ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે પોલીસ તપાસ તેજ, ધર્માંતરણ કરનાર યુવકે ઘટસ્ફોટ કર્યો

ધર્માંતરણ બાદ મૂળ ધર્મમાં પરત ફરેલા યુવકે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા.જેમાં લોભ અને આર્થિક લાલચનો સમાવેશ થાય છે.જો કે સમગ્ર મામલો સપાટી પર આવતા જ હિંદુ સંગઠનો સક્રિય બન્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 16, 2021 | 6:20 PM

ગુજરાતમાં(Gujarat)ભરૂચના(Bharuch)આમોદ તાલુકાના કાંકરિયા ગામના ધર્માંતરણ(Conversion)મુદ્દે હવે પોલીસ (Police)તપાસ તેજ થઇ છે.ધર્માંતરણ કરનાર યુવકે ઘટસ્ફોટ કર્યો છે કે તેઓને ધર્માંતરણ માટે વિવિધ પ્રકારની લાલચ આપવામાં આવતી હતી.જેમાં આર્થિક સહાય સાથે ગરીબ યુવાનોને સ્ત્રી સુખની લાલચ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ ધર્માંતરણ બાદ જેહાદની તાલીમ આપવાની વાત પણ સામે આવી છે..

ધર્માંતરણ બાદ મૂળ ધર્મમાં પરત ફરેલા યુવકે કેટલાક ગંભીર આરોપો લગાવ્યા.જેમાં લોભ અને આર્થિક લાલચનો સમાવેશ થાય છે.જો કે સમગ્ર મામલો સપાટી પર આવતા જ હિંદુ સંગઠનો સક્રિય બન્યા છે. ધર્માંતરણ બાદ મૂળ ધર્મમાં પરત ફરેલા યુવકે કહ્યું કે અમને નોકરીની લાલચ આપવામાં આવી હતી.

તેમજ ત્યાર બાદ સુરત લઇ જઇને અમારા આધાર કાર્ડ પણ બદલાવવામાં આવ્યા હતા. જો કે પાછળથી ખબર પડી હતી કે આ ધંધો છે તેથી મૂળ ધર્મમાં પરત ફર્યો હતું.

ઉલ્લેખનીય છે કે , ગુજરાતના (Gujarat) ભરૂચના(Bharuch)કાંકરિયા ગામમાં 100થી વધુ લોકોના ધર્માંતરણના (Conversion) કેસમાં વડોદરા(Vadodara)પોલીસના ઈનપુટ બાદ ભરૂચ પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે વડોદરા SOGની ટીમ પણ ભરૂચ ગઈ છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

ભરૂચના કાંકરિયા ગામમાં 100થી વધુ લોકોના ધર્માંતરણના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દાવો કરાયો છે કે, UKમાં રહેતા અબ્દુલ્લા ફેફડવાલા નામનો શખ્સ સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિને નાણાં મોકલતો હતો. જે નાણાનો ઉપયોગ સલાઉદ્દીન ધર્માંતરણ માટે કરતો. તેમજ સલાઉદ્દીન શેખ આ નાણા ધર્માંતરણ કરનારા વ્યક્તિને આપતો.

આ પણ વાંચો : ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati