18 નવેમ્બરના મહત્વના સમાચાર : ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 12:02 AM

આજે 18 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 નવેમ્બરના મહત્વના સમાચાર : ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાયું
Gujarat latest live news and Breaking News today 25 November 2023 politics weather updates daily breaking news top headlines in gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભરતપુર અને નાગૌરમાં વિજય સંકલ્પ જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી સવારે 11.45 વાગ્યે ભરતપુરમાં તેમની પ્રથમ જાહેરસભાને સંબોધિત કરશે જ્યારે તેમની બીજી રેલી સાંજે 4.15 વાગ્યે છે. આ સાથે જ બપોરે 3.15 કલાકે વડાપ્રધાન વીર તેજાજી માનરીના દર્શન અને પૂજા કરશે. આજે 18 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 18 Nov 2023 11:10 PM (IST)

  ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાયું

  • ટંકારીયા ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાયું
  • 200 કિલો માંસ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરાઈ
  • પાલેજ પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી
  • ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરાઇ
 • 18 Nov 2023 10:08 PM (IST)

  દ્વારકા જગત મંદિર પર સંધ્યા બાદ પણ ધજાજી ચઢાવાઈ

  • થોડા દિવસ અગાઉ અંધારામાં ધજા ચઢાવવા અબોટી પટકાયો હતો નીચે
  • સલામતીની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી સંધ્યા સમય બાદ ધજા ચઢાવતા થાય છે મુશ્કેલી
  • મોટા ભાગે સંધ્યા સમય બાદ ધ્વજા આરોહણ કરાતુ નથી
  • અબોટી જ્ઞાતિનાં યુવાનો પાસે છે માત્ર ધ્વજા ચઢાવવા નો અધિકાર
 • 18 Nov 2023 09:12 PM (IST)

  વાપીના વારોના ખાડી નજીક મશીન પાણીમાં ખાબક્યુ

  • અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન બની ઘટના
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લરો ખોદવામાં કાર્યરત મશીન પડ્યું પાણીમાં
  • ઘટનાનો વીડિયો થયો વાયરલ
 • 18 Nov 2023 08:29 PM (IST)

  વિશ્વ કપ ક્રિકેટ મેચની ફાઈનલમાં ભવ્ય વિજય મેળવે તે માટે વિદ્વાન ભુદેવો દ્વારા યજ્ઞમાં વિશેષ આહુતિ અર્પણ કરાઈ

  • તિરંગાઓ તેમજ ક્રિકેટરોના પોસ્ટરો સાથે સુચક બેનરો યજ્ઞમાં રાખીને યજ્ઞમાં મહંત મગનગીરી બાપુ અને પુષ્પક સીટીના રહીશો દ્વારા આપી આહુતિ
  • 18 મી નવેમ્બરને શનિવારે ૧૨-૩૯ના વિજય મુહરતમાં શાસ્ત્રી યોગેશ શુકલ અને ભુદેવો તેમજ ક્રિકેટ રસિકો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં અર્પણ કરાઈ આહુતિ
  • સોમેશ્વર મહાદેવ મંદિર સંકુલનું પાંગણ, પુષ્પક સીટી, હાથીજણ સર્કલ પાસે, અમદાવાદ સરદાર પટેલ રિંગરોડ પર ભુદેવોઓએ ભારતના વિજયની કામનાઓ કરી
 • 18 Nov 2023 08:11 PM (IST)

  કોબ્રા સાપ કરડવાથી બાળકીનુ મોત

  અમદાવાદ એંદલા ગામે કિંગ કોબ્રા સાપ કરડવાથી બાળકીનુ મોત થયું છે. ઘરમાં સૂતી 7 વર્ષિય ધરતી ઠાકોરનુ મોત થયું છે.

 • 18 Nov 2023 07:15 PM (IST)

  વર્લ્ડ કપ મેચને લઈને પશ્ચિમ રેલવે મુંબઈ અને અમદાવાદ વચ્ચે વધારાની સુપરફાસ્ટ વિશેષ ટ્રેનો ચલાવશે

  પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા રવિવાર 19 નવેમ્બર ના રોજ અમદાવાદમાં ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી પુરૂષ ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકોની વધારાની ભીડ ઓછી કરવાના ઉદ્દેશથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે 5 વધારાની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. અત્યાર સુધી, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા આ ભવ્ય અવસર માટે 11 ટ્રેનોને અધિસૂચિત કરવામાં આવી છે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ચાલશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, આ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છેઃ

  1. ટ્રેન નંબર 09035/09036 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ફેરા)

  ટ્રેન નંબર 09035 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 05.15 કલાકે ઉપડશે અને એ જ દિવસે 10.40 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09036 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર, 2023 ના રોજ 02.00 કલાકે અમદાવાદથી ઉપડશે અને એ જ દિવસે 07.25 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સૂરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

  2. ટ્રેન નંબર 09099 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (એકતરફી)

  ટ્રેન નંબર 09099 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ 05.00 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને એ જ દિવસે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, અને સૂરત સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર શ્રેણી અને જનરલ સેકન્ડ શ્રેણી કોચ હશે.

  3. ટ્રેન નંબર 01155/01156 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ફેરા)

  ટ્રેન નંબર 01155 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 19 નવેમ્બર, 2023 ના રોજ 00.20 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સેન્ટ્રલથી ઉપડશે અને એ જ દિવસે 09.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 01156 અમદાવાદ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર, 2023 ના રોજ સવારે 05.00 કલાકે અમદાવાદથી ઉપડશે અને એ જ દિવસે 14.30 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

  આ ટ્રેન બંને દિશાઓમાં દાદર, થાણે, વસઈ રોડ, સૂરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર શ્રેણી અને જનરલ સેકન્ડ શ્રેણી કોચ હશે.

  ટ્રેન નંબર 09035, 09036, 09099 અને 01156 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો તરીકે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.Indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 • 18 Nov 2023 05:24 PM (IST)

  કપડવંજ તાલુકાના વડોલ ગામમાં હડકાયા શ્વાનનો આતંક

  • ખેડામાં હડકાયા શ્વાને 40 થી વધારે લોકોને બચકાં ભર્યાં
  • ગામના બીજા શ્વાન સહીત મૂંગા પશુઓને પણ ભર્યા બચકા
  • બીજા શ્વાનને બચકા ભરતા બીજા શ્વાનને પણ ઉપડી શકે છે હડકવા
  • નજીકના આરોગ્ય ખાતામાં રસી ન હોવા ના કારણે ઈજાગ્રસ્તોને પડી હાલાકી
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંજ તેમજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
  • ગામના રહીશો ભર ઊંઘમાં હતા ત્યારે શ્વાને મચાવ્યો આતંક
  • હિંસક બનેલા કૂતરાને ગ્રામજનોએ મોતને ઘાટ ઉતાર્યું
 • 18 Nov 2023 05:24 PM (IST)

  વડોદરામાં ક્રિકેટ ફીવર, ભારત વિશ્વ કપ જીતે તે માટે હવનનું આયોજન

  • વડોદરાના સમાં વિસ્તરમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા યોજાયો હવન
  • અંબા માતા મંદિર માં ગાયત્રી હવનનું આયોજન
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વિશ્વ કપની ફાઇનલ મેચ ભારત જીતે તે માટે કરવામાં આવી પ્રાર્થના
 • 18 Nov 2023 04:24 PM (IST)

  કેન્દ્રિય રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોષે ફાઈનલ મેચ માટે વિશેષ ટ્રેન અંગે કર્યુ ટ્વીટ

 • 18 Nov 2023 03:49 PM (IST)

  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા

  • આવતીકાલની ફાઇનલ મેચની સુરક્ષાને લઇ સમીક્ષા
  • ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રહેવાના છે હાજર
  • દેશના આઠ રાજ્યના મુખ્યમંત્રી રહેવાના છે હાજર
  • વીવીઆઈપી મહાનુભાવોની સુરક્ષા અંગે અધિકારીઓ સાથે ચર્ચા
  • રાજ્યના પોલિસ વડા, શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર
  • 4 DIG રેંકના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે
  • DCP 23, ACP ૪૧ PI ૧૧૨ અને PSI ૩૧૮ ખડેપગે
  • કુલ ૬ હજાર પોલીસ કર્મીઓનો લોખંડી બંદોબસ્ત
  • આરએએફ , એનએસજી , સીઆરપીએફ, ક્યું આર ટીમ, ચેતક કમાન્ડો સહિતની ટીમ ખડેપગે
 • 18 Nov 2023 03:48 PM (IST)

  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મીની હોસ્પિટલ તૈયાર કરાઈ

  • મેડિસિન સર્જરી એનેસ્થેશિયા ઓર્થોપેડિક સહિતના તમામ એક્સપર્ટ તબીબો હાજર રખાશે
  • ઓક્સિજન, વેન્ટિલેટર, જરૂરી તમામ દવાઓ સહિતના તમામ સાધનોથી સુસજ્જ મીની હોસ્પિટલ
  • 16 એમ્બ્યુલન્સ અને 100 થી વધુ મેડિકલ સ્ટાફ ખડે પગે રહેશે
  • સ્ટેડિયમની બહાર તેમજ સ્ટેડિયમ ની અંદર તમામ પ્રકારની મેડિકલ વ્યવસ્થા
 • 18 Nov 2023 01:54 PM (IST)

  મહેસાણા: ફટાકડાથી ગેસ વાળા ફુગ્ગા ફાટતાં બાળકો દાઝ્યા

  • બ્રાહ્મણવાડા ગામે 30 જેટલા બાળકો દાઝયા
  • ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે
  • મહોત્સવ દરમિયાન ફટાકડા ફૂટવા અને ગેસના ફુગ્ગા ફૂટવાને કારણે દાજવાની ઘટના બની જેમાં અંદાજિત 30 જેટલા લોકો દાજ્યા
  • તમામ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર ,સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કરાયા
  • જ્યાં વધુ સારવાર આપી 25 જેટલા દર્દીઓને મહેસાણાની જુદી જુદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા
 • 18 Nov 2023 01:39 PM (IST)

  કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, રાજસ્થાનમાં ભાજપ આવશે- આસામ સીએમ

  જયપુરમાં આસામના સીએમ અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તેમાં કોઈ શંકા નથી. લોકોને એવી સરકાર નથી જોઈતી જે માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરે.

 • 18 Nov 2023 12:49 PM (IST)

  અમદાવાદ ICC વર્લ્ડ કપનાં ફાઇનલ પેહલા મોટા સમાચાર

  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે ફાઇનલ પ્રેઝન્ટેશન
  • મેચ બાદ બંને ટીમને રૂબરૂ મળી આપશે શુભકામનાઓ
 • 18 Nov 2023 10:30 AM (IST)

  ટનલની અંદર 7 દિવસથી ફસાયેલા છે 40 કામદારો, બચાવ કાર્ય ચાલુ

  ઉત્તરકાશી સિલ્કીરા ટનલ દુર્ઘટનાને છ દિવસ વીતી ગયા છે. 40 લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. અમેરિકન ટેક્નોલોજીના ઓગર 2 મશીનથી ડ્રિલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા શુક્રવાર સુધીમાં ભૂસ્ખલન વિસ્તારમાં 24 મીટરની પાઈપ નાંખી શકાશે. જે બાદ Auger 2 મશીનમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે કામ આગળ વધી શક્યું ન હતું.

 • 18 Nov 2023 10:28 AM (IST)

  દિલ્હી-એનસીઆરનું વાતાવરણ હજુ પણ 'ગંભીર' શ્રેણીમાં

  દિલ્હી-એનસીઆરમાં ઠંડીએ દસ્તક આપી છે. ધુમ્મસ અને પ્રદુષણના બેવડા ફટકાથી દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી છે. દિલ્હી એનસીઆરનું વાતાવરણ હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. એક અહેવાલ અનુસાર, જ્યારે દિલ્હીનું AQI લેવલ 398 છે, નોઈડામાં સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ છે. AQI 349 અહીં નોંધવામાં આવ્યો છે.

 • 18 Nov 2023 09:57 AM (IST)

  રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

  • પિતાના બાઈક પાછળ બેસેલ કિશોરનું ચાલુ બાઈક પર મોત
  • 15 વર્ષીય પૂજન નામના કિશોરનું હાર્ટ એટેકથી મોત
  • રાજકોટના શ્રદ્ધા સોસાયટીમાં રહે છે પરિવાર
  • પૂજન હૈદરાબાદ અભ્યાસ કરતો અને દિવાળી કરવા આવ્યો હતો રાજકોટ
  • 15 વર્ષીય પૂજનનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં કલ્પાંત
 • 18 Nov 2023 09:25 AM (IST)

  અમદાવાદઃ AMTS, BRTSની વધારાની બસો દોડાવાશે

  • વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈ દોડાવાશે વધારાની બસો
  • AMTSની 119 અને BRTSની 91 વધારાની બસો દોડાવાશે
  • સ્ટેડિયમના રૂટ પર રાત્રે 1 વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે
  • મુસાફરોએ 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે
 • 18 Nov 2023 09:14 AM (IST)

  CID ક્રાઇમના નકલી આઇકાર્ડ બનાવી છેતરપિંડી કરતા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

  • રાજકોટના લાલજી માંગરોલિયા અને હરિયાણાના ગુલાબ ચંદર નામના શખ્સ સામે ફરિયાદ
  • સોશિયલ મિડીયામાં જાહેરાત આપીને CID ક્રાઇમનું નકલી આઇકાર્ડ બનાવતા હતા
  • જામનગર અને લાઠીના ત્રણ યુવાનો સાથે કરાઇ છેતરપિંડી
  • સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
 • 18 Nov 2023 08:54 AM (IST)

  આદિત્ય ઠાકરે સામે FIR નોંધાઈ, મંજૂરી વગર મુંબઈમાં બ્રિજનું કર્યું હતું ઉદ્ઘાટન

  મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન હાજર રહેલા ઉદ્ધવની આગેવાની હેઠળની શિવસેનાના તમામ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  BMCએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય ઠાકરેએ ગેરકાયદેસર રીતે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના 16 નવેમ્બરે બની હતી જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ પછી, 17 નવેમ્બરે, માહિતી મળ્યા પછી, BMCએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે BMCની ફરિયાદ પર FIR નોંધી છે. BMCના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

 • 18 Nov 2023 08:04 AM (IST)

  મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી આગ, 5 લોકો ઘાયલ

  BMCએ જણાવ્યું છે કે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 5 લોકો ઘાયલ થયા છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 • 18 Nov 2023 07:11 AM (IST)

  ફિલિપાઈન્સમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 6 લોકોના મોત

  ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ઘણા ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ગઈ કાલે ભૂકંપ આવતાં જ દોડધામ મચી ગઈ હતી. કોંક્રીટની દિવાલ ધરાશાયી થતાં એક પુરુષ અને તેની પત્નીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક મહિલાનું શોપિંગ મોલમાં મૃત્યુ થયું હતું, અધિકારીઓએ આ માહિતી આપી હતી.

 • 18 Nov 2023 06:22 AM (IST)

  જ્ઞાનવાપી કેસઃ ASIની મુદત વધારવાની અરજી પર આજે સુનાવણી

  જ્ઞાનવાપી કેસમાં સમય લંબાવવાની ASIની અરજી પર આજે જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં સુનાવણી થશે. ASIએ શુક્રવારે આ મામલે ત્રણ મહિના સુધી ચાલેલા વૈજ્ઞાનિક સર્વેનો રિપોર્ટ ફાઈલ કર્યો ન હતો.

Published On - Nov 18,2023 6:21 AM

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">