AHMEDABAD : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા થોડાક દિવસથી 40 અને 30 ની આસપાસ નવા કેસો આવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલે 15 નવેમ્બરે કોરોનાના નવા 29 કેસ નોંધાયા હતા, જયારે આજે 16 નવેમ્બરે 35 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27,014 (8 લાખ 27 હજાર 014) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, કુલ મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે.
રાજ્યમાં આજે 16 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,671( 8 લાખ 16 હજાર 671) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 253 થઇ છે તેમજ રીકવરી રેટ 98.75 ટકા પર સ્થિર છે.
રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો
ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમમાં સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 ઓકટોબર-2021થી કર્યો હતો અને જે આગામી 5 જાન્યુઆરી-2022 સુધી ચાલશે.
2. ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ નગરોમાં જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે તે કામો ટેકનીકલ અને એડમીનીસ્ટ્રેટીવ મંજૂરી મેળવી ૧ વર્ષમાં જ પૂર્ણ કરવાના રહેશે
Nal se Jal : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે.
4. રાજકોટ ભાજપમાં જૂથવાદ : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે
રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવતા સી.આર.પાટીલે કહ્યું કે ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ યુવક જે તારીખથી ગુમ થયો તે દિવસના આશ્રમના CCTV ફૂટેજ મળ્યા નથી, જે અનેક શંકાઓ જન્માવનારી ઘટના છે.
6. ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે પોલીસ તપાસ તેજ, ધર્માંતરણ કરનાર યુવકે ઘટસ્ફોટ કર્યો
ધર્માંતરણ બાદ મૂળ ધર્મમાં પરત ફરેલા યુવકે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા.જેમાં લોભ અને આર્થિક લાલચનો સમાવેશ થાય છે.જો કે સમગ્ર મામલો સપાટી પર આવતા જ હિંદુ સંગઠનો સક્રિય બન્યા છે.
7.ગુજરાતમાં બુધવારથી શરૂ થશે મેડિકલ પ્રવેશની પ્રક્રિયા, ઓન લાઇન પીન ખરીદી શકાશે
ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ બુધવાર 17 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીન ખરીદી શકશે.
8.વડોદરા : યુવતી આત્મહત્યા કેસમાં શંકાસ્પદ યુવકની અટકાયત, સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપાયો યુવક
ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવા છતાં અને તે કારણથી જ યુવતીએ આત્મહત્યા કરે છે તેવું સ્પષ્ટ કરાયું હોવા છતાં વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી? તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.
ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે.
Published On - 8:48 pm, Tue, 16 November 21