દંપતીને સારવાર અર્થે ખસેડી. નશાખોર કાર ચાલકને પકડી લીધો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નફ્ફટ નશાખોર પોતે દારૂ પીધાની કબૂલાત પણ આપી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..

  • 02 Nov 2025 09:09 PM (IST)

    ગીરનારની લીલી પરિક્રમાનું સચવાયુ મુહૂર્ત

    દર વર્ષે પરંપરાગત રીતે પ્રારંભ થતી લીલી પરિક્રમાને જાણે માવઠાનું ગ્રહણ લાગ્યુ. કમોસમી વરસાદના મારને કારણે આ વખતે લીલી પરિક્રમા રદ કરવામાં આવી, પરંતુ ધાર્મિક મુહૂર્ત સાચવવા માટે માત્ર 100 લોકો સાથે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવી. 36 કિલોમીટરની પરિક્રમા સાધુ સંતો સહિત માત્ર ગણતરીના લોકોએ પૂર્ણ કરી, આ પરિક્રમા દરમિયાન સાધુ, સંતો સહિત પોલીસ અધિકારીઓ અને SDRFના જવાનો પણ જોડાયા હતા અને પરિક્રમા રદ કરાતા મોટી સંખ્યામાં લોકોએ ગિરનાર ભવનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી

  • 02 Nov 2025 09:08 PM (IST)

    ભાવનગરમાં માવઠાએ તોડી ખેડૂતોની કમર

    ભાવનગરમાં સતત છ દિવસ અનરાધાર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી. મહુવા, શિહોર, તળાજા, અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. મગફળી, કપાસ સહિતો બાગાયતી પાકમાં ભારે નુકસાની છે. કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પણ લાચર છે. ત્યારે સરકારે સર્વે કરી સહાયની વાત તો કરી છે. પરંતુ તમામ ખેડૂતો ઓનલાઇન સર્વે નહિ પણ ઓફલાઇન સર્વે કરવા માગ કરી રહ્યા છે. સાથે પરંતુ આવી વિકટ સ્થિતિમાં સરકાર સહાય નહીં… લોન માફીની માગ આપે તેવી માગ ઉઠી છે.

  • 02 Nov 2025 07:00 PM (IST)

    રાજકોટઃ જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો યુવક સકંજામાં

    રાજકોટઃ જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો યુવક સકંજામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસે બેફામ બનેલા યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે અંકુર સોલંકી નામના યુવકને ઝડપીને ઉઠક બેઠક કરાવી છે. અંકુરે દારૂની બોટલ અને ગ્લાસ સાથે બ્રિજ પર રીલ બનાવી હતી. વાયરલ વીડિયો જેતપુરની તત્કાલ ચોકડીનો હોવાનું સામે આવ્યું હતું.

  • 02 Nov 2025 06:30 PM (IST)

    અમદાવાદ: માવઠાથી ભાલ પંથકના ખેડૂતોને પારાવાર નુકસાન

    અમદાવાદ: માવઠાથી ભાલ પંથકના ખેડૂતોનો ડાંગરનો પાક સદંતર નાશ પામ્યો છે. ઝોલા અને ફાંગડી સહિતના ગામોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાપણી થતા પહેલા જ ડાંગરના ઉભા પાકનું ધોવાણ થયુ છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય આપે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. સરકાર દ્વારા સરવે કર્યા બાદ સહાય ચુકવવાની જાહેરાત કરાઈ છે. જેના પર ખેડૂતોનું કહેવુ છે કે  સરકાર પાસે ખેડૂતોના તમામ ડેટા છે અને તમામ વિગતો હોવા છતા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. ઘાસચારો આપવા અને દેવું માફ કરવાની પણ માગ કરવામાં આવી છે.

  • 02 Nov 2025 06:00 PM (IST)

    અમદાવાદ: સાણંદમાં માવઠાથી ખેડૂતોને થયું ભારે નુકસાન

    અમદાવાદ: સાણંદમાં માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. એપીએમસીમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ હતુ. આ તરફ ખેડૂતોએ તેમનો તૈયાર થયેલ પાક કાપણી કરીને ખેતરમાં રાખ્યો હતો.  અચાનક માવઠુ આવતા ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. APMC બંધ હોવાથી કાપેલો ડાંગર ખેતરમાં જ રહી ગયો છે. ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થતા ખેડૂતોને નુકસાન થયુ છે. યોગ્ય સમયે પાક ખરીદી શરૂ નહીં કરતા નુકસાન થયુ છે.

  • 02 Nov 2025 05:30 PM (IST)

    આણંદ જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન

    માવઠાને કારણે આણંદ જિલ્લાના ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો છે. ખેડૂતોએ પ્રતિ વીઘે આશરે ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને આશરે 50 હજારની આવકની આશા રાખી હતી. પરંતુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોએ સરકારને તાત્કાલિક સરવે કરાવી સહાય ચૂકવવાની માગ કરી છે. સાથે જ, ખેતી માટે લેવાયેલી કૃષિ લોન માફ કરવાની પણ માગ ઉઠાવી છે અને ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે સરવે પ્રક્રિયા માત્ર કાગળ પર જ ચાલે છે. હકીકતમાં કોઈ સહાય ચૂકવાતી નથી. ત્યારે હવે ખેડૂતોએ યોગ્ય વળતરની માગ કરી છે.

  • 02 Nov 2025 05:02 PM (IST)

    રાજ્યમાં હવે ઠંડીનું થશે આગમન

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હવે ઠંડીનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે

    અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એ પછી, ધીરે-ધીરે વરસાદથી રાહત મળશે. હાલ, તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે તો, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઇ છે.

  • 02 Nov 2025 04:30 PM (IST)

    અમદાવાદના કૃષ્ણનગરમાં લુખ્ખાઓનો આતંક

    અમદાવાદમાં લુખ્ખાઓના આતંકની વધુ એક ઘટના સામે આવી કૃષ્ણનગરમાં જ્યાં ખાવાના 420 રૂપિયાના બિલની માથાકૂટ જીવલેણ હુમલામાં પરીણમી છે. દિવાળીની રાત્રે કૃષ્ણનગરના તવા ફ્રાય સેન્ટર પર કેટલાક ઇસમો ખાવા માટે આવ્યા. જ્યાં 420 રૂપિયાના બિલને લઇને દુકાનદાર સાથે રકઝક થઇ અને ત્રણ ઇસમોએ દુકાનદાર પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો. ઘાતક હથિયારોના નગ્ન પ્રદર્શનના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. હુમલામાં દુકાનદાર ગંભીર રીતે ઘવાયો હતો.

    આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કૃષ્ણનગર પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણમાંથી એક આરોપની રાકેશ વણઝારાની ઓળખ કરી છે.. પ્રાથમિક તપાસમાં રાકેશ વણઝારા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે.

  • 02 Nov 2025 04:00 PM (IST)

    સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ગાબડાની સંભાવના

    સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ગાબડા પડ્યુ હોવાની સંભાવના દેખાઈ રહી છે. લીંબડીના ટોકરાળા પાસે કેનાલની દિવાલનો એક ભાગ તૂટવાની તૈયારીમાં છે. ગાબડું પડતા લાખો લીટર પાણીનો બગાડ થઈ શકે છે. નર્મદા વિભાગ ગાબડાનું સમારકામ કરે તેવી માગ ઉઠી છે.

  • 02 Nov 2025 03:49 PM (IST)

    ઉદ્યોગપતિ અશોક જીરાવાલાએ ખેડૂતોની વ્હારે આવવા કરી અપીલ

    ખેડૂતોની વ્હારે આવે ઉદ્યોગકારો. આ નિવેદન સાથે વિનંતી કરી છે સુરતના જાણીતા ઉદ્યોગકાર અશોક જીરાવાલાએ. અશોક જીરાવાલાએ રાજ્યના ઉદ્યોગકારોને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવા અપીલ કરી છે. જીરાવાલાનો દાવો છે કે સરકાર તો ખેડૂતોની શક્ય તમામ મદદ કરી રહી છે, પરંતુ ઉદ્યોગકારોએ પણ પોતાના વિસ્તારના જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક સહાય કરીને તેઓની મદદ કરે.

  • 02 Nov 2025 03:26 PM (IST)

    ગોપાલ ઈટાલિયાએ પાક નુકસાનીની સહાય મુદ્દે સરકાર પર તાક્યુ નિશાન

    આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાક નુકસાનીની સહાય મુદ્દે રાજ્ય સરકાર પર નિશાન તાક્યું છે અને ચલેન્જ આપી છે કે જો આગામી 2 દિવસમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 50-50 હજાર ચુકવાશે તો હું અમદાવાદથી ખુલ્લા પગે ગાંધીનગર જઈશ. બે દિવસમાં ખેડૂતોને સહાય ચુકવાશે તો હું ખુલ્લા પગે CM નો આભાર માનવા જઈશ. કોઈ સરવે વિના ગુજરાતમાં પંજાબની જેમ હેક્ટર દીઠ 50 હજારની સહાય ચુકવી દેવામાં આવે.

  • 02 Nov 2025 03:18 PM (IST)

    અમરેલીમાં બિસમાર રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ

    અમરેલીના રાજુલામાં રસ્તા બિસ્માર થતાં વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી છે. રાજુલા સાવરકુંડલા માર્ગ પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય પથરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત ઉધોગો માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી સ્થાનિકોએ ત્રાહિમામ પોકારી છે.

    સ્થાનિકોનું કહેવું છે કે દિવાળી પહેલા જ હિંડોરણાથી બાયપાસ રાજુલા-સાવરકુંડલા સુધી રસ્તાનું સમારકામ થયું હતું.જોકે કમોસમી વરસાદના લીધે રસ્તા ધોવાઈ જતાં તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે, વહેલી તકે રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માંગ છે.

  • 02 Nov 2025 03:16 PM (IST)

    જામનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત

    જામનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત છે. તેમણે 20 જેટલી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા દુકાનદારોએ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરી મહત્વનું છે કે 1 નવેમ્બરથી 356 જેટલા દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેના લીધે પંડિત દીનદયાલ ભંડારમાંથી 2.14 લાખથી વધુ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં થાય. દુકાનદારોએ નવા નિયમમાં તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન સહિતના મુદે વિરોધ ઉઠાવ્યો હતો. સાથે જ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

  • 02 Nov 2025 02:46 PM (IST)

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયાના સામોર ગામે ખેડૂતોની યોજાઈ ગ્રામસભા, પાક ધિરાણ માફ કરવા-પલળી ગયેલ મગફળી ટેકાના ભાવે ખરીદવા માંગ

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયાના સામોર ગામે ખેડૂતોની  ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસબામાં ખેડૂતોએ મુખ્ય 2 માંગણી રજૂ કરી હતી. જેમાં પહેલી એ કે, પાક ધિરાણ માફ કરવુ જોઈએ અને બીજી માંગણી છે કે, કમોસમી વરસાદમાં પલળી ગયેલ મગફળીને ટેકાના ભાવે સરકાર ખરીદે.

    ખંભાળિયા તાલુકાના સામોર ગામે ખેડૂતોનો આક્રોશ સાથે પાક નુકસાન મુદ્દે યોજાઈ ગ્રામસભા હતી. કમોસમી વરસાદના કારણે પાકને થયેલા ભારે નુકસાનને લઈ સામોર ગામના ખેડૂતો એકત્રિત થયા. સરકાર દ્વારા નુકસાની અંગે તાત્કાલિક સહાય ચુકવવાની માંગ સાથે ખેડૂતોની ગ્રામસભા યોજાઈ.ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ છે પહેલી તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે. ત્યારે બિજી માંગ કમોસમી વરસાદમાં પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. તેથી કોઈપણ પ્રકારના સર્વે વિના સરકાર તરત જ વળતર જાહેર કરે એવી તેમની માગ છે. સામોર ગામના ખેડૂતોની આ બેઠકમાં ગ્રામજનો દ્વારા એકસ્વરે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક મદદની અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.

  • 02 Nov 2025 02:42 PM (IST)

    પ્યોર ગોલ્ડના નામે લોખંડ, પ્લાસ્ટિક મિશ્રીત સોનાની 10 બંગડી ગીરવે મૂકીને લોન લીધી, ફાયનાન્સ કંપનીએ નોંધાવી ફરિયાદ

    અમદાવાદમાં બનાવટી સોનુ ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સોનાની 10 બંગડીઓ ગીરવે મૂકીને 3.06 લાખની લોન લીધી હતી. 71.304 ગ્રામ સોનાની 10 બંગડીઓમાં 40 ગ્રામ લોખંડ અને પ્લાસ્ટિકનું મિશ્રણ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ PVT ના એરિયા મેનેજરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • 02 Nov 2025 01:10 PM (IST)

    ભવનાથ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીજી સ્યુસાઇડ નોટ લખી ગુમ થયા

    જુનાગઢના ભવનાથ ભારતી આશ્રમ ફરી એક વખત  વિવાદમાં આવ્યો છે. જુનાગઢના ભવનાથ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીજી સ્યુસાઇડ નોટ લખી ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. 2 નવેમ્બર સવારે ત્રણ વાગે થયા છે ગુમ. ભવનાથ પોલીસ સ્ટેશન કરવાના આવી જાણ. ભવનાથ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ સ્થળો એ કરવામાં આવી શોધખોળ.  સ્યુસાઇડ નોટમાં અંગત કોઈ મનદુઃખ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.  ક્યાં કારણસર ગુમ થયા એ અંગે હજુ કારણ અકબંધ.

  • 02 Nov 2025 12:17 PM (IST)

    વીઘે 20,000ના ખર્ચ સામે 50,000ની આવક રળવાની આશા માવઠાએ તોડી પાડી

    આણંદમાં કમોસમી વરસાદના મારથી ત્રસ્ત ખેડૂતોએ તેમની આપવિતિ જણાવી હતી. દિવાળી પછીના વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાખી છે. ​આણંદ જિલ્લામાં દિવાળી પછી આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ​ખેતરોમાં કાપણી કરેલા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. ખેડૂતોએ પ્રતિ વીઘે 20,000નો ખર્ચ કર્યો હતો, જેની સામે 50,000ની આવકની આશા હતી, તે તૂટી ગઈ. ખેડૂતોની માંગ છે કે, સરકાર ​તાત્કાલિક સરવે કરાવી સહાય આપે. ​ખેતી માટે લીધેલી કૃષિ લોન માફ કરવામાં આવે. જોકે ​ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર સરવે કામગીરી માત્ર કાગળ પર કરે છે, કોઈ સહાય ચૂકવાતી નથી.

  • 02 Nov 2025 12:10 PM (IST)

    ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા, ગુજરાત સરકાર ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

    CM ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર કુદરતી આપત્તિથી ભારે ખુવારી ભોગવનાર ખેડૂતોને સઘિયારો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે

  • 02 Nov 2025 11:58 AM (IST)

    બનાસકાંઠાના ઘાનેરાના જીવાણામાં હડકાયુ કૂતરું કરડતા 11 વર્ષના બાળકનું મોત !

    ધાનેરા તાલુકાના જીવાણામાં હડકાયુ શ્વાન કરડવાથી 11 વર્ષના માસુમ બાળકનું મોત થયું છે. ગત 13 ઓક્ટોબરે હડકાયા શ્વાને અલ્પેશ માજીરાણાને કરડ્યુ હતું. જેનુ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શ્વાન કરડ્યા બાદ 11 વર્ષના બાળકે રસીના  ત્રણ ડોઝ પણ અપાયા હતા. આરોગ્ય વિભાગે હાલમાં તો મોતનું કારણ શંકાસ્પદ હડકવા ગણાવ્યો છે. જો કે પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ નક્કી થશે. પરંતુ આ ઘટનાએ સમગ્ર જીવાણા ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. રખડતા શ્વાનોના આતંક સામે તંત્રની બેદરકારી પર લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

    તા

  • 02 Nov 2025 11:34 AM (IST)

    બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ કોર્ટમાં હારી જતા,  ડીસા APMC એ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કર્યું

    ડીસા APMC દ્વારા, વાઇબ્રન્ટ સ્કૂલ ઑફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કરી દેવાયું છે. ભાડા કરારની મુદત પૂર્ણ થતાં બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનું બિલ્ડિંગ સીલ મારાયું છે. ડીસા એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) દ્વારા માલિકીના મકાનમાં ભાડે ચાલી રહેલી વાઇબ્રન્ટ સ્કૂલ ઑફ સાયન્સને સીલ મારી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગ વર્ષ 2011 થી 2021 સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયું હતું. કરાર પૂર્ણ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટને વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જગ્યા ખાલી ના કરાતા, અંતે APMC દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. કોર્ટ કેસની લાંબી પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે પહેલા ડીસા કોર્ટમાં અને ત્યારબાદ હાઇકોર્ટમાં દાવો કર્યો હતો. પરંતુ બંને કોર્ટે ટ્રસ્ટનો દાવો ફગાવી દીધો હતો. કોર્ટમાંથી રાહત ના મળતાં APMC એ ત્રણ નોટિસ બાદ અંતિમ નોટિસ આપીને સત્તાવાર રીતે બિલ્ડિંગ સીલ કરી દીધું છે.

  • 02 Nov 2025 11:17 AM (IST)

    હત્યા કેસના કુખ્યાત આરોપીના પરિવારે કાગવડ ખોડલધામમાં લીધો આશરો, પોલીસ ઉપર દમનનો આક્ષેપ કરી પરિવારે ઉચ્ચારી છે આત્મવિલોપનની ચીમકી

    લંડનની જેલમાં બંધ રહેલા વકીલ કિરીટ જોશીની હત્યા કેસના આરોપી જયેશ પટેલનો પરિવારે, પોલીસ પર દમન ગુજારવામાં આવતુ હોવાનો આક્ષેપ કરીને સામુહિત આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ જયેશ પટેલના પરિવારે ખોડલ ધામમાં આશરો લીધો છે. જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યા સુધી આ પરિવાર ખોડલ ધામના આશરે રહેશે તેમ પરિવારના સભ્યે જણાવ્યું છે. જામનગરના બહુ ચર્ચિત એડવોકેટ કિરીટ જોષી હત્યા કાંડના આરોપી જયેશ પટેલ ઉર્ફે જયેશ રાણપરિયાના પરિવારના 21 સભ્યોને સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કુખ્યાત જયેશ પટેલના પરિવારને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની રાવ સાથે આઈજીને રજૂઆત કરી હતી. જો અરજી મુજબ કાર્યવાહી નહીં થાય તો 31 ઓક્ટોબરના રોજ 21 સભ્યોએ આત્મવિલોપનની આપી હતી ચીમકી. રાણપરિયા પરિવારે લીધું કાગવડ ખોડલધામમાં શરણું. જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી ખોડલધામમાં આશરો લેશે પરિવાર. કુખ્યાત જયેશ પટેલ સામે અનેક જમીન કૌભાંડ, હત્યા, ખંડણી, ગુજસીટોક સહિતના નોંધાયા છે ગુન્હા. વકીલ કિરીટ જોશીની હત્યા બાદ જયેશ પટેલ વિદેશ ભાગી ગયો, હાલ લંડનમાં જયેશ છે ન્યાયિક હીરાસતમાં. હાલ પોલીસ રાજકીય ઈશારે જયેશના ભાઈ ધર્મેશ સામે ખોટા કેસ કરી માતાપિતા સહિતનાઓને હેરાન કરતા હોવાનો પરીવારનો આક્ષેપ.

  • 02 Nov 2025 10:29 AM (IST)

    જૂનાગઢ જિલ્લાની જેલના હાઈ સિક્યુરિટી ઝોન પાસેથી બે મોબાઈલ મળ્યા

    જૂનાગઢ જિલ્લા જેલમાથી બે મોબાઇલ મળી આવ્યા. હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે બે મોબાઇલ મળી આવ્યા છે. અમદાવાદની જેલ જડતી સ્કવોર્ડ દ્વારા જૂનાગઢ જેલમા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેલ જડતી સ્કવોર્ડ દ્વારા સતત બે કલાક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. હાઈ સિક્યુરિટી વિભાગ નજીક થી બે મોબાઇલ સીમકાર્ડ સહીત શરૂ હાલતમા મળી આવતા ચકચાર. પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ કઈ રીતે આવ્યા તે સવાલ જેલ તંત્રમાં ચર્ચાઈ રહ્યો છે. કયા કેદી દ્વારા આ મોબાઇલનો  ઉપયોગ થતો હતો તે અંગે પણ સંદેહ વ્યક્ત કરવામાં આવ્યા છે. મોબાઈલ ને FSL મા મોકલવામાં આવે તો તમામ વીગતો આવે બહાર તેમ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ જેલ જડતી સ્કવોર્ડના રણમલ કરંગીયા દ્વારા જૂનાગઢ એ. ડીવીઝન પોલીસ મથકે  ફરીયાદ નોંધાવી છે.

  • 02 Nov 2025 10:10 AM (IST)

    રાજકોટના ઘોરાજી ગ્રામ્ય પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ

    રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમા છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો છે. વીજળી ના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. નાની પરબડીમા વહેલી સવારથી સતત કમોસમી વરસાદ વરસ્યો છે. ધોરાજીના નાની પરબડી, મોટી પરબડી, ફરેણી સહિત ગ્રામ્ય વિસ્તારમા કમોસમી વરસાદ વરસ્યો છે. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો કપાસ મગફળી સોયાબીન અને પશુઓના ઘાસચારા સહિતના પાકને નુકસાન થયું છે.

  • 02 Nov 2025 09:48 AM (IST)

    ISRO 4400 કિલો વજનનો મેગા ઉપગ્રહ કરશે લોન્ચ, નૌકાદળને સૌથી અદ્યતન GSAT-7R કોમ્યુનિકેશન સેટેલાઇટ મળશે

    ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આજે ભારતીય નૌકાદળના GSAT 7R (CMS-03) કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે. આ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન કોમ્યુનિકેશન સેટેલાઇટ હશે. આ ઉપગ્રહ નૌકાદળની અવકાશ-આધારિત કોમ્યુનિકેશન અને દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ ક્ષમતાઓને મજબૂત બનાવશે. આ સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેનું વજન આશરે 4,400 કિલોગ્રામ છે.

  • 02 Nov 2025 09:36 AM (IST)

    ગાંધીનગરના 275 ગામની 15 હજાર હેક્ટર જમીનમાં મગફળી અને ડાંગર પાકને માવઠાથી નુકસાન

    ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદમાં 275 જેટલા ગામો કૃષિ ક્ષેત્રે  અસરગ્રસ્ત થયા છે. મગફળી અને ડાંગર પાકોમાં 15 હજાર હેક્ટર વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે. કુલ 91 ટીમો દ્વારા સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર ના નિયમ પ્રમાણે સહાય ચૂકવવા માં આવશે. આ બાબતે બેઠક થઈ હતી કર્મચારીઓ ને તાલીમ પણ આપવામાં આવી છે અને સર્વે ઝડપથી પૂરો કરવામાં આવે એ અંગે સૂચના પણ આપવામાં આવી છે.

  • 02 Nov 2025 09:25 AM (IST)

    વરસાદ બાદ ફેલાતો રોગચાળો અટકાવવા આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ યોજી બેઠક

    રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી

  • 02 Nov 2025 09:02 AM (IST)

    અમદાવાદ શહેરમા સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લેતા, આજે સવારે સમગ્ર શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી. વરસાદના વિરામ બાદ ઠંડીની ઋતુની વિધિવત શરૂઆત થઈ હોવાનું કહી શકાય. વહેલી સવારે તાપમાનમાં સમાન્ય ઘટાડા સાથે આજે સૂરજદાદા દેખાયા છે. તાપમાનનું પ્રમાણ ઘટતા હવે રાત્રીના સમયે ઠંડી અનુભવાઈ રહી છે.

  • 02 Nov 2025 08:54 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામા્ વરસાદ, સૌથી વધુ પોરબંદરમાં 3 ઈંચ

    ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 118 તાલુકામા વરસાદ વરસ્યો છે. 118 પૈકી પોરબંદર તાલુકામાં સૌથી વઘુ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ચોમાસા અને કમોસમી વરસાદને સાથે ગણીએ તો, કચ્છમાં 149.83 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 126.73 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં પણ 126.67 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 123.26 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 132 ટકા વરસાદ વરસ્યો છે.

  • 02 Nov 2025 08:48 AM (IST)

    બોટાદના પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ પર છવાયુ ઘુમ્મસ

    બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર ધુમ્મસ ભયું વાતાવરણ રહ્યું હતું. બોટાદ શહેરના પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ, સહિત સોસાયટી વિસ્તારમા ધુમ્મસ ભયું વાતાવરણ સર્જાયું હતું. ઘુમ્મસને કારણે વિઝીબીલિટી ઘટતા વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ રાખી ચલાવી રહ્યા છે પોતાના વાહન.

  • 02 Nov 2025 08:12 AM (IST)

    સુરતમાં કામરેજ તાલુકાના પાલી ગામ પાસે લક્ઝરી બસ- ટ્ર્ક વચ્ચે અકસ્માત

    સુરતના કામરેજ – કીમ એના એક્સપ્રેસ વે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત. કામરેજ તાલુકાના પાલી ગામ પાસે બની અકસ્માતની ઘટના. મીની લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક પાછળ અથડાવી દીધી છે. બસમાં સવાર પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 02 Nov 2025 08:01 AM (IST)

    દુલારચંદ યાદવ હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય અન JDUના ઉમેદવાર અનંત સિંહની મોડી રાત્રે કરાઈ ધરપકડ

    મોકામામાં દુલારચંદ યાદવ હત્યા કેસમાં, પટના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પટના પોલીસે પૂર્વ ધારાસભ્ય અને JDU ઉમેદવાર અનંત સિંહને બારહના કારગિલ માર્કેટમાંથી મધ્યરાત્રીએ ધરપકડ કરી છે.

  • 02 Nov 2025 07:30 AM (IST)

    ખ્રિસ્તીઓના રક્ષણ માટે નાઇજીરીયા પર હુમલો કરવાની ટ્રમ્પે આપી ધમકી

    ટ્રમ્પે ખ્રિસ્તીઓના રક્ષણ માટે નાઇજીરીયા પર હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો “હત્યાઓ” ચાલુ રહેશે, તો અમેરિકા તાત્કાલિક બધી સહાય કાપી નાખશે. તેમણે સૈન્યને વિકલ્પો તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો. “જો આપણે હુમલો કરીશું, તો તે ઝડપી અને ક્રૂર હશે. નાઇજીરીયાની સરકારે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ.”

  • 02 Nov 2025 07:27 AM (IST)

    અમદાવાદના ખોડિયારનગરમાં BRTS બસ ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારતા મોત

    અમદાવાદા ખોડિયારનગર વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રસ્તા ચાલ્યા જતા રાહદારીને બીઆરટીએસ બસ ચાલકે ટક્કર મારતા રાહદારીનં સ્થળ પર જ મોત થયું હતું. રાહદારી રોડ ક્રોસ કરતો હતો તે સમયે BRTS બસ ચાલકે ટક્કર મારી હતી. પોલીસે BRTS બસના બસચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

  • 02 Nov 2025 07:23 AM (IST)

    ઉચ્ચ સરકારી અધિકારીઓની હાજરીમાં પાંચ સંતોની પ્રતિકાત્મક લીલી પરિક્રમાનો થયો પ્રારંભ

    ગરવા ગિરનારની લીલી પરિક્રમાનુ શુભ મૂહૂર્ત સાચવવામા આવ્યુ.સાધુ સંતો, કલેક્ટર, એસ.પી, મનપા કમિશનર તેમજ સરકારના તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કમોસમી વરસાદને લઈ જંગલના રોડ રસ્તાનુ ભારે ધોવાણ થયુ છે. અને પરિક્રમા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વહીવટી તંત્ર તેમજ સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેના ભાગ રૂપે આજે ગિરનાર તળેટી ખાતે પરિક્રમા નુ મૂહૂર્ત કરવામા આવ્યુ હતુ. સવારે માત્ર પાંચ જેટલા સંતો ગિરનારની લીલી પરિક્રમા કરશે.

Published On - Nov 02,2025 7:23 AM

g clip-path="url(#clip0_868_265)">