AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી ! જાણો ભારતમાં શું થશે અસર, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી.

ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી ! જાણો ભારતમાં શું થશે અસર, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
| Updated on: Jan 04, 2025 | 10:38 PM
Share

ચીનમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (HMPV)ના વધતા જતા કેસોને જોતા ભારત દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત WHO ને પણ સમય સમય પર અપડેટેડ માહિતી શેર કરવા વિનંતી કરવામાં આવી છે. શનિવારે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

વાસ્તવમાં ચીનમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં શ્વસન સંબંધી રોગોના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, HMPV કેસોનું પરીક્ષણ કરતી લેબની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) સમગ્ર વર્ષ દરમિયાન HMPV પર નજર રાખશે. હાલમાં, મોનિટરિંગમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી.

ચીનમાં પરિસ્થિતિ અસામાન્ય નથી

મંત્રાલયે કહ્યું કે ચર્ચા બાદ અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, એ વાત પર સહમતિ બની હતી કે ચીનમાં ફ્લૂની ચાલુ સિઝનને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અસામાન્ય નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્વસન રોગોમાં વધારો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે, જે આ સિઝનના સામાન્ય વાયરસ છે.

ચીનની સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખે છે

મંત્રાલયે કહ્યું કે સરકાર તમામ સ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહી છે અને WHOને ચીનની સ્થિતિ વિશે સમયસર ડેટા શેર કરવાની અપીલ પણ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે HMPV અંગે ચર્ચા કરવા માટે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયની અધ્યક્ષતામાં જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (JMG) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. WHO, IDSP, NCDC, ICMR, EMR અને AIIMS-દિલ્હી સહિતની હોસ્પિટલોના નિષ્ણાતોએ બેઠકમાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">