AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટ રખડતાં શ્વાને વધુ એક બાળકનો જીવ લીધો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2023 | 11:42 PM
Share

આજે 4 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 ડિસેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટ રખડતાં શ્વાને વધુ એક બાળકનો જીવ લીધો
Gujarat latest live news and Breaking News today 08 February 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

તેલંગાણામાં, BRS ધારાસભ્ય તેલમ વેંકટ રાવ રેવંત રેડ્ડીને મળ્યા, કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. છત્તીસગઢમાં, ભાજપે કોંગ્રેસ પાસેથી આદિવાસી પ્રભુત્વ ધરાવતા સુરગુજા અને બસ્તર વિભાગો પાછા જીતી લીધા. ચક્રવાત મિચોંગની અસરને કારણે ચેન્નાઈમાં ઘણી જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે, આજે ભારે વરસાદની સંભાવના છે. લાલ સમુદ્રમાં એક અમેરિકન યુદ્ધ જહાજ અને અનેક કોમર્શિયલ જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે.

છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદનને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. છત્તીસગઢમાં પુન:ગણતરી બાદ ટીએસ સિંહ દેવ 95 મતોથી હારી ગયા, ચૂંટણી પંચે જાહેરાત કરી. તમિલનાડુ સરકારે ચક્રવાત મિચોંગને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા લોકોએ તેમના ઘરની બહાર નીકળવું જોઈએ, ઘરેથી કામ કરવું જોઈએ. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારના અપડેટ્સ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Dec 2023 11:42 PM (IST)

    રાજકોટમાં રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો

    • જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં શ્વાનોએ ફાડી ખાધી
    • 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડયા
    • બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
    • જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે
    • રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ rmcમાં લેખિત ફરિયાદ કરી છે,પરંતુ rmc દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઇ
  • 04 Dec 2023 10:45 PM (IST)

    વડાપ્રધાનના વતન વડનગરમાં બનશે એરપોર્ટ

    • વડનગરમાં એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ ટીમ કરશે સર્વે
    • 6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ આવશે વડનગર
    • એરપોર્ટ પ્રી – ફિઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે આવશે ટીમ
    • DILR મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને પણ કરાઈ જાણ
    • અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા અપાઈ સૂચના
    • વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામના 159 સર્વે નંબરોની જમીનનો થાય છે સમાવેશ
    • નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને અપાઈ સૂચના
    • નિવાસી અધિક કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓને અપાઈ જરૂરી સૂચના
  • 04 Dec 2023 10:10 PM (IST)

    પોરબંદરના 16 psiની બદલી

    • જિલ્લાના 16 psiની બદલી
    • જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી
  • 04 Dec 2023 08:42 PM (IST)

    જૂનાગઢ શહેરમાં શ્વાનનો આતંક, પાંચ વર્ષની બાળકીને શ્વાનએ ભર્યા બચકા

    • પાંચ વર્ષની બાળકીને શ્વાનએ ભર્યા બચકા
    • ખામધોળ રોડ વિસ્તારમાં બની ઘટના
    • બાળકી ઘરની સામે રમતી હતી તે દરમિયાન બની ઘટના
    • ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ખસેડાઈ
    • શ્વાન અને રખડતા ઢોરને લઈને મનપા નિદ્રામાં
  • 04 Dec 2023 07:30 PM (IST)

    મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશનમાં કૌભાંડ સામે આવ્યું

    • લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટર અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં કૌભાંડ
    • 300 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન થયા પણ કોના થયા ખબર નથી !
    • કોનું ઓપરેશન થયું એની વિગતો નહીં પણ આંકડા આપી દેવાયા
    • 10 જેટલી ફિમેલ હેલ્થ વર્કર બહેનોને કારણ દર્શક નોટિસ અપાઈ
    • કુટુંબ નિયોજન ઓપરેશનના ખોટા આંકડા આપવા માટે અપાઈ નોટિસ
    • 300 આંકડા આપ્યા પણ કોનું ઓપરેશન થયું એના નામ નથી
    • આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
    • માત્ર ટાર્ગેટ પૂરો કર્યો હોવાના આંકડા દર્શાવવા આંકડા આપી દેવાયા ! તેવા સવાલ
  • 04 Dec 2023 04:26 PM (IST)

    અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 3 રાજ્યોની ચૂંટણીના પરિણામોથી રોષ અને નારાજગી

    • અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક શખ્સોએ દેખાવો કર્યા
    • 3 રાજ્યોની ચૂંટણીના પરિણામોથી રોષ અને નારાજગી
    • કોંગ્રેસની શરમજનક હારને પગલે વિરોધ અને દેખાવ કર્યા
    • કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
    • વિરોધ પહેલા કાર્યાલયના પ્રવેશદ્વાર પર ગોઠવાયો હતો બંદોબસ્ત
    • વિરોધ કરી રહેલા લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
    • કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કરી રહેલા લોકોની કરી ધોલાઈ
    • પોલીસની હાજરીમાં જ બંને પક્ષ વચ્ચે થઈ મારામારી
    • પોલીસે વિરોધ કરી રહેલા લોકોની કરી અટકાયત
  • 04 Dec 2023 04:01 PM (IST)

    મોરબીમાં નકલી ટોલનાકા મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાં

    • મોરબીમાં નકલી ટોલનાકા મુદ્દે એક્શનમાં રાજ્ય સરકાર
    • રાજ્ય સરકારે સમગ્ર મામલે મગાવ્યો અહેવાલ
    • 5 અધિકારીઓની ટીમમાં લાગી
    • DySP, પ્રાંત અધિકારી સહિતની ટીમ લાગી તપાસમાં
    • રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આપી માહિતી
    • અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે
  • 04 Dec 2023 03:59 PM (IST)

    સુરતમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ

    • સુરતમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હિતેન્દ્ર સિંહ વાંસિયાની કરાઈ ધરપકડ
    • તત્કાલીન સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈનો ફોટો કર્યા હતા વાઇરલ
    • જિલ્લા એલસીબીએ 15 મહિના બાદ કરી ધરપકડ
    • ગત ઓગસ્ટ માસમાં નોંધાયો હતો ગુનો
    • પૂર્વ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈના પરિવાર સાથેના ફોટા મોર્ફ કરી કર્યા હતા વાઇરલ
  • 04 Dec 2023 03:58 PM (IST)

    ખેડાના બિલોદરામાં સિરપ કાંડ.. 6નાં મોત..

    ખેડા સિરપકાંડ કેસમાં મુખ્ય આરોપી યોગી સિંધિને સાથે રાખી પોલીસ વિવિધ ઠેકારમે તપાસ કરી છે..પોલીસ ફૂડ એન્ડ ડ્રગ અને FSLના અધિકારીઓની ટીમે યોગી સિંધીના ઉત્પાદન એકમ પર તપાસ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે યોગી સિંધી જુદા-જુદા લાયસન્સ ધરાવે છે..યોગી આયુર્વેદા ફાર્મા અને યોગી ફૂડ એન્ડ બેવરેજીસ તેમજ મસાલા બનાવવાનું લાયસન્સ મળી આવ્યા છે..ઉત્પાદન એકમ પરથી શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું છે.

  • 04 Dec 2023 12:41 PM (IST)

    સોનું ફરી એકવાર ઓલ ટાઇમ હાઈ પહોંચ્યું

    • અમદાવાદમાં સોનું ફરી એકવાર ઓલ ટાઇમ હાઈ પહોંચ્યું
    • સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે
    • રૂ 65,800 રૂપિયા સોના ભાવ પહોચ્યા
  • 04 Dec 2023 11:20 AM (IST)

    સિરપ કાંડના બે આરોપીઓને વડોદરા પોલીસે ઝડપ્યા

    • વડોદરા PCBએ કરી ધરપકડ
    • આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી ઝડપાયા
  • 04 Dec 2023 11:11 AM (IST)

    મિઝોરમમાં ZPMને મળી જંગી બહુમતી, ભાજપનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારું

    મિઝોરમ વિધાનસભા ચૂંટણીના વલણોમાં, વિપક્ષી પાર્ટી ZPM એ શાસક MNFને હટાવી દીધી છે. વલણો અનુસાર, ZPM 29 બેઠકો પર આગળ છે. ત્યારે MNF માત્ર 7 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 1 અને ભાજપ 3 સીટો પર આગળ છે.

  • 04 Dec 2023 11:02 AM (IST)

    હારનો ગુસ્સો સંસદ પર ન કાઢતા, વિપક્ષ પર પીએમ મોદીનો ટોણો

    સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. પીએમએ કહ્યું કે ઠંડી ભલે મોડી અને ધીરે ધીરે આવી રહી હોય પરંતુ રાજકીય ગરમી ઝડપથી વધી રહી છે. પીએમે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પ્રોત્સાહક ગણાવી હતી.

  • 04 Dec 2023 10:27 AM (IST)

    નશાયુક્ત સિરપ પીવાથી લોકોના મોત બાદ પોલીસ વિભાગનો સપાટો

    • પોલીસના કાયદો અને વ્યવસ્થા વિભાગના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કામગીરી
    • રાજ્યભરમાં 3271 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા
    • ગેરકાયદેસર સિરપ વેચતા હોય તેવા કુલ 67 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી
    • 22 જેટલા આરોપીઓની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા
    • સુરત શહેરમાં 82 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા જેમાં આઠ લોકોની સામે પગલાં લેવામાં આવ્યા
    • વડોદરા શહેરમાં 11 અમદાવાદ ગ્રામ્યમાં 130 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા
    • ખેડા અને નડિયાદમાં 117 જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા
    • ગાંધીનગર 137 ,સાબરકાંઠા 62, મહેસાણા 631, ભરુચ 116, નર્મદા 42 ,પંચમહાલ 54, દાહોદ 186, મહીસાગર 171, તાપી – વ્યારા 60, ડાંગ – આહવા 41,
    • મોરબી 56, જામનગર ૧૨, દેવભૂમિ દ્વારકા ૧ સુરેન્દ્રનગર 322, જુનાગઢ 144, ગીર સોમનાથ 45, ભાવનગર 215, બોટાદ 85, અમરેલી 185, કચ્છ પૂર્વ ગાંધીધામ
    • 68, પશ્ચિમ કચ્છ ભુજ 16, બનાસકાંઠા 242 અને પાટણમાં 40 જગ્યા ઉપર દરોડા
    • કુલ 3271 જગ્યા ઉપર દરોડા પાડી જેમાં 99 દરોડા સફળ થયા જે પૈકી 12 એફઆઇઆર નોંધવામાં આવી
    • આવા લોકો સામે 92 જાણવાજોગ કરાઈ જેમાં 67 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી જેમાંથી 22 લોકોની અટકાયત કરવામાં આવી
    • રાજ્યભરમાં આવેલા જુદા જુદા આયુર્વેદિક અને મેડિકલ ફાર્માસિસ્ટ સાથે 391 જેટલી બેઠકો કરવામાં આવી
  • 04 Dec 2023 09:59 AM (IST)

    સુરતમાં આજે વરાછા, કતારગામ, કોટ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ

    • લાઇન શિફ્ટિંગ કરાશે, લંબે હનુમાન રોડ પર મેટ્રોના અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે લાઇન શિફ્ટિંગની કામગીરી કરાશે
    • સવારે 8થી રાતે 11 કલાક સુધી કરાશે, પાણી ન મળતા અંદાજે 6 લાખ લોકોને અસર થશે
  • 04 Dec 2023 09:49 AM (IST)

    રાજકોટમાં પોલીસના ખૌફ સામે સવાલ

    • કુખ્યાત વ્યાજખોરો સામે રાજકોટ પોલીસ ઘૂંટણિયે
    • એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી પરિવારના ચાર સભ્યોના અપહરણ બાદ 14 વર્ષની તરુણી પર બે વખત દુષ્કર્મ આચાર્યુ
    • પોલીસ ફરિયાદનો ખાર રાખી 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું
    • વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા છતાં વધુ એક લાખ ચૂકવવા દબાણ કરાતું હતું
    • વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા ઘરે જતા જ્યાં સૌ પ્રથમ 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી
  • 04 Dec 2023 09:24 AM (IST)

    ત્રણ રાજ્યમાં ભાજપની જીત બાદ શેરબજારમાં મોટો ઉછાળો

    મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે જંગી જીત મેળવી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપની જીતની અસર આજે શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 860 પોઈન્ટ આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

  • 04 Dec 2023 08:59 AM (IST)

    મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી ચાલુ, ZPMએ શાસક MNFને પછાડ્યુ

    27 બેઠકો પરના વલણો અનુસાર, સત્તાધારી MNF 12 બેઠકો પર આગળ છે. જ્યારે ZPM 17 સીટો પર આગળ છે. કોંગ્રેસને માત્ર 6 સીટો પર લીડ મળી છે. ભાજપ એક પણ સીટ પર આગળ નથી.

  • 04 Dec 2023 08:09 AM (IST)

    મિઝોરમની 40 વિધાનસભા સીટો પર મતગણતરી શરૂ

    મિઝોરમની 40 વિધાનસભા સીટો પર મતગણતરી શરૂ, પહેલા વલણો આવી રહ્યા છે.

  • 04 Dec 2023 07:47 AM (IST)

    મિઝોરમ ચૂંટણીનું આજે પરિણામ, થોડીવારમાં 40 બેઠકો પર મતગણતરી શરૂ થશે

    આઇઝોલના મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ટૂંક સમયમાં શરૂ થશે.

  • 04 Dec 2023 07:21 AM (IST)

    મિઝોરમ ચૂંટણીઃ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

    મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

  • 04 Dec 2023 06:41 AM (IST)

    રાજ્યમાં માવઠાની સ્થિતિએ ખેડૂતોની વધારી ચિંતા

    રાજ્યમાં માવઠાની સ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. જેમા કાળિયાબીડ, વાઘવાડી રોડ, નિર્મળનગરમાં કમોસમી વરસાદ પડ્યો. વરસાદને પગલે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. ખાંભાના નાનુડી, પીપળવા, ભાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધી છે.

  • 04 Dec 2023 06:39 AM (IST)

    ફિલિપાઈન્સના મિંડાનાઓમાં રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા ધરાવતો ભૂકંપ

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર 6.8 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આજે લગભગ 01:19 વાગ્યે ફિલિપાઈન્સના મિંડાનાઓ પર આવ્યો હતો.

Published On - Dec 04,2023 6:37 AM

g clip-path="url(#clip0_868_265)">