ગુજરાતમાં બુધવારથી શરૂ થશે મેડિકલ પ્રવેશની પ્રક્રિયા, ઓન લાઇન પીન ખરીદી શકાશે
ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ બુધવાર 17 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીન ખરીદી શકશે.
ગુજરાતમાં લાંબા સમયથી ખોરંભાયેલી મેડિકલની પ્રવેશ પ્રક્રિયા બુધવારથી શરૂ થશે. જો કે ઘણા લાંબા સમય બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામ આવી છે. જેમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેથી વિદ્યાર્થીઓ બુધવાર 17 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીન ખરીદી શકશે.
તેમજ બુધવારથી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.ગુજરાતમાં ધો.૧૨ સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ નીટના આધારે મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદિક ,હોમિયોપેથી અને નેચરોપેથી સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.
નેશનલ ટેસ્ટિગ એજન્સી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓના નીટ સ્કોર-રેન્કિંગનો ડેટા મળી ગયા બાદ ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ગત વર્ષે કોરોનાના સંક્રમણના લીધે મેડિકલ એડમિશનની પ્રક્રિયા ઓન લાઇન જ કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓના ઇંટરવ્યૂ પણ વિડીયો કોન્ફરન્સથી લેવામાં આવ્યા હતા. તેમજ ગત વર્ષે પણ મેડીકલ અને ડેન્ટલની એડમિશનમાં અનેક બેઠકો ખાલી રહી હતી. જો કે આ વર્ષે કોરોના બાદ મેડિકલ એડમિશનમાં વધુ સંખ્યા જોવા મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે પોલીસ તપાસ તેજ, ધર્માંતરણ કરનાર યુવકે ઘટસ્ફોટ કર્યો
આ પણ વાંચો : રાજકોટ ભાજપમાં જૂથવાદ : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે