AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 નવેમ્બરના મહત્વના સમાચાર : ભારત ઓસ્ટ્રેલિયા 2nd T20 મેચના એક દિવસ પહેલા તિરુવનંતપુરમમાં ખાબકયો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 12:00 AM
Share

25 નવેમ્બરના રોજ IND vs AUS 2nd ODIમાં T20 સિરીઝની બીજી મેચ રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. મેચના એક દિવસ પહેલા, શનિવારે બપોરે ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમે તેમની પ્રેક્ટિસ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. ત્યારે હવે બીજી T20 મેચમાં વરસાદ પડશે કે કેમ.

25 નવેમ્બરના મહત્વના સમાચાર : ભારત ઓસ્ટ્રેલિયા 2nd T20 મેચના એક દિવસ પહેલા તિરુવનંતપુરમમાં ખાબકયો વરસાદ
Gujarat latest live news and Breaking News today 08 February 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ત્રણ દિવસીય પ્રવાસ આજથી શરૂ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે કોલ્હાપુરમાં સવારે 11 વાગ્યે અને પટંચેરુમાં બપોરે 1 થી 2 વાગ્યા સુધી સર્વજન વિજય સંકલ્પ સભાને સંબોધિત કરશે. આ પછી સાંજે 4 વાગ્યે શાહ ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોમાં ભાગ લેશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેલંગાણાની મુલાકાત લેશે જ્યાં તેઓ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી રેલીઓને સંબોધિત કરશે.

પ્રિયંકા ગાંધીના તેલંગાણા પ્રવાસનો આજે બીજો દિવસ છે. સગીર યૌન ઉત્પીડન કેસમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ પોલીસના ક્લોઝર રિપોર્ટ પર નિર્ણય લેવામાં આવી શકે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાના 36 વર્ષ બાદ વિદેશી કંપનીના પ્રતિનિધિએ સુનાવણીમાં હાજરી આપી છે. આ મામલે આજે સુનાવણી થવાની છે. હમાસ તરફથી બંધકોની મુક્તિ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Nov 2023 11:58 PM (IST)

    IND vs AUS 2nd T20 મેચના એક દિવસ પહેલા તિરુવનંતપુરમમાં વરસાદ

    વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચમાં રનનો વરસાદ થયો હતો. ગુરુવારે 23 નવેમ્બરે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 209 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો રવિવારે 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં ટકરાશે.

  • 25 Nov 2023 10:50 PM (IST)

    અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માત

    • મણિનગર પાસે ઈશ્વરનગર બસ સ્ટેન્ડ બહાર રોડ પર સુતેલા ૩ લોકોને ઉડાડ્યા
    • બેફામ લોડીંગ ટેમ્પો ચાલકે અનેક લોકોને લીધા અડફેટે
    • લોકોને ટક્કર મારી ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ફરાર
    • લોકોએ ટેમ્પો ચાલકનો પીછો કરતા ગોવિંદવાડી પાસેથી પકડાયો ટેમ્પો ચાલક
    • ટેમ્પો ચાલકને પકડી લોકોએ ઇસનપુર પોલીસને સોંપ્યો
    • અકસ્માત બાદ ઘાયલ લોકોને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલ ખસેડાયા
    • ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પ્રત્યક્ષદર્શીની માનવું
  • 25 Nov 2023 09:14 PM (IST)

    કોચી યુનિવર્સિટીમાં નાસભાગ, ચાર વિદ્યાર્થીઓના મોત

    કેરળના કોચીમાં CUSAT યુનિવર્સિટીમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. સંકુલના ઓપન-એર ઓડિટોરિયમમાં આયોજિત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન આ અકસ્માત થયો હતો.

  • 25 Nov 2023 08:50 PM (IST)

    ભાવનગરની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે

    • જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે
    • દર્દીને ચડાવવામાં આવેલ બટલો દર્દીના સગાને પકડી ઉભું રહેવું છે
    • એક કલાકથી દર્દીના પરિવાર દ્વારા બોટલ પકડીને ઉભા હોવાનો કિસ્સો
    • વીડિયોમાં હોસ્પિટલમાં પૂરતી સુવિધા નહીં હોવાનું સાબિત થાઈ છે
    • અગાઉ પણ સ્ટ્રેચર,વ્હીલ ચેર સહિતની અનેક બેદરકારી આવી છે સામે
    • ત્યારે વધુ એક બેદરકારીનો વીડિયો આવ્યો સામે
  • 25 Nov 2023 07:28 PM (IST)

    કેશોદમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટનાર બે લૂંટારું ઝડપાયા

    • ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
    • 20 દિવસ પહેલા આંગડિયા પેઢીના માલિકને નિશાન બનાવ્યો હતો
    • મોજશોખ માટે કરી હતી રૂ.12.51 લાખની લૂંટ
    • પોલીસે બંને આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી
    • 7.45 લાખ રોકડ મળી કુલ 8 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે
    • ગણતરીના દિવસોમાં લૂંટારુઓને ઝડપી લેનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને અપાયું પુરસ્કાર
    • જિલ્લા પોલીસ વડાએ 10 હજારનું આપ્યું પુરસ્કાર
  • 25 Nov 2023 06:38 PM (IST)

    રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે – અશોક ગેહલોત

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે અમને લોકોના આશીર્વાદ મળ્યા છે, ફરીથી કોંગ્રેસની સરકાર બનશે. કોણ શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી, હું મારા વિશે વાત કરું છું.

  • 25 Nov 2023 06:01 PM (IST)

    ખેડાના માતરના સંધાણા ગામ પાસે સર્જાઇ દુર્ઘટના

    • બાઇક સવારના ગળામાં ચાઇનીઝ દોરી ફસાતા મોત
    • પતિ-પત્ની અને બાળકી બાઇક પર જતા હતા
    • બાઇક સવાર સાગર રાવલનું ઘટનાસ્થળ પર મોત
    • પત્ની અને બાળકીને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા
    • દંપતી નડિયાદ પાસેના ડભાણ ગામના રહેવાસી
  • 25 Nov 2023 04:44 PM (IST)

    તાપીના વ્યારાના યુવતીના વાળ કાપી નિર્વસ્ત્ર ફેરવવાનો મામલો

    • યુવતીની ફરિયાદ બાદ પોલીસે ચાર લોકોની કરી અટકાયત
    • મુખ્ય આરોપી અને અન્ય ત્રણ લોકોની પોલીસે કરી અટકાયત
    • યુવતીના પ્રેમીની માતા અને અન્ય ત્રણ લોકોએ યુવતીના વાળ કાપ્યા હોવાની હતી ફરિયાદ
    • લિવ ઈનમાં પ્રેમી સાથે રહેતી યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પણ છે આરોપ
  • 25 Nov 2023 01:52 PM (IST)

    રાજસ્થાનમાં બપોરે 1 વાગ્યા સુધી 40.27 ટકા મતદાન

    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યમાં 40.27 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

  • 25 Nov 2023 12:39 PM (IST)

    પીએમ મોદીએ બેંગલુરુમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી

    પીએમ નરેન્દ્ર મોદી તેજસ વિમાનમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુ ગયા છે. વડાપ્રધાન મોદીનો ભાર ‘મેક ઇન ઇન્ડિયા’ પર રહ્યો છે. આજે પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઇન ઇન્ડિયા’ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટને પણ મંજૂરી આપી છે.

  • 25 Nov 2023 12:37 PM (IST)

    સરપંચ સાથે મારામારીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

    • પંચમહાલ શહેરાના નવા વલ્લભપુરના સરપંચ સાથે મારામારીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
    • ગામના જ એક યુવાને સરપંચના ઘરે જઈ શાબ્દિક બોલાચાલી બાદ કરી મારામારી
    • ગામમાં રસ્તો સાંકડો બનતો હોવા બાબતની રજુઆત લઈ આવેલા યુવકે સરપંચને લાફા ઝીંકી ગળું દબાવી દીધું
    • સરપંચના પત્ની સહિત ફળિયાના લોકોએ વચ્ચે પડી સરપંચને છોડાવ્યા
    • સમગ્ર મામલે સરપંચ ગણપતભાઈ માછીએ શહેરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
  • 25 Nov 2023 12:28 PM (IST)

    મોરબી પગાર મામલે દલિત યુવકને માર મારવાનો મામલો

    • પાંચ આરોપીઓના આગોતરા જામીન અરજી રદ
    • સ્પેશિયલ એસ્ટ્રોસિટી કોર્ટએ આગોતરા જામીન અરજી કરી રદ
    • વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી. રબારીની આગોતરા જામીન અરજી કરી રદ
  • 25 Nov 2023 12:09 PM (IST)

    મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 5 સગીર ફરાર

    • કાયદાના સંઘર્ષમાં રહેલ 5 સગીરો ફરાર
    • ઓબ્ઝર્વેશન હોમની બારીની ગ્રીલ તોડી થયા ફરાર
    • મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  • 25 Nov 2023 11:41 AM (IST)

    સવારે 11 વાગ્યા સુધી 24.74 ટકા મતદાન

    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે સવારે 11 વાગ્યા સુધી રાજ્યમાં 24.74 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

  • 25 Nov 2023 11:40 AM (IST)

    ચુરુમાં પોલિંગ એજન્ટ પર હુમલો, 11 વાગ્યા સુધી 24.74 ટકા મતદાન

    ચુરુમાં આજે મતદાન શરૂ થયા બાદ એક મતદાન મથક પર અથડામણ થઈ હતી. પોલિંગ એજન્ટનો આરોપ છે કે ત્યાં 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેને સામાન્ય ઈજા થઈ.

  • 25 Nov 2023 11:13 AM (IST)

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યુ મતદાન

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરદારપુરા વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું.

  • 25 Nov 2023 10:28 AM (IST)

    રાજકોટમાં ખેતરમાં ખેડૂતને ગાંજાનું વાવેતર કરવું પડ્યું ભારે

    • કોર્ટે ખેડૂતને 20 વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો
    • રાજકોટ રૂરલ SOGએ ઝડપ્યુ હતુ ડિસેમ્બર 2016માં કોટડા સાંગાણીના સતાપર ગામે ગાંજાનું વાવેતર
    • શાકભાજીના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું
    • 33 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો
  • 25 Nov 2023 09:54 AM (IST)

    સવારે 9 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન

    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું કે સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં 9.77 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

  • 25 Nov 2023 09:07 AM (IST)

    એક વ્યક્તિ ચૂંટણી જીતાડી શકે નહીં – પાયલટ

    કોંગ્રેસ નેતા સચિન પાયલટે વોટ આપ્યા બાદ કહ્યું કે અમે કામ કર્યું છે, જનતા અમને પસંદ કરશે. ભાજપે જણાવવું જોઈએ કે શું કામ થયું છે? મોંઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ છે અને જનતા તેનું મૂલ્યાંકન કરી રહી છે. અમે બહુમતી સાથે સરકાર બનાવીશું. સાથે જ તેમણે કહ્યું કે એક વ્યક્તિ ચૂંટણી જીતાડી શકે નહીં.

  • 25 Nov 2023 08:53 AM (IST)

    જૂનાગઢમાં 5 વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલો

    • દીપડાના હુમલાથી બાળકીનું મોત
    • ભેસાણના ખાખરા હડમતીયા ગામનો બનાવ
    • વાડી વિસ્તારમાંથી માતા-પિતા સાથે પરત ફરતી વખતે બની ઘટના
    • મધ્યપ્રદેશના પરિવાર સાથે બની ઘટના
    • વન વિભાગને કરાઈ જાણ
  • 25 Nov 2023 08:48 AM (IST)

    હવે કોંગ્રેસ ક્યારેય પરત નહીં ફરે – કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી

    બાડમેરમાં કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, “રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવવા, વધતા ગુનાઓથી છુટકારો મેળવવા અને તુષ્ટિકરણથી છુટકારો મેળવવા માટે, અમે ભાજપની તરફેણમાં એવી રીતે મતદાન કર્યું છે કે ભવિષ્યમાં ક્યારેય અહીં કોંગ્રેસની સરકાર આવશે નહીં.

  • 25 Nov 2023 08:24 AM (IST)

    IMD એ તમિલનાડુ અને પુડુચેરી માટે તોફાનની ચેતવણી આપી

    ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે તમિલનાડુ અને પુડુચેરી માટે તોફાનની ચેતવણી જાહેર કરી છે.

  • 25 Nov 2023 08:00 AM (IST)

    કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ મતદાન કર્યું

    કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ બાડમેરના બાયતુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

  • 25 Nov 2023 07:48 AM (IST)

    વધુમાં વધુ સંખ્યામાં કરો તમારા મતાધિકારનો ઉપયોગ – પીએમ મોદી

    રાજસ્થાનમાં મતદાન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું છે કે, “રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

  • 25 Nov 2023 07:05 AM (IST)

    રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન શરૂ

    રાજસ્થાનમાં મતદાન શરૂ થઈ ગયું છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાત વાગ્યે મતદાન શરૂ થયું છે. આજે 1862 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં ​​કેદ થશે.

  • 25 Nov 2023 06:50 AM (IST)

    રાજસ્થાનમાં સવારે 7 વાગ્યાથી મતદાન થશે

    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે આજે રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.

  • 25 Nov 2023 06:28 AM (IST)

    પીએમ મોદી આજથી કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે જશે. પીએમ મોદી તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરની મુલાકાત લેશે. આ સિવાય તે તેલંગાણામાં પ્રચાર કરશે.

Published On - Nov 25,2023 6:26 AM

g clip-path="url(#clip0_868_265)">