GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે

|

Aug 17, 2021 | 5:05 PM

20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે
GSRTC will run 50 electric buses, find out what facilities passengers will get in e-bus

Follow us on

AHMEDABAD : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના બસ કાફલામાં 50 ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થશે. ગ્રીન એનર્જીના ભાગ રૂપે ફેમ ટુ ઇન્ડિયા થીમ હેઠળ આ ઈ-બસો બસ ઉમેરાશે. પરિવહન ક્ષેત્રે ધરખમ ફેરફાર આવી રહ્યા છે, તેમજ વ્હીકલો પણ હાઈટેક થઈ રહ્યા છે.

GSRTCમાં આગામી દિવસો માં 50 ઇલેક્ટ્રિક બસ ઉમેરાશે. ઓલેકટ્રા ગ્રીન્ટેકને GSRTC દ્વારા 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.50 ઇલેક્ટ્રિક બસો 12 મહિનાના સમયગાળામાં આપવામાં આવશે. જેની શરૂઆત ત્રણ મહિના બાદ થઈ શકે છે. જેમાં ડિસેમ્બર-2021માં 25 બસ મળશે, જ્યારે માર્ચ 2022માં બીજી 25 બસ મળશે.

ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપની કરારના સમયગાળા દરમિયાન આ બસોની જાળવણી પણ કરશે. જેમાં GSRTC કંપનીને અમદાવાદ ખાતે કૃષ્ણનગર અને રાજકોટ સહિતના સ્થળે જગ્યા આપશે.જે જગ્યા પર બસ રખાશે ત્યાં જ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાશે. આ બસ સામે GSRTC ઓલેકટ્રા ગ્રીન્ટેક કંપનીને કિલોમીટર દીઠ 60 રૂપિયા ઉપર ભાડું ચૂકવશે. જોકે બસની ખરીદી પર કેન્દ્ર સરકાર માંથીGSRTCને સબસીડી પણ મળશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નવા ઓર્ડર સાથે ઇલેક્ટ્રિક બસો માટે ઓલેક્ટ્રાની કુલ ઓર્ડરની સંખ્યા લગભગ 1350 ઇલેક્ટ્રિક બસોની થશે. આ 50 બસ ઓર્ડર 353 બસો માટે જાહેર કરાયેલા L-1 બિડરનો જ એક ભાગ છે.

કંપની દ્વારા  GSRTC તરફથી 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર મળ્યો હોવાની જાહેરાત કર્યાનું જણાવ્યું છે. જે નવા ઓર્ડરથી બુકીંગની સંખ્યા 1350 જેટલી બસો પર પહોંચી ગયું છે. જેમાં ગુજરાત માટે 250 બસ થશે. જેમાં 50 GSRTCમાં તો 50 બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળશે.

ઈ-બસની ખાસિયતો

1)બસમાં આરામદાયક સવારી મળી રહેશે.,બસ 9-મીટર એર-કન્ડિશન્ડ બસો રહેશે

2)બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન સાથે ડ્રાઈવર સહિત 33+ બેઠક ક્ષમતા રહેશે.

3)મુસાફરોની સુરક્ષા અને ઘટના જાણવા બસોમાં સીસીટીવી કેમેરા રખાશે.

4)એસી બસમાં ઇમરજન્સી બટન, ચારજિંગ માટે USB સોકેટ રહેશે.

5)બસ લિથિયમ-આયન બેટરી પર ચાલશે.

6) બસ ટ્રાફિક અને પેસેન્જર લોડની સાથે 180-200 કિમીની ગતિ પર ચાલી શકશે.

7)અદ્યતન ઇલેક્ટ્રિક બસમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે.

8) હાઇ-પાવર એસી ચાર્જિંગ સિસ્ટમ બેટરીને 3-4 કલાકની વચ્ચે સંપૂર્ણપણે રિચાર્જ કરી શકાશે

9)આરામદાયક મુસાફરીની માટે બસમાં ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત એર સસ્પેન્શન રાખવામાં આવ્યાં છે.

10) પ્રદુષણ અને અવાજ રહિત બસ રહેશે.

11) પેસેન્જર એનાઉન્સમેન્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ રહેશે.

12) બસમાં ડ્રાઈવર માટે રૂટ વે કોમ્યુનિકેશન સિસ્ટમ પણ રહેશે.

ઈ-બસના સંભવિત રૂટ
મળતી માહિતી પ્રમાણે ત્રણ મહિના બાદ આ ઇલેક્ટ્રિક બસ GSRTC ને મળી શકશે. જે બાદ 20 બસ અમદાવાદ-ગાંધીનગર, 20 બસ અમદાવાદ-વડોદરા અને 10 બસ રાજકોટ-જામનગર રૂટ પર દોડાવવામાં આવશે તેવો હાલ નિર્ણય કરાયો છે. જેમાં ફેરફાર પણ થઈ શકે છે.

હાલમાં જે પ્રક્રિયા કરાઈ રહી છે તે ક્યાંક ખાનગીકરણનો સંકેત છે. જોકે તેને એસ ટી નિગમ દ્વારા નકારી કાઢી ગ્રીન એનર્જી હેઠળ બસ લાવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈ-બસ ની સુવિધાથી મુસાફરોને એક સારી સલામત અને અદ્યતન સુવિધા સાથેની સવારી મળશે. જે GSRTC અને ગુજરાત માટે એક ગર્વની વાત પણ ગણાશે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારથી પેપર બેંક એપ, 10 હજારથી વધુ પ્રશ્નપત્રો એક જ એપ્લીકેશનમાં મળશે

Published On - 4:26 pm, Tue, 17 August 21

Next Article