04 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમરેલી લેટરકાંડમાં MLA કૌશિક વેકરીયાની છબી ખરડવાનો પ્રયાસ કરનારા પૂર્વ ભાજપ પ્રમુખ સહિત આરોપીઓને કોર્ટ તરફથી ઝટકો, ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2025 | 9:47 PM

આજ 04 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

04 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમરેલી લેટરકાંડમાં MLA કૌશિક વેકરીયાની છબી ખરડવાનો પ્રયાસ કરનારા પૂર્વ ભાજપ પ્રમુખ સહિત આરોપીઓને કોર્ટ તરફથી ઝટકો, ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી 

આજે 04 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 4 થી 9 જાન્યુઆરી સુધી ચાલશે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ધુમ્મસ અને પ્રદૂષણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં ગ્રેપ-3 લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે અનેક પ્રકારના નિયંત્રણો પણ અમલમાં આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાન બગડી શકે છે.

નિકિતા સિંઘાનિયાની જામીન અરજી પર આજે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. રાકેશ ટિકૈત સહિતના દિગ્ગજ ખેડૂત નેતાઓ હરિયાણાના ટોહાનામાં ભેગા થશે. એસકેએમએ મહાપંચાયત બોલાવી છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રગતિ યાત્રાનો બીજો તબક્કો આજથી શરૂ થશે. પ્રગતિ યાત્રાના આ તબક્કામાં 6 જિલ્લામાં પહોંચશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Jan 2025 08:59 PM (IST)

    વલસાડ: 7 સ્થળેથી ચોરીને અંજામ આપનાર 3 ચોરની પોલીસે કરી ધરપકડ

    વલસાડમાં રીઢા ચોરની ટોળકી ઝડપાઈ છે. 7 સ્થળેથી ચોરીને અંજામ આપનાર 3 ચોરની પોલીસે ધરપકડ કરી છે. ચોર ટોળકીએ વાપીમાં જૈન ઉપાશ્રય અને તબીબના બંગલામાં ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી દાગીના અને રોકડ રકમ મળીને કુલ 26 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે…આરોપીને પકડવા માટે પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આરોપીઓ દિવસે રેકી કરીને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ સુરત,દમણમાંપણ ચોરી કર્યાનું સામે આવ્યું છે.

  • 04 Jan 2025 08:58 PM (IST)

    સુરતઃ CISFના જવાનનો આપઘાત

    • સુરતઃ CISFના જવાનનો આપઘાત
    • સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્યો આપઘાત
    • CISF સેલના જવાને કિશન સિંગે ગોળી મારી કર્યો આપઘાત
    • એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે ગોળી મારી કરી આત્મહત્યા
    • ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનું મોત
  • 04 Jan 2025 07:57 PM (IST)

    મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

    ભારતનાં અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેઓનાં પુત્ર અનંત અંબાણીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી તેમજ શ્રી સોમેશ્વર મહાપૂજા અને “ધ્વજાપૂજા”નો સંકલ્પ લીધો હતો. તેમણે સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

  • 04 Jan 2025 07:02 PM (IST)

    સુરતમાં ચેન સ્નેચિંગ કરનારા 3 આરોપીઓ ઝડપાયા

    સુરતમાં ચેન સ્નેચિંગ કરનાર ગેંગને ઝડપવામાં ક્રાઈમબ્રાન્ચને સફળતા મળી છે. આરોપીઓ 200 કિલોમિટર દૂર ખંભાતના તારાપુરથી આવી ધૂમ સ્ટાઇલમાં સ્પોર્ટ્સ બાઈકથી ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ ચેન સ્નેચિંગ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે સુરત ક્રાઈમબ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી 7 જેટલી સોનાની ચેનની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી.

  • 04 Jan 2025 07:01 PM (IST)

    વલસાડઃ રીઢા ચોરની ટોળકી ઝડપાઈ

    • વલસાડઃ રીઢા ચોરની ટોળકી ઝડપાઈ
    • 7 સ્થળેથી ચોરી કરનાર 3 ચોર ઝડપાયા
    • વાપીમાં જૈન ઉપાશ્રય અને તબીબના બંગલામાં કરી હતી ચોરી
    • દાગીના અને રોકડ મળી 26.26 લાખનો મુદ્દામાલ જપ્ત
    • 200થી વધુ CCTV તપાસી પોલીસે તસ્કરોને ઝડપ્યા
    • દિવસે રેકી કરીને રાત્રે કરતા હતા ચોરી
    • આરોપીઓએ સુરત,દમણમાંપણ ચોરી કર્યાનું સામે આવ્યું
  • 04 Jan 2025 07:00 PM (IST)

    વડોદરામાં તસ્કરોનો આતંક, જ્વેલરની દુકાનમાં ચોરી

    • વડોદરામાં તસ્કરોનો આતંક યથાવત
    • તરસાલી વિસ્તારમાં આવેલી જ્વેલરની દુકાનમાં ચોરી
    • તસ્કરોએ CCTV પર કાળો સ્પ્રે મારી ચોરીને આપ્યો અંજામ
    • ચાર દિવસ પહેલા યાકુતપુરા સોનીની દુકાનમાં થઈ હતી ચોરી
    • તસ્કરોએ ફરીથી એ જ પ્રકારે ચોરીને આપ્યો અંજામ
    • પોલીસે તસ્કરોને પડકવા તજવીજ હાથ ધરી
  • 04 Jan 2025 07:00 PM (IST)

    સુરત: શહેરમાં વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ

    • સુરત: શહેરમાં વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ
    • સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ
    • બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કરવાની હતી તૈયારી
    • CID ક્રાઈમમાં નોંધાઈ છે ફરિયાદ
    • મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ
    • સમુદ્ધી કોર્પોરેશને સાયલન્ટ ઝોન સ્કીમ ઉભી કરી કૌભાંડનો કારસો રચ્યો
    • સુરત મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે નથી કોઈ પ્રોજેક્ટ
    • મુખ્યમંત્રી સુધી આ કૌભાંડની થઈ હતી અરજી
    • છ મહિનાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ
    • ફરિયાદમાં સમુદ્ધી કોર્પોરેશનના ભાગીદારોના નામનો ઉલ્લેખ નહીં
    • જમીન દલાલ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને મુળ માલિકને જ જમીન વેચવા જતાં ભાંડો ફુટ્યો
  • 04 Jan 2025 06:59 PM (IST)

    સાબરકાંઠાઃ BZ કૌભાંડ મામલે હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ

    • સાબરકાંઠાઃ BZ કૌભાંડ મામલે હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ
    • ફરી એકવાર પત્રિકા ફરતી કરી રાજકારણ ખેલવાનું ષડયંત્ર
    • તલોદ માર્કેટ યાર્ડના ચેરમેનના નામે CID ક્રાઈમને નનામી અરજી
    • CID ક્રાઈમના પરિક્ષિતા રાઠોડને નનામી અરજી કરાઈ
    • ચેરમેન સંજય પટેલે BZ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ
    • ખેડૂતોના નામે ખોટા બીલો બનાવી બ્લેકના વ્હાઈટ કર્યાનો આક્ષેપ
    • તમામ આક્ષેપોને સંજય પટેલે ગણાવ્યા બદનામ કરવાનું ષડયંત્ર
    • હાલ સંગઠન પર્વ ચાલતું હોઈ નિશાન બનાવ્યોઃ સંજય પટેલ
    • ક્યારેય ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળ્યા ન હોવાનો સંજય પટેલનો દાવો
    • રાજકીય અને નિવૃત અધિકારી દ્વારા ષડયંત્ર રચાયાની આશંકા
    • અરજી અંગે CIDની તપાસમાં સહકાર આપીશઃ સંજય પટેલ
  • 04 Jan 2025 05:51 PM (IST)

    સુરત: ધૂમ સ્ટાઇલમાં ચેન સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ

    • સુરત: ધૂમ સ્ટાઇલમાં ચેન સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ
    • સુરત ક્રાઇમબ્રાન્ચે ત્રણ આરોપીની કરી ધરપકડ
    • ખંભાતના તારાપુરથી સુરતમાં સ્નેચિંગ કરવા આવતા આરોપી
    • સ્પોર્ટ્સ બાઈક પર આવી સુરતમાં કરતા ચેન સ્નેચિંગ
    • આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ
    • પોલીસે 7 સોનાની ચેન કબજે કરી કાર્યવાહી હાથ ધરી
  • 04 Jan 2025 05:50 PM (IST)

    જામનગર: ગેંગરેપના આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર

    • જામનગર: ગેંગરેપના આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર
    • ગેંગરેપ કેસના મુખ્ય આરોપીની વધુ 4 મિલકત તોડી પડાઈ
    • રંગમતુ નદીના કાંઠે આવેલા દબાણો દુર કરવામાં આવ્યા
    • ઘાંચીની ખડકી વિસ્તારમાં વધુ 4 મિલકતોનું ડિમોલીશન
    • મહાનગરપાલિકા દ્વારા ફરી દબાણ દુર કરવાની કાર્યવાહી
    • આગામી સમયમાં વધુ એક દબાણ પણ કરાશે દૂર
  • 04 Jan 2025 05:49 PM (IST)

    મહેસાણાઃ ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનર એક્શનમાં

    • મહેસાણાઃ ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનર એક્શનમાં
    • મહાનગરપાલિકાએ દબાણ કર્તાઓને ફટકારી નોટિસ
    • અગાઉ બુટલેગરોના ત્રાસની મહિલાઓએ કરી હતી રજૂઆત
    • ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર દબાણોની થઈ હતી રજૂઆત
    • ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની હતી ફરિયાદ
    • ધારાસભ્ય દ્વારા સમગ્ર મામલે નવનિયુક્ત મનપા કમિશનરને રજૂઆત
    • ગેરકાયદેસર દબાણો દૂર કરવા રમેશ માળીને ફટકારી નોટિસ
  • 04 Jan 2025 05:48 PM (IST)

    બનાસકાંઠા: જિલ્લા વિભાજન બાદ દિયોદરમાં વિરોધ યથાવત

    • બનાસકાંઠા: જિલ્લા વિભાજન બાદ દિયોદરમાં વિરોધ યથાવત
    • દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે આપ્યું નિવેદન
    • લોકોની જે લાગણી હતી, તે સરકાર સુધી પહોંચાડી: કેશાજી
    • આવતીકાલે દિયોદરમાં મહાપંચાયતનું કરાયું છે આયોજન
    • મહાપંચાયત મુદ્દે ધારાસભ્ય કેશાજીએ મૌન ધારણ કર્યું
    • દિયોદરને નવા જિલ્લાનું મથક જાહેર કરવાની છે માગ
    • મહાપંચાયતમાં હાજરી આપવાના સવાલ પર ધારાસભ્યએ ચાલતી પકડી
  • 04 Jan 2025 05:47 PM (IST)

    અમરેલીઃ બોગસ લેટરકાંડના આરોપીઓને ઝટકો

    • અમરેલીઃ બોગસ લેટરકાંડના આરોપીઓને ઝટકો
    • અમરેલી સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા
    • મુખ્ય આરોપી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાસીયા સહિત 3 આરોપીઓની જામીન પર સુનાવણી હાથ ધરાઇ
    • ગઈકાલે માત્ર યુવતી પાયલ ગોટીને જામીન મળે તે માટે ફરિયાદી દ્વારા પ્રયાસ કરવાના કારણે જામીન મળ્યા હતા
    • આરોપીઓએ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવા રાજકીય કાવતરૂ ઘડ્યું હતુ
  • 04 Jan 2025 04:49 PM (IST)

    BZના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ગ્રામ્ય કોર્ટ દ્વારા ફરી 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર

    • ભૂપેન્દ્ર ઝાલાના ગ્રામ્ય કોર્ટ દ્વારા ફરી 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર
    • 10 કારણો સાથે વધુ 6 દિવસના રિમાન્ડની કરાઈ હતી માગ
    • હિસાબ ના મળ્યા હોય એ નાણાં કયા રોકાણ કરાયું એના હિસાબ બાકી
    • મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીનું નિવેદન
    • “નાણા ક્યાંથી આવ્યા હતા અને કયા જતા હતા એની તપાસ બાકી”
    • ” ભૂપેન્દ્ર ઝાલાએ નાણાંનું રોકાણ ક્યા કર્યું એ દિશામાં તપાસ”
    • “BZ વેબસાઈટ પર 11 હજારથી વધુ લોકો નોંધાયા હતા”
  • 04 Jan 2025 04:23 PM (IST)

    જમ્મુ કાશ્મીરમાં બાંદીપોરામાં સેનાની ગાડી ખાઈમાં ખાબકી, 4 જવાન શહીદ

    જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સેનાની ગાડી ખાઈમાં પડવાથી 4 જવાન શહીદ થયા છે જ્યારે અન્ય બે ની હાલત પણ ગંભીર છે. ઘાયલ જવાનોને શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા દુર્ઘટનામાં 6 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને તુરંત બાંદીપોરા જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં 3 જવાનોને મૃત જાહેર કરાયા હતા. ગંભીર રીતે ઘાયલ જવાનોને વધુ સારવાર અર્થે શ્રીનગર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાનનુ રસ્તામાં જ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે જવાનોને સારવાર માટે શ્રીનગર રિફર કરાયા છે.

  • 04 Jan 2025 03:57 PM (IST)

    જિલ્લા બનાવવા અંગેના વિવાદમાં હવે હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું

    • જિલ્લા બનાવવા અંગેના વિવાદમાં હવે હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું
    • વિરમગામને જીલ્લો બનાવવા ધારાસભ્ય હાર્દિક પટેલે કરી માગ
    • જિલ્લો બનાવવાની માગ ચૂંટણીમાં મારા એજન્ડામાં જ હતી: હાર્દિક
    • વિરમગામની વસ્તી ૩ લાખથી ઉપર છે: હાર્દિક પટેલ
    • “પાટડી, દસાડાને સમાવિષ્ટ કરી જિલ્લો બનશે એવો વિશ્વાસ”
    • સાણંદની જેમ વિરમગામ પણ ઓટોમીબાઈલ હબ છે: હાર્દિક
    • “નળકાંઠામાં વસતા લોકો પણ કહે છે, અમને વિરમગામમાં સમાવો”
    • સૌરાષ્ટ્ર માટેનું એન્ટ્રન્સ વિરમગામ રેલવે સ્ટેશન છે: હાર્દિક પટેલ
  • 04 Jan 2025 03:54 PM (IST)

    સુરતઃ CISFના જવાનનો આપઘાતનો પ્રયાસ

    • સુરતઃ CISFના જવાનનો આપઘાતનો પ્રયાસ
    • સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટના
    • CISF સેલના જવાને કિશન સિંગે ગોળી મારી કર્યો આપઘાતનો પ્રયાસ
    • એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ
    • જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
  • 04 Jan 2025 03:54 PM (IST)

    કચ્છના ગોધરામાં યુવતીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે નીકળી મૌન રેલી

    કચ્છના ગોધરામાં યુવતીની હત્યા મુદ્દે નીકળી મૌન રેલી. સર્વ સમાજ સાથે જોડાયા. કચ્છના માંડવી તાલુકામાં યુવતીની એકતરફી પ્રેમમાં હત્યાના ઘેર પ્રત્યાઘાત પડ્યા.. ભુજ શહેરમાં વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. સર્વસમાજે રેલીમાં જોડાઈ ઝડપી ન્યાય મળે તેવી માગ કરી. મૃતક યુવતીની બેરહેમીથી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા પણ રજૂઆત કરવામાં આવી. મૌન રેલીમાં સર્વસમાજની સાથે સાધુ સંતો પણ જોડાયા. બેટી બચાવો, દેશ બચાવો તેમજ દીકરીઓને સુરક્ષા આપો સહિતના બેનરો સાથે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. કચ્છના સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા.

  • 04 Jan 2025 03:52 PM (IST)

    અમરેલીઃ બનાવટી લેટર કાંડ મુદ્દે MLA હાર્દિક પટેલનું નિવેદન

    • અમરેલીઃ બનાવટી લેટર કાંડ મુદ્દે MLA હાર્દિક પટેલનું નિવેદન
    • દીકરીનું સરઘસ કાઢ્યું તે નિંદનીયઃ હાર્દિક પટેલ
    • “દીકરી સાથે અન્યાય થયો છે”
    • “કોર્ટે પાયલને જામીન આપી દીધા છે ત્યારે વધુ કહેવું અયોગ્ય”
    • “હવે પાયલને ન્યાય મળે તે દિશામાં કામ ચાલુ”
  • 04 Jan 2025 03:19 PM (IST)

    પાટીદાર દીકરીની ધરપકડ મુદ્દે રાજકારણને રમેશ ટીલાળાએ ગણાવ્યુ અયોગ્ય

    • રાજકોટ: લેટરકાંડમાં પાટીદાર દીકરીની ધરપકડ બાદ મુક્તિનો મામલો
    • ખોડલધામના અગ્રણી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ રાજકારણને ગણાવ્યું અયોગ્ય
    • ખોડલધામ અને નરેશ પટેલના પ્રયત્નોથી દીકરી બહાર આવી: રમેશ ટીલાળા
    • “ખોડલધામ, પાટીદાર સમાજે દબાણ લાવીને ફરિયાદી પાસે સોગંદનામું કરાવ્યું”
    • કોર્ટમાં સોગંદનામાના આધાર પર દીકરી બહાર આવીઃ રમેશ ટીલાળા
    • “રાજ્ય સરકારે સહયોગ આપ્યો, બેઠકમાં જેની ઠુમ્મર પણ હાજર હતા”
    • “સમગ્ર મામલે પાછળથી રાજકારણ ન થવું જોઈએ”
    • આવી ઘટના ભવિષ્યમાં ન બને તેનું ધ્યાન રાખવા અપીલ
  • 04 Jan 2025 02:37 PM (IST)

    અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કલે, વિદ્યાર્થીએ પહેરેલ અન્ય રંગનુ સ્વેટર ઉતરાવતા, DEO એ 10 હજારનો દંડ કેમ ના કરવો તે મુદ્દે ફટકારી નોટીસ

    અમદાવાદની જાણીતી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કુલેસ વિદ્યાર્થીએ પહેરલ અન્ય રંગનું સ્વેટર ઉતરાવતા, જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને રૂપિયા 10 હજારનો દંડ કેમ ના ફટકારવો જોઈએ તે મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી છે. મેમનગર વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કુલના વિદ્યાથીએ, ઠંડીથી બચવા શાળાએ નક્કી કરેલ સિવાયના રંગનું સ્વેટર ધારણ કર્યું હતું. શાળાના સંચાલકોએ, આ વિદ્યાર્થી પાસે અન્ય રંગનું સ્વેટર ઉતરાવી લીધુ હતુ. જેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરાતા, શાળાને રૂપિયા 10 હજારનો દંડ કેમ ના ફટકારવો જોઈએ તે મુદ્દે નોટિસ ફટકારવામાંઆવી છે. સાથોસાથ FRCએ સ્કૂલ ફી ઘટાડ્યા બાદ વધારાની ફી પરત કરવા આદેશ કર્યો છે.

  • 04 Jan 2025 02:24 PM (IST)

    સુરતમાંથી વધુ ત્રણ બોગસ ડોકટર ઝડપાયા

    સુરત શહેરમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેવુ સામે આવ્યુ છે. સુરતમાંથી વધુ ત્રણ બોગસ ડોકટરને ઝડપી લેવાયા છે. સુરતના સ્લમ વિસ્તારમાંથી લીંબાયત પોલીસે નકલી ડોકટરને પકડ્યા છે. ડોકટરનુ નકલી સર્ટીફીકેટ મેળવી ડોકટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા, ધર્મરાજ બૈજનાથ યાદવ,રાજેશ રામકિશોર યાદવ અને દિના આદીત્ય કલીતાને ઝડપી પાડ્યા. ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને દવા તથા મેડીકલના સરસામાન સાથે લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે કુલ રૂપિયા 1.12 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો.

  • 04 Jan 2025 01:38 PM (IST)

    દ્વારકાના કુરંગા નજીક મદાવાદના રખિયાલના રહેવાસીઓની બસ પલટી જતા 21 લોકો ઈજાગ્રસ્ત

    દ્વારકાના કુરંગા નજીક ખાનગી બસ પલટી જતા 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી 7 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 ને સઘન સારવાર માટે ખંભાળિયા ખસેડાયા છે. બસમાં કુલ 56 લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો અમદાવાદના રખિયાલના રહેવાસીઓ હોવાની વિગતો સામે આવી છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસે પલટી મારી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

  • 04 Jan 2025 12:31 PM (IST)

    રાજકોટમાં ઝડપાયુ સરકારી જમીન પોતાના નામે કરાવાનુ કૌંભાડ 

    રાજકોટના જસદણના નવાગામમાં સરકારી જમીન પચાવી પાડવાનુ કૌંભાડ ઝડપાયું છે. નવાગામમાં બે ભાઈએ સરકારી દબાણ વાળી જમીન પોતાના નામે કરી લીધી હતી. આરોપીઓએ સરકારી જમીનના ખોટા લેટર પેડ બતાવી પોતાના નામે કરી લીધી હતી. દબાણ વાળી જમીન પોતાના નામે કરવા ગ્રામ પંચાયતના ખોટા લેટરપેડ બનાવી બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હતા. ખોટા લેટર પેડ બનાવી ખોટા સહી સિક્કા કરી જસદણ TDOને રજુ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જસદણના નવાગામના મનજી ભોજાણી તથા તેના ભાઈ વલ્લભ સામે નવાગામના સરપંચે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  • 04 Jan 2025 12:27 PM (IST)

    કપડવંજમાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કુલના શિક્ષકો ટયુશન કલાસમાં ઝડપાયા

    ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ગઈકાલે કપડવંજમાં તપાસ કરવામાં આવી હતી. વિભાગના અધિકારીઓ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવી, બે અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને જગ્યાએથી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. કપડવંજ સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. બીજા ટ્યુશન ક્લાસની તપાસમાં સરદાર પટેલ વિદ્યાલય દાણા સ્કૂલના આચાર્ય હરેશ પટેલ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. શિક્ષણ વિભાગે બાતમીના આધારે કરી હતી બંને જગ્યાએ તપાસ. તમામ બાબતને લઈ શિક્ષણ અધિકારી કરી રહ્યા છે તપાસ. તપાસના અંતે આચાર્ય અને શિક્ષક સસ્પેન્ડ થાય તો નવાઈ નહીં.

  • 04 Jan 2025 11:00 AM (IST)

    કચ્છના રામપુરા વેકરા ગામે લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો બોલાવ્યો હુરિયો

    કચ્છમાં લેઉવા પટેલ સમાજમાં તડા પડ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં કચ્છ લેઉવા સમાજના ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો. રામપર-વેકરા સ્થિત ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત કથામાં લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓનો આંતરિક વિવાદને લઈ કથા સ્થળે વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી ગોપાલ ગોરશિયા અને તેમની સાથેના લોકોની કાર રોકી લોકોએ હોબાળો મચાવ્યો હતો. લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનોએ વિરોધ વચ્ચે કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી. અગાઉ પણ સમાજના એક કાર્યક્રમમાં ટ્રસ્ટીઓનો વિરોધ કરાયો હતો.

  • 04 Jan 2025 10:16 AM (IST)

    રાજકોટમાં 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું વિવાદાસ્પદ PPP યોજનાનું ટેન્ડર રદ!

    રાજકોટના જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરાયું હોવાનુ સામે આવતા જ ટેન્ડર રદ કરી દેવાયું છે. 56090 ચો.મી જમીન જે.પી ઈન્ફ્રાસ્ટ્રકચરને આપવાનું નક્કી કરાયું હતું. જે અંગે વિવાદ સર્જાયા બાદ સત્તામંડળ દ્વારા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે.

  • 04 Jan 2025 10:14 AM (IST)

    ચીનના HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ

    ચીનના HMPV વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ છે. એનસીડીસીને ચીનના HMPV વાયરસ સંબંધે ગંભીરતાથી દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે

  • 04 Jan 2025 09:57 AM (IST)

    સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક દારુ ભરેલ ઈકો કારે સર્જયો અકસ્માત

    સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક દારુ ભરેલ ઈકો કારે અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જી સ્થળ પર જ ઈકો કાર મૂકીને કાર ચાલક થયો હતો. તપાસ કરવામાં આવતા ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિકોએ કોસંબા પોલીસને, દારુ ભરેલ વાનચાલકે અકસ્માત સર્જયો હોવાની જાણ કરી હતી. કોસંબા પોલીસે દારૂ ભરેલ ઈકો કારનો કબજો લઇને, આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 04 Jan 2025 09:53 AM (IST)

    ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો, ભારતને મળી 4 રનની લીડ

    ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયા 4 રનની લીડ લેવામાં સફળ રહી હતી. આ ઇનિંગમાં ભારતીય ટીમના સૌથી સફળ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા હતા. બંને બોલરોએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે, જસપ્રિત બુમરાહ અને નીતિશ કુમાર રેડ્ડીને 2-2 વિકેટ મેળવવાની સફળતા મળી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી બેઉ વેબસ્ટરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા.

  • 04 Jan 2025 09:51 AM (IST)

    જૂનાગઢની માંગરોળ સબ જેલમાથી ચાર મોબાઇલ – સીમ કાર્ડ મળ્યાં

    જૂનાગઢની માંગરોળ સબ જેલમાથી ચાર મોબાઇલ -સીમ કાર્ડ મળી આવ્યા છે. જેલ ચેકીંગ દરમિયાન અલગ અલગ બેરેકમાથી મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા છે. બે એન્ડ્રોઇડ અને બે કી પેડ મોબાઇલ મળી આવ્યા છે. 5 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી આવતા તપાસ અધિકારીએ જપ્ત કર્યાં છે. આ ઘટના અંગે લોકઅપ સુપ્રિટેન્ડન્ટ દ્વારા અજાણ્યા ઈસમ વિરુધ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • 04 Jan 2025 09:41 AM (IST)

    થરાદ પોલીસે લક્કી ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ કરી

    થરાદ પોલીસે લક્કી ડ્રો આયોજકો સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. દીદરડા ગામે થોડા દિવસો પહેલા ગાયોના નામે લક્કી ડ્રોનુ આયોજન કરાયું હતું. નકળંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લક્કી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદ પોલીસ પોતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે. ઇનામી છેતરપિંડી અને સરક્યુલશન સ્કીમ હેઠળ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે પણ ખુલ્લેઆમ લકી ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે, આયોજકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે.

  • 04 Jan 2025 09:38 AM (IST)

    હજીરાની AMNS કંપનીને GPCB એ ફટકાર્યો 1 કરોડનો દંડ

    હજીરાની AMNS કંપનીમાં લાગેલી આગને લઈને GPCBએ કડક કાર્યવાહી હાથ ધરી છે. GPCB એ AMNS કંપનીને રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો છે. ઘટના કઈ રીતે બની, ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું? સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ તપાસ શરૂ કરી છે. હજીરાની AMNS કંપનીમાં, ગત 31 ડિસેમ્બર 2024ના રોજ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયાં હતા. જે મામલે પરિવારે પોલીસ અને મામલતદાર પાસે ન્યાયની માંગણી કરી હતી.

  • 04 Jan 2025 09:36 AM (IST)

    મહાનગર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપે આજથી શરુ કરી પ્રકિયા

    મહાનગર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપે આજથી  પ્રકિયા શરુ કરી છે. આજથી 2 દિવસ સુધી જિલ્લા-મહાનગરના ભાજપ કાર્યાલયો પર, નવા પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને જિલ્લાઓમાં હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. નિરીક્ષકો દ્વારા જિલ્લા કાર્યાલયો પર હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. પ્રમુખ માટે ભાજપના કોઈ પણ સક્રિય સભ્ય  દાવેદારી નોંધાવી શકશે. મહાનગર અને જિલ્લા પ્રમુખ માટે 7 જેટલા ધારાધોરણ નક્કી કરાયા છે. 10 જાન્યુઆરી સુધી મોટા ભાગના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવશે.

  • 04 Jan 2025 08:16 AM (IST)

    પંચમહાલના હાલોલમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

    સ્ટેટ મોનિટરિંગ સેલે, પંચમહાલના હાલોલમાં જુગારધામ પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારનો અડ્ડો ચલાવવા મકાન આપનાર મહિલા સહિત 14 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 04 Jan 2025 07:55 AM (IST)

    શામળાજી મહોત્સવ દરમિયાન ભિલોડાના ધારાસભ્યે કહ્યું- શામળાજી તાલુકો બનશે

    ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ, શામળાજી મહોત્સવમાં પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે, જેથી શામળાજીનો વિકાસ થઈ શકે છે. તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે એમ છે. સાથે જ મુખ્યમંત્રી ને ભિલોડાને નગરપાલિકાનો લાભ મળે એ માટે પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે.

  • 04 Jan 2025 07:44 AM (IST)

    રાજકોટ 150 ફૂટ રિંગરોડ પર બે કાર વચ્ચે અકસ્માત, એક કાર પાંચ ફૂટ ઊંચી રેલિગ તોડીને પલટી

    રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભારે ટક્કરને કારણે એક કાર પાંચ ફૂટ ઉંચી અને મજબૂત રેલિંગ તોડીને પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોને ઈજા પહોચી છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 04 Jan 2025 07:42 AM (IST)

    પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં એકાએક લાગી આગ

    પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર બસનું ટાયર ફાટ્યા બાદ અચાનક જ આગ પ્રસરી જવા પામી હતી. તમામ મુસાફરો સમયસર બસની બહાર નીકળી જતા સૌ કોઈએ રાહત  અનુભવી છે.

  • 04 Jan 2025 07:22 AM (IST)

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આજે ભાજપની મહત્વની બેઠક

    દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આજે બીજેપીની મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ, સચદેવા, તરુણ ચુગ સહિત દિલ્હી ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.

Published On - Jan 04,2025 7:22 AM

Follow Us:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">