24 નવેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના મુન્દ્રા બંદરેથી 16 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ
આજે 24 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

મહારાષ્ટ્રના ટર્મિનલ-2 ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળ્યો હતો. મેઈલ મોકલનારે વિસ્ફોટને રોકવા માટે 48 કલાકની અંદર બિટકોઈનમાં $1 મિલિયનની માંગણી કરી. મુંબઈની સહાર પોલીસે આઈપીસીની કલમ 385 અને 505 (1) (બી) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે આઈપી એડ્રેસ ટ્રેસ કરી લેવામાં આવ્યું છે અને આરોપીને ઓળખવાના પ્રયાસો ચાલુ છે.
LIVE NEWS & UPDATES
-
પાકિસ્તાની ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત
જ્યારે બાબર આઝમને તમામ ફોર્મેટમાં પાકિસ્તાનનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી કરાચી કિંગ્સે પણ આ જ પગલું ભર્યું અને ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઇમાદ વસીમને હટાવીને બાબરને કમાન સોંપી. અહીંથી બાબર અને ઇમાદ વચ્ચે વિવાદ શરૂ થયો.

-
યુપીમાં 25 નવેમ્બરે માંસ મુક્ત દિવસ જાહેર કરવામાં આવ્યો
યુપીની યોગી સરકારે શનિવાર, 25 નવેમ્બરને માંસ મુક્ત દિવસ તરીકે જાહેર કર્યો છે. સરકારી આદેશ અનુસાર, સાધુ તાલ વાસવાણીની જન્મજયંતિ પર કતલખાના અને માંસની દુકાનો બંધ રહેશે.
-
-
દિલ્હીમાં દુઃખદ અકસ્માત, બે બાળકોના મોત
દિલ્હીના જેતપુર વિસ્તારમાં એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં મકાન નિર્માણ કાર્ય પર પ્રતિબંધ હોવા છતાં મકાનો બનાવવામાં આવી રહ્યા હતા.
-
જામનગરમાં પૂર્વ કોર્પોરેટરે વેપારીને પતાવી દેવાની આપી ધમકી
- વેપારી, તેના ભાઈ અને બનેવીને છરીની અણીએ પતાવી દેવાની આપી ધમકી
- વેપારી વિમલ કનખરાએ નોંધાવી પોલીસ ફરિયાદ
- પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરા એ દવાખાના કામ માટે વેપારી પાસે માગ્યા 1લાખ રુ
- વેપારીએ રુપિયા ન આપતા છરી બતાવીને આપી ધમકી
- પોલીસે પૂર્વ કોર્પોરેટર અને તેના સાગરીત વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
-
બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
- જુનાગઢમાં પરિક્રમામાં બાળકી પર કર્યો હતો દીપડાએ હુમલો
- બાળકીને ફાડી ખાધા થયું મોત
- પરિક્રમા રૂટના બાવળકાંટ વિસ્તારમાં બની હતી વહેલી સવારે ઘટના
- દીપડાને પકડવા વન વિભાગએ મૂક્યા હતા પાંજરા
- 10 કલાકની જેહમત બાદ દિપડો પાંજરે પુરાયો
- દીપડાને પકડી સકકરબાગ ઝૂ ખસેડાયો
-
-
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી માવઠાની શક્યતાઓ તેજ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી માવઠાની શક્યતાઓ તેજ છે ત્યારે તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને સૂચના આપી છે સાથે તૈયારીઓ પણ કરી છે જેથી કરીને ઓછુ નુકસાન થાય. બીજી તરફ સરકાર ખેડૂતોને ચિંતા ના કરવાનું કહી રહી છે. આગામી 3 દિવસ માવઠાનો માર જોવા મળી શકે છે ત્યારે આપને બતાવીએ કે આ માર સામે તંત્ર કેટલું છે તૈયાર ?
-
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે બંધકોની મુક્તિ શરૂ થાય છે
ઈઝરાયેલ સામે યુદ્ધ ચલાવી રહેલા હમાસ તરફથી બંધકોને છોડાવવાની શરૂઆત થઈ ગઈ છે. કતારની મધ્યસ્થી બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયો છે. યુદ્ધવિરામ અનુસાર, હમસા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં બંધકોને મુક્ત કરશે. બંધકોની મુક્તિ એક જ સમયે નહીં પરંતુ ધીમે ધીમે થશે.
-
ગોંડલ આશાપુરા ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
- રાજકોટ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો મૃતક યુવક
- 32 વર્ષીય મૃતક કાર્તિક વાઘેલા ગોંડલનો રહેવાસી
- ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો
- ગોંડલ B ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
-
હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 28 સપ્તાહના ભ્રૃણના ગર્ભપાતની આપી મંજૂરી
ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં ગર્ભપાતના મુદ્દે સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે 28 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. 16 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાએ ગર્ભપાત માટે હાઈકોર્ટોમાં અરજી કરી હતી. કોટે ગર્ભપાતની મંજૂરી આપતા મહત્વના અવલોકન કર્યાં હતા. પીડિતાએ ઓપરેશન માટેની હોસ્પિટલમાં જરૂરી બાંહેધરી આપવી પડશે. ગર્ભપાતના સમયે જો બાળક જીવિત નીકળે તો તેની આગળની તમામ જવાબદારી હોસ્પિટલ અને સરકાર ઉઠાવશે. જો બાળક જીવિત નીકળે તો તેના આગળના ભરણ પોષણની તમામ જવાબદારીઓ સરકારી એજન્સીઓની રહેશે.
-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ FIR દાખલ કરવામાં નાગરિકોને મદદ કરશે સરકાર
સરકાર હવે નાગરિકોને સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ FIR દાખલ કરવા સક્ષમ બનાવશે. સરકાર નાગરિકોને IT નિયમોના ઉલ્લંઘન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે FIR દાખલ કરવામાં પણ મદદ કરશે. જો કોઈ નાગરિક ડીપ ફેક જેવી વાંધાજનક સામગ્રીનો ભોગ બને છે તો સરકાર આવા પિડીત વ્યક્તિઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે FIR દાખલ કરવામાં સરકાર મદદ કરશે.
-
સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે અયોધ્યા જઈને રામલલ્લાની કરશે પૂજા
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દર પટેલ, આવતીકાલ શનિવારે અયોધ્યા જશે. ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉદ્યોગકારોને આકર્ષવા માટે જાપાન જવાના છે. એ પૂર્વે ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા જઈને રામલલ્લાની પૂજા કરશે. ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા મુલાકાત દરમિયાન રામ મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરશે. ઉતર પ્રદેશ સરકારે શાહનવાજપુરમાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. સીએમ પટેલ, શાહજવાનપુર જઈને જમીનનુ નિરીક્ષણ કરશે.
-
મુંબઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપનારને મુંબઈ ATSએ ઝડપી પાડ્યો
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ કરનારાને મુંબઈ ATSએ ત્રિવેન્દ્રમથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીને મેઈલ કરીને 10 લાખ ડોલરની માંગણી કરી હતી. આરોપીએ ધમકી ઉચ્ચારી હતી કે તેની માંગ પૂરી કરવામાં નહી આવે તો મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
-
પગાર માંગનાર યુવાનને મોઢામાં પગરખુ લેવડાવનાર મહિલા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
પગાર લેવા ગયેલ યુવાનને મોઢાંમાં પગરખુ લેવડાવનાર મહિલા સામે મોરબીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મહિલા આરોપીને ભાજપના આગેવાનો સાથે સારો પરીચય હોવાનું સામે આવ્યું છે. યુવાનને મોઢામાં પગરખુ લેવડાવનાર મહિલા વિભૂતિ પટેલને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા વ્યક્તિગત સંબંધ હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપના અનેક કાર્યક્રમોમાં આરોપી મહિલા વિભૂતિ પટેલ અને મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા એક મંચ પર જોવા મળ્યાં છે.
-
શિવરાજપુર બીચનો વીડિયો વાયરલ, પેરાશૂટમાંથી યુવાન નીચે પટકાયો
દ્વારકાના શિવરાજપુર બીચનો એક વીડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બીચ રાઈડની મજા મણનાર વ્યક્તિ સાથે અકસ્માત સર્જાયો છે. પેરાશૂટ ઉડાડતા સમયે પેરાશૂટનું દોરડૂ તુટી જતા યુવાન જમીન પર પટકાતો વીડિયોમાં જોઈ શકાય છે. પેરાશૂટ સાથે આકાશમાંથી નીચે પટકાયેલા યુવાનને ગંભીર ઈજા પહોચતા સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
-
NDRFએ કર્યો અભ્યાસ, કામદારો આવી રીતે બહાર આવશે
NDRF એ ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે તૈયાર કરવામાં આવી રહેલા રૂટ પર તેના વ્હીલવાળા સ્ટ્રેચરને કેવી રીતે ખસેડશે તે જોવા માટે આજે રિહર્સલ કર્યું હતું.
उत्तरकाशी (उत्तराखंड): एनडीआरएफ ने फंसे हुए श्रमिकों को बचाने के लिए पाइपलाइनों के माध्यम से व्हीलड स्ट्रेचर ले जाने का डेमो दिखाया। pic.twitter.com/DH6uiJgYS0
— ANI_HindiNews (@AHindinews) November 24, 2023
-
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન ફરી શરૂ
ઉત્તરકાશીમાં સુરંગમાં ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાસ્કર ખુલબેએ કહ્યું છે કે હજુ 12 કલાક લાગી શકે છે. પ્લેટફોર્મ ઠીક છે, ઓગર મશીન સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. હવે ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે આપણે ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત કરીશું.
-
જૂનાગઢ લીલી પરિક્રમા, બે દિવસમાં 8 લાખ ભાવિકો આવ્યા
- જૂનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થયો
- બે દિવસમાં 8 લાખ ભાવિકો આવ્યા પરીક્રમામાં
- 3.85 લાખ ભાવિકોએ પરિક્રમા કરી પૂર્ણ
- ભવનાથ વિસ્તારનો અદભુત નજારો આવ્યો સામે
- પોલીસ દ્વારા ડ્રોન સરવેલન્સ દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો
- કુદરતી સૌંદર્યનો નજારો ડ્રોન વીડિયો દેખાયો
- હજુ પણ ભાવિકોની સંખ્યા વધી શકે તેવી શક્યતા
-
જૂનાગઢ પરિક્રમામાં બાળકી પર દીપડાનો હુમલો
- પરિક્રમા રૂટ પરના બાવર કાટ વિસ્તારની ઘટના
- 11 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધી
- રાજુલાથી પરિવાર સાથે બાળકી પરિક્રમા કરવા આવી હતી
- દીપડાએ બાળકીને ઉઠાવી 50 મીટર જંગલમાં ઢસેડી
- વન વિભાગનો સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે
- બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
- ઘટનાના પગલે CCF સહિતનો સ્ટાફ પહોચ્યો હોસ્પિટલ
- દીપડાને પકડવા પરિક્રમા રૂટ પર વન વિભાગે મુકયા પાંજરા
-
તાલાલાના આંબલાશ ગામે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ કર્યો આપઘાત
- પોતાની લાયસન્સ વાળી બંદૂક છાતીના ભાગે ગોળી મારીને કર્યો આપઘાત
- નિવૃત અધિકારી અબ્દુલ બલોચએ આપઘાત પહેલા લખી સુસાઇડ નોટ
- સુસાઇડ નોટમાં 6 વ્યક્તિઓના નામ, પોલીસે આપઘાત પાછળના કારણની તપાસ હાથ ધરી
- નિવૃત અધિકારી અબ્દુલભાઈ બલૉચ ઉંમર વર્ષ 68 વન વિભાગમાં ફરજ બજાવતા હતા અને વર્ષ 2011 માં નિવૃત્ત થયા હતા
-
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુઃ સાંજ સુધીમાં કામદારો આવી શકે છે બહાર
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ પર PMOના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ કહ્યું છે કે સાંજ સુધીનો સમય લાગી શકે છે. 14 મીટર ડ્રિલ કરવાનું બાકી છે. ગઈકાલ સુધી 48 મીટર ડ્રિલિંગનું કામ થયું હતું. 2 મીટર પાઇપ કાપવામાં આવી હતી. 57 થી 60 મીટર સુધી ડ્રિલ કરવું પડશે. જો કોઈ અવરોધો ન હોય તો, સુરંગમાં ફસાયેલા કામદારોને સાંજ સુધીમાં બચાવી શકાય છે.
-
બસ થોડા જ કલાકો… ઠીક થઈ ગઈ ડ્રિલિંગ મશીન
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો 12 દિવસથી ફસાયેલા છે. ભૂસ્ખલન બાદ પડેલા કાટમાળને કારણે ટનલનો પ્રવેશદ્વાર હજુ પણ બંધ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું, જોકે શુક્રવારે સવારે મશીન રિપેર કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં ફરીથી ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં સુરંગમાં 48 મીટર સુધી ડ્રિલિંગનું કામ કરવામાં આવ્યું છે.
-
રાજકોટ સાંઢિયા પુલ નજીક કારચાલકે સર્જયો અકસ્માત
- કારચાલકે મોપેડ પાર્ક કરીને બેઠેલી યુવતીને લીધી અડફેટે
- કારમાં દારૂની બોટલ પણ મળી
- સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
-
તેલંગાણામાં આજથી ચૂંટણી પ્રચાર તેજ થયો, શાહ-પ્રિયંકાએ પણ જનસભાઓ કરી
તેલંગાણામાં આજથી ચૂંટણી પ્રચારમાં વધારો થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની 4 અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની 3 ચૂંટણી બેઠકો થશે. પ્રિયંકા ગાંધી 3 જાહેરસભાઓ પણ કરશે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે.
-
1 બંધકના બદલામાં 3 કેદી, આજથી ઇઝરાયેલ-હમાસ ડીલ લાગુ, યુદ્ધ અટકશે
આજે સમગ્ર વિશ્વની નજર ઈઝરાયેલ અને ગાઝા પર ટકેલી છે. હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજાના બંધકોને મુક્ત કરશે. બે અલગ-અલગ ડીલમાં બંધકોને મુક્ત કરવા પર સમજૂતી થઈ છે. તેમાંથી 13 મહિલાઓ અને બાળકો ઇઝરાયલી-વિદેશી નાગરિકો છે જેમને આજે મુક્ત કરવામાં આવનાર છે. ઇઝરાયેલના બંધકોની સાથે થાઇલેન્ડના 23 નાગરિકોને પણ છોડવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. કતાર અને ઈરાનની મધ્યસ્થી દ્વારા બંધકોની સંભવિત મુક્તિ અને યુદ્ધવિરામ થઈ રહ્યો છે. સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યાથી આ અમલમાં આવશે અને ત્યારબાદ બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થશે.
-
અમદાવાદ અંજલી ચાર રસ્તા પાસે આવેલ થાંભલો ધરાશાયી
દિશા સુચક બોર્ડનો થાંભલો અચાનક ઢળી પડતા રિક્ષાને નુકસાન. સદનસીબે રીક્ષા ચાલક ચા પીવા માટે કીટલી પર ગયા હતા. નસીબ જોગે કોઈને જાનહાની થઈ નથી.
-
ઓગર મશીનમાં ટેકનિકલ ખામી, ડ્રિલિંગનું કામ બંધ
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે, સ્ક્વોડ્રન ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઇઓ સિરિયાક જોસેફે કહ્યું કે આ (ડ્રોન) નવીનતમ તકનીકોમાંથી એક છે જે ટનલની અંદર જઈ શકે છે. તો બીજી તરફ ઓગર મશીનમાં ટેકનિકલ ખામી આવવાથી ડ્રિલિંગનું કામ બંધ કરવામાં આવ્યું છે.
#WATCH | Uttarkashi(Uttarakhand) Tunnel rescue | On the drone technology that is being used in the rescue operation, Cyriac Joseph, MD & CEO, Squadrone Infra Mining Pvt Ltd says, “This (drone) is one of the latest technologies which can go inside the tunnel, it goes into GPS… pic.twitter.com/XGve8bkShU
— ANI (@ANI) November 24, 2023
-
ઈરાક-સીરિયામાં અમેરિકી સેના પર રોકેટ અને ડ્રોન હુમલો
રોયટર્સે અમેરિકી સૈન્ય અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇરાક અને સીરિયામાં અમેરિકી સેના પર ગુરુવારે રોકેટ અને સશસ્ત્ર ડ્રોનથી ચાર વખત હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ કોઈ નુકસાન થયું નથી.
US forces were attacked four times in Iraq and Syria on Thursday with rockets and armed drones, but there were no casualties or damage to infrastructure, reports Reuters quoting US Military official
— ANI (@ANI) November 23, 2023
-
મહારાષ્ટ્રના ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે.
Maharashtra | A threat mail to blow up Terminal 2 International Airport was received. The sender demanded $1 million in Bitcoin within 48 hours to avert the blast. Mumbai’s Sahar Police registered a case against an unknown person under sections 385 and 505 (1) (b) of the IPC and…
— ANI (@ANI) November 23, 2023
Published On - Nov 24,2023 6:23 AM