AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે નવા 30 કેસ નોંધાયા

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 09 માર્ચના રોજ કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 130ને પાર ગયા છે.

Breaking News: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે નવા 30 કેસ નોંધાયા
corona cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 8:11 PM
Share

કોરોના માહામારીને કારણે બે વર્ષ સુધી દુનિયાભરમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વેકસિનને કારણે આપણે આ માહામારી પર કાબુ મેળવી શક્યા હતા. પણ હવે ફરી કોરોનાનો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓછા કોરોના કેસ નોંધાઈ રહ્યાં હતા. પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 09 માર્ચના રોજ કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 130ને પાર ગયા છે.

આજે અમદાવાદમાં 12, અમરેલીમાં 6, રાજકોટ શહેરમાં 2, સુરત શહેરમાં 2, વડોદરામાં 2 , ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સુરત જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસ 136 કેસ થયા છે. જેમાં 134 દર્દીઓ સ્ટેબલ છે અને 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે

રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી.  જેમાં થોડા સમય અગાઉ  મોટાભાગની હોસ્પિટલોમાં વ્યવસ્થાની મોકડ્રિલ યોજવામાં આવી હતી.  જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

બદલાતી ઋતુને કારણે લોકો આ બીમારીનો સામનો કરી રહ્યાં છે. લોકોને બીમારીમાંથી સાજા થતા 30 દિવસનો સમય લાગી રહ્યો છે. વધતા બીમારીના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેથી કરીને લોકો તેને અપનાવીને આ બીમારીથી બચી શકે. ચાલો 10 પોઈન્ટમાં સમજીએ કેન્દ્ર સરકારની એડવાઈઝરી.

ફ્લૂના કેસમાં વધારો, કેન્દ્રએ એડવાઈઝરી જાહેર કરી

  1. સમગ્ર ભારતમાં તાવ અને ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે, તે ઈન્ફલ્યુએન્ઝા A સબટાઈપ H3N2 વાયરસથી થાય છે.
  2. H3N2 વાયરસ અન્ય પેટા પ્રકારો કરતાં વધારે લોકોને બીમારી કરી રહ્યું, જે હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ બને છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી તે સમગ્ર ભારતમાં તેનાથી બીમારી વધી છે.
  3. લક્ષણોમાં સામાન્ય રીતે તાવ સાથે સતત ઉધરસનો સમાવેશ થાય છે. સંખ્યાબંધ દર્દીઓ લાંબા સમય સુધી લક્ષણોની ફરિયાદ કરી રહ્યાં છે.
  4. નિષ્ણાતો કહે છે કે H3N2 વાયરસ અન્ય ઈન્ફલ્યુએન્ઝા પેટા પ્રકારો વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરી રહ્યું છે.
  5. ક્લિનિકલ ટ્રાયલ નિષ્ણાત ડો. અનીતા રમેશ કહે છે કે ઈન્ફલ્યુએન્ઝાનો નવો સ્ટ્રેન જીવલેણ નથી. તેમણે જણાવ્યું કે તે જીવલેણ નથી, પરંતુ કેટલાક દર્દીઓને શ્વાસની તકલીફને કારણે દાખલ કરવા પડ્યા હતા. કેટલાક લક્ષણો કોવિડ જેવા જ છે, તમામ દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
  6. ડો.અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું કે ઈન્ફેક્શન સાજા થવામાં સમય લાગી રહ્યો છે. લક્ષણો મજબૂત છે. દર્દી સાજા થયા પછી પણ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે.
  7. ICMR એ લોકોને વાયરસના સંક્રમણથી બચાવવા માટે શું કરવું અને શું ન કરવું તેની સૂચિ પણ સૂચવી છે.
  8. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરમાં ઉધરસ, શરદી અને ઉબકાના વધતા જતા કેસ વચ્ચે એન્ટીબાયોટીક્સના આડેધડ ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
  9. એસોસિએશને ડોક્ટરોને કહ્યું છે કે તેઓ માત્ર રોગને લગતી દવાઓ જ લખે અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળે.
  10. મેડિકલ બોડીના એક સભ્ય એ નિવેદનમાં કહ્યું, “અમે કોવિડ દરમિયાન એઝિથ્રોમાસીન અને આઇવરમેક્ટીનનો વ્યાપક ઉપયોગ જોયો છે અને આનાથી પ્રતિકાર પણ થયો છે. એન્ટિબાયોટિક્સ લખતા પહેલા તે તપાસવું જરૂરી છે કે ચેપ બેક્ટેરિયલ છે કે નહીં.
Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
g clip-path="url(#clip0_868_265)">