દિવાળીના તહેવારોમાં એસટી નિગમ 8340 બસની વધારાની ટ્રીપ દોડાવશે

ચાલુ વર્ષે દિવાળીમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને બસની સેવાઓનો લાભ મળશે.

દિવાળીના તહેવારોમાં એસટી નિગમ 8340 બસની વધારાની ટ્રીપ દોડાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2024 | 3:47 PM

ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનાના આખરમાં આવનાર દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને, શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માંગતા મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે ખાસ આયોજન કર્યું છે. દિવાળીના તહેવારોમાં, એસટી નિગમ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરશે. જેના દ્વારા આશરે 3.75 લાખ મુસાફરોની આવન જાવન થવાની સંભાવના છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલેખ્ખનીય છે કે, એસટી નિગમના સુરત વિભાગ દ્વારા તા. 26 થી તા. 30ઓક્ટોબર 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18%નો વધારો જોવા મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">